________________
૯૨૦
તેઓને ગુરુકુળવાસમાં રહેવું જ ગમે છે. ગુર્વાજ્ઞાથી ત્રણ સ્વતંત્ર ચાતુર્માસ કરવા પડ્યા બાકી આજે પણ ગુરુકુળવાસમાં રહી અનેક જવાબદારીઓને વહેવા સાથે સંયમજીવનની સુંદર સાધના કરી રહ્યા છે. તેઓશ્રીની યોગ્યતાનો પરિપાક જોઈને પૂ. ગુરુદેવોએ તેમને ક્રમશઃ ગણી–પંન્યાસપદે આરૂઢ કરવાનો શુભ નિર્ણય કર્યો. વિ.સં. ૨૦૬૮ની સોહામણી સાલે શ્રી વિજય રામચન્દ્રસૂરિ સ્મૃતિમંદિરના ભવ્યપ્રાંગણમાં ગુણિયલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજયમહોદયસૂરીશ્વરજી મહારાજાની શુભનિશ્રામાં તેઓશ્રીના આજ્ઞાવર્તિ સહસ્રાધિક શ્રમણ-શ્રમણી ભગવંતોની ઉપસ્થિતિમાં મહાવદ-૯ના શુભ દીને તેમને ગણિપદથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યારબાદ વિ.સં. ૨૦૬૧ની સાલે નાહારતીર્થધામ-મરોલીના પ્રાંગણમાં મહાસુદ-૪ના પ્રભુપ્રતિષ્ઠાના મંગલદિને પૂ. ગુરુદેવશ્રીએ તેમને પંન્યાસપદે પ્રતિષ્ઠિત કર્યા. આગળ વધીને જે પદનું જૈનશાસનમાં આગવું મહત્ત્વ છે એવા ગૌરવવંતા આચાર્યપદે તેમને સ્થાપવાનો નિરધાર “પૂ. ગુરુદેવોએ ર્યો. તે નિરધાર વિ.સં. ૨૦૬૭ની સાલે સિદ્ધગિરિરાજના સર્વોત્તમ સાન્નિધ્યમાં પોષવદ–૧ના પુણ્યદિને સાકાર થયો. મુનિમાંથી ગણિ અને ગણિમાંથી પંન્યાસ બનેલા પૂ. પંન્યાસપ્રવર શ્રી ભુવનભૂષણવિજયજી મહારાજ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભૂષણસૂરીશ્વરજી મહારાજા બન્યા. આજે તેઓ અનેક ભવ્યાત્માઓને ધર્મમાર્ગે જોડીને સાચો પરોપકાર કરી રહ્યા છે. તેઓશ્રીના પરોપકારપૂત સંયમજીવનને અમારી ભાવસભર વંદનાવલી.....
સૌજન્ય : ગચ્છાનુજ્ઞાપ્રદાન મહોત્સવ સમિતિ, પાલિતાણા પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય વજ્રભૂષણસૂરીશ્વરજી મ.સા.
Jain Education International
સુગતિસ્વરૂપ સંસારચક્રમાં જીવોનું પરિભ્રમણ અનવરત ચાલું છે. તેમાંથી માનવભવને પામનારા જીવો બહુ ઓછા છે. તેમાં પણ સ્વની સાધના દ્વારા મળેલા માનવભવને ઉજાળનારા જીવો અત્યંત અલ્પ છે. આવા જ અલ્પ આત્માઓની હરોળમાં
જિન શાસનનાં
સ્થાન–માન પામેલું એક શુભનામ એટલે જ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય વજ્રભૂષણ સૂરીશ્વરજી મહારાજ.....! તારંગાજી તીર્થની ગોદમાં વસેલા સતલાસણા ગામના મૂળ રહેવાસી તથા વ્યાપારાર્થે વરસોથી મહારાષ્ટ્ર રાજ્યના અહમદનગર શહેરમાં આવીને રહેલા શ્રીયુત્ ચિમણભાઈના ધર્મપત્ની લીલાબહેને વિ.સં. ૨૦૧૭ની સાલના માગસર સુદ-૧૩ના ધન્યદિને એક પુણ્યાત્માને જન્મ આપ્યો. તેનું નામ રાખવામાં આવ્યું નીતિનકુમાર...! આજના કાળમાં સંતાનોને જન્મ આપનારા મા-બાપોને જેટલો સુકાળ છે તેટલો જ સંતાનોને સુસંસ્કારો આપનારા મા–બાપોનો દુકાળ છે. જન્મ સાથે સંસ્કારો આપે તેવા મા-બાપો અત્યંત વિરલા છે. આવા જ વિરલા મા-બાપ બની માત-પિતાએ બાલનીતિનને ઉચ્ચ સંસ્કારો આપ્યા. તેના જ પરિણામે તે ધીર–વીર ને ગંભીર બન્યો. સ્કૂલમાં S.S.C. સુધીનું વ્યાવહારિક શિક્ષણ મેળવ્યું. તેમાં વિ.સં. ૨૦૩૨ની સાલે નીતિનની ભાગ્યદશા જાગી. અહમદનગરનગરે પૂ. મુનિરાજ શ્રી લાભવિજયજી મ. આદિ મહાત્માઓ ચાતુર્માસાર્થે પધાર્યા. તેઓશ્રીના પાવન પરિચયથી નીતિન ધર્મ પામ્યો. દેરાસરઉપાશ્રયમાં આવતો થયો. ધર્માભ્યાસ કરતો થયો. પ્રવચનો સાંભળી તેને સંસારનું સાચું સ્વરૂપ સમજાયું. પૂ. મુનિરાજ શ્રી અક્ષયવિજયજી મ. (હાલ આચાર્ય)ની હાર્દિક પ્રેરણા મળતા સાધુ બનવાનો શુભભાવ જાગ્યો. તેમાં વિ.સં. ૨૦૩૩ની સાલે નાસિકનગરે વસતા પોતાના કાકાઈભાઈ શ્રેયાંસકુમારની પૂ. મુનિરાજશ્રી મહાબલવિજયજી મ. (હાલ આચાર્ય) તથા પૂ. મુનિરાજ શ્રી પુણ્યપાલવિજયજી મ. (હાલ ગચ્છાધિપતિ) પાસે દીક્ષા થઈ તે પ્રસંગને નિહાળી સાધુ બનવાની ભાવના પ્રબળત્તમ બની. ભાઈ મહારાજ પૂ. મુનિશ્રી ભુવનભૂષણવિજયજી મ.નું આલંબન લઈ ઉપરોક્ત ઉભય મુનિવર્યોના સાન્નિધ્યમાં રહી સંયમધર્મની સંગીન તાલીમ મેળવી. તેના ફળસ્વરૂપે વિ.સં. ૨૦૩૬ની સાલે દીક્ષાયુગપ્રવર્તક બાલદીક્ષાસંરક્ષક તપાગચ્છાધિરાજ પૂ.આ.ભ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શુભસાન્નિધ્યમાં સુરેન્દ્રનગરનગરે ઉજવાયેલ અંજન-પ્રતિષ્ઠા તથા સમૂહ ૨૧ દીક્ષાના ઐતિહાસિક પ્રસંગે ફાગણસુદ-૧૦ના શુભદિને નીતિનકુમારની ભાગવતી દીક્ષા થઈ. નૂતન નામકરણ થયું પૂ. મુનિરાજ શ્રી વજ્રભૂષણવિજયજી મહારાજ.....! પૂ. મુનિરાજશ્રી પુણ્યપાલવિજયજી મ.નું શિષ્યત્વ સ્વીકારી ભાઈ મહારાજના ગુરુભાઈ બન્યા. દાદા ગુરુદેવ તથા ગુરુદેવના પ્રત્યેક પડતા બોલને ઝીલીને જ્ઞાનાદિ સંયમયોગોમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org