SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો પંન્યાસશ્રી ભદ્રંકરવિજયજી મહારાજના ગ્રુપ રૂપી બગીચો મળી ગયો. સદ્ભાગ્ય પણ જોરદાર કે જેથી પૂજ્ય પંન્યાસજી મહારાજના અંતિમ સમયે મુમુક્ષુપણામાં તેમની ત્યાં હાજરી હતી. પૂજ્યશ્રીની આંખ દ્વારા થતી અમીવૃષ્ટિને જાણેકે ઝીલી લીધી અને એમની બધી ભાવના હેમપ્રભવિજયજી મહારાજમાં સંક્રમિત થઈ. જો કે એ વાત ત્યારે કલ્પનામાં ન આવી પણ પૂજ્ય પંન્યાસશ્રી વજ્રસેનવિજયજી મહારાજની નિશ્રામાં, આજ્ઞા, પ્રેરણા, માર્ગદર્શનથી એ ભાવના હેમપ્રભવિજયજી મહારાજ દ્વારા ફળીભૂત થઈ રહી છે. અત્યારે આપણે એ વાત સ્પષ્ટ અનુભવી શકીએ છીએ. દીક્ષા થઈને ત્રણ-ચાર દિવસની જ વાત છે. એમના ગુરુમહારાજને અચાનક ઉલ્ટી જેવું થયું. આમતેમ નજર કરી પ્યાલો દેખાયો નહીં. હેમપ્રભવિજયજી મહારાજે જરાપણ સંકોચ વગર પોતાના બે હાથનો ખોબો બનાવીને ધરી દીધો એટલું જ નહીં નિઃસંકોચ ગુરુમહારાજની ઉલ્ટી ઝીલી. ત્યારબાદ તાત્કાલિક અમદાવાદ લઈ જવા પડે એવી પરિસ્થિતિ આવી. તે જમાનામાં વાહનનો વિકલ્પ તો કલ્પી પણ ન શકાય. ડોળી પણ ન છૂટકે વપરાતી તેથી વ્હીલચેરની વાત પણ ન આવે. ડોળીમાં ગુરુદેવને વિહાર કરાવ્યો. ડોળીવાળા આવ્યા ન હતા તો પોતે અને મુમુક્ષુ સુભાષ (મુનિ શ્રી જયધર્મવિજયજી મહારાજ) એમણે ડોળી ઉપાડી ૧૧ કિલોમીટર વિહાર કર્યો. Jain Education International ૯૨૫ ગૌતમસ્વામીની જેમ નૂતન દીક્ષિત જેવા હેમપ્રભવિજયજી મહારાજ જાણે કે હતપ્રભ થઈ ગયા. પણ ગુરુ મહારાજને અંતિમ સમય સુધી સુંદર સમાધિમાં સહાયક બનેલા એ પુન્યે વડીલ મહાત્માઓએ સાચવી લીધા અને ફરી સંયમ જીવનમાં ઉત્સાહપૂર્વક આગળ વધ્યા. ગુરુ મહારાજની ભક્તિ શિષ્ય કરે એમાં કદાચ આપણને બહુ નવાઈ ન લાગે પણ બીજા વડીલ મહાત્માઓની સેવા-ભક્તિ પિતાતુલ્ય માનીને કરવી એ ખરેખર મહાનતા જ ગણાય! એક-બે નહીં પણ સત્તર-સત્તર મહાત્માઓની સેવા હેમપ્રભવિજયજી મહારાજે કરી છે. પૂજ્ય પંન્યાસજી શ્રી વજ્રસેનવિજયજી મહારાજને તો સેવા ગુણ અતિપ્રિય છે જ. એટલે આ બંને ગુરુબંધુની જોડી મહાત્માઓને સમાધિ આપવાનું અદ્ભુત કાર્ય સહર્ષ સહજ રીતે કરી રહ્યા છે. સેવા–વૈયાવચ્ચ કરનારમાં બીજા ગુણોનો વિકાસ હાય એવું ભાગ્યે જ બને અને બુદ્ધિમત્તા તો પરમભાગ્યની વાત છે. હેમપ્રભવિજયજી મહારાજનું મગજ એમ કહી શકાય કે કોમ્પ્યુટર માઈન્ડ છે. એક સાથે કેટકેટલાય વ્યક્તિ કે સંઘને પ્રેરણા માર્ગદર્શન આપવાનું ચાલુ હોય એ કાર્યને આગળ ધપાવવાનું, પૂર્વે થયેલી વાતો યાદ રાખીને યોગ્ય રીતે કાર્ય પાર પાડવાનું—બધું જ ખૂબ જ સહજ રીતે તેઓ કરી શકે છે. એટલે આપણને સ્પષ્ટ ખ્યાલ આવે કે એમનું પુણ્ય તો ખરું જ પણ દેવ-ગુરુની સાક્ષાત્ કૃપા તેઓ ઝીલી રહ્યા છે. ગુરુમહારાજની સેવા-ભક્તિ, એમની સંપૂર્ણ અનુકૂળતા પ્રસન્નતા સચવાય એ રીતે હેમપ્રભવિજયજી મહારાજ કરતા. . આ મહાત્માનો આગવો—અનોખો ગુણ છે સમાધાનનો. બે વ્યક્તિ, બે સંઘો, બે ટ્રસ્ટી, પતિ-પત્ની, માતા-પુત્ર, પિતાપુત્ર, ભાઈ-ભાઈ, ભાઈ-બહેન આવા આવા કેટલાયના જીવનમાં મતભેદના કારણે સર્જાઈ ગયેલા મનભેદને, તૂટેલા હૈયાને હેમપ્રભવિજયજી મહારાજે ખૂઈ જ સરળતાથી સાંધ્યા છે એમને આનંદ-ઉલ્લાસથી ધર્મમાર્ગે વાળ્યા છે. આથી ગુરુમહારાજના હૈયામાં પહેલેથી જ વસી ગયેલા. સવારના પંડિતજી ભણાવવા આવે એવું ગોઠવાયેલું. ત્યારે હેમપ્રભ વિ. મહારાજ નવકારશીની ગોચરી લાવીને મૂકીને ગુરુમહારાજને વાપરવા બેસાડી પાઠ કરવા જતા રહ્યા. આમ બેત્રણ દિવસ ચાલ્યું. ગુરુમહારાજને આવું યોગ્ય ન લાગ્યું તો કંઈ જ ખુલાસો કર્યા વગર કહ્યું કે તમારે સવારનો પાઠ બંધ કરવાનો છે. ભણવાની ઉંમર, બધી જ અનુકૂળતા હોવા છતાં “પાઠ બંધ''ની આજ્ઞા સામે એક શબ્દની દલીલ તો દૂર રહી, મુખની રેખા પણ બદલાયા વગર પૂર્ણ પ્રસન્નતાપૂર્વક આજ્ઞા ઝીલી લીધી. ન ભણાયાનો કોઈ જ અફસોસ નહિ કારણ કે “આણાએ ધમ્મો” આ સૂત્રને પહેલેથી જ જીવનમાં વણી લીધું છે. દોઢ વર્ષમાં જ ગુરુ મહારાજ કાળધર્મ પામ્યા. પરમાત્મભક્તિ તો કાંઈક ગજબની જ છે બાવીસ વર્ષથી અખંડ રીતે દેવવંદન-લગભગ વીસ વર્ષથી અખંડ જાપ, આરાધના, લગભગ ૧૮ અંજનશલાકાઓ સહિત તેમજ અન્ય પણ પ્રતિષ્ઠાઓ વડીલ મહાત્માની નિશ્રામાં પણ એમના માર્ગદર્શન અને મુખ્ય જવાબદારીપૂર્વકની થઈ છે. નવાઈ તો એ છે કે દરેક પ્રસંગ એક-એકથી ચડિયાતો થાય છે માત્ર વાહવાહથી નહીં પણ હકીકતમાં ધર્મસ્પર્શનાપૂર્વક એક-એક પ્રસંગમાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy