SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૧૨ પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે સુસમૃદ્ધ ઘરમાં તો જન્મ થયો પણ તેમના જન્મ પછી ધનજીભાઈનું ઘર ધર્મથી પણ સમૃદ્ધ બનવા પામ્યું. તેમના જન્મ પછી થયેલ તુરંત જ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સમાગમના કારણે કિશોરકુમારે જીવનમાં ક્યારેય અભક્ષ્યનું ભક્ષણ કે રાત્રિભોજન પણ કરેલ નથી. બાલ્યાવસ્થાથી જ પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીના ખોળામાં બેસવાનું સદ્ભાગ્ય મેળવનારા કિશોરકુમારે વ્યવહારિક અભ્યાસ કરતા ધાર્મિક અભ્યાસ વધુ કરેલ. દર ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય મેળવનાર કિશોરકુમારે બાલ્યાવસ્થામાં રમતગમતની સાથે અનેક પ્રકારની સુંદર આરાધનાઓ બે પ્રતિક્રમણ પંચ પ્રતિક્રમણ નવસ્મરણ ચાર પ્રકરણ છ કર્મગ્રંથ આદિનો અભ્યાસ સહજતાથી કરી લીધો. વિ.સં. ૨૦૧૯ માં પિતાજી ધનજીભાઈ આદિ સપરિવારની સાથે દીક્ષીત બનેલા કિશોરકુમારમાંથી મુનિરાજ શ્રી કુલશીલ વિજયજી તરીકે નામાભિધાન પામેલા બાલમુનિ શ્રી પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીજીના લાડીલા હતા તો પૂજ્યપાદ ઉપાધ્યાજી શ્રી ચારિત્રવિજયજી મ. ના કુશળ ઘડતરના કારણે તેમની પાસેથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવતાં બાલમુનિની પ્રત્યેક કાર્યોમાં ચોકસાઈ ચીવટ આગવી તરી આવતી હતી. તેમની વ્યવસ્થિત કુશળતાપૂર્વક કામ કરવાની પદ્ધતિની ઘણીવાર પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજી વાચનામાં પ્રશંસા કરતા હતા. બાલ્યાવસ્થાથી જ મધુર કંઠની કુદરતી બક્ષીસ હોવાથી છ અટ્ટાઈ, સત્તાવીસ ભવ, પંચકલ્યાણક, જ્ઞાનપંચમી, મૌન એકાદશી આદિના સ્તવનો સજ્જાયોના રાગો તે સમયના સુવિખ્યાત સંગીતજ્ઞ કેશવલાલ ગૌતમ પાસે એ રાગોની વ્યવસ્થિત પદ્ધતિ શીખી. વિ. સં. ૨૦૨૧-૨૦૨૨૨૦૨૩ ના લાલબાગ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વમાં જે બુલંદ અને મધુર સ્વરે સ્તવનોનું ગાન કર્યું છે તે સાંભળી હજારોની પર્ષદા ભગવદ્ભક્તિમાં તલ્લીન બની ગયેલ. ન્યાય વિશારદ વર્ધમાન તપોનિધિ પૂ. આ.ભ. ભુવનભાનુ સૂ. મ. વિ. સં. ૨૦૩૦ની સાલમાં ખાસ મુનિ કુલશીલ વિજયજીના કંઠે ગવાતા સ્તવનો. સજ્ઝાયો સાંભળવા માટે વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં પ્રતિક્રમણની માંડલીમાં પધારતા હતા. Jain Education International જિન શાસનનાં પોતના દાદા ગુરુદેવશ્રીજી અને ગુરુદેવશ્રીજીની નિશ્રામાં જ વિચરતા મુનિવરે બાલવયમાં જ વર્ધમાનતપનો પાયો નાખી ૩૯ ઓળીની આરાધના, જ્ઞાનપંચમી, મૌન એકાદશી, પૌષ દસમી આદિ તપોની આરાધના કરી વિ. સં. ૨૦૪૭ માં મુંબઈ વિક્રોલી તથા વિ. સં. ૨૦૫૧માં અમદાવાદ જ્ઞાનમંદિર વિ. સં. ૨૦૬૧ માં અમદાવાદ શાંતિવન કૃપાસાગરમાં ડિલોની આજ્ઞાથી પૂજ્યશ્રીની નિશ્રામાં થયેલા ચાતુર્માસમાં તેઓશ્રીના સરળ સ્વભાવના કારણે આરાધનાઓ અતિ સુંદર થવા પામી. વિ.સં. ૨૦૬૧માં અમદાવાદનિવાસી જિતુભાઈએ પૂજ્યશ્રીનું શિષ્યત્વ સ્વીકારી મુનિરાજશ્રી જયશીલ વિજયજી બન્યા. વિ. સં. ૨૦૬૧માં જ અમદાવાદ શાંતિવન કૃપાસાગર સોસાયટીનાં આંગણે કોઠાડા (કચ્છ) નિવાસી માતુશ્રી ચંદનબેન દામજી કાનજી ધરમશી પરિવાર નિર્મિત વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી આરાધનાલયમાં પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂ. પંન્યાસજી ભદ્રશીલ વિજયજી મ. ની સ્મૃતિ અર્થે નિર્મિત થયેલ સ્થાનમાં પૂજ્યશ્રીના સુંદર માર્ગદર્શનના પરિણામે જ ટૂંક સમયમાં ભવ્ય કલાત્મક, દર્શનીય જિનાલય, ગુરુમંદિર, ઉપાશ્રય, જ્ઞાનભંડાર, સાધનાખંડ આદિનું નિર્માણ સંભવિત બની શક્યું.' મુંબઈ, વિક્રોલી, થાનગઢ, અમદાવાદ આદિ સ્થાનોમાં પૂજ્યશ્રીનાં માર્ગદર્શન મુજબ જ્ઞાનભંડારોનું સુંદર નિર્માણ થયું. વિ. સં. ૨૦૬૨ માં અમદાવાદ, શાંતિવન, પી. પી. સી. સી. ગ્રાઉન્ડના આંગણે આયોજિત પૂજ્યશ્રીની ગણિ પંન્યાસ પદવીનો પ્રસંગ અતિ ભવ્યતાથી ઉજવાયેલ. પૂજ્યશ્રીની આચાર્ય પદવી વિ.સં. ૨૦૬૭ પોષ વદ૧ તા. ૨૦-૧-૧૧ મંગલ દિને અમદાવાદ-શાંતિવન-પાલડીમાં વિશાળ મંડપમાં ચંદ્રનગર સોસાયટીના ગ્રાઉન્ડમાં ૫૦૦૦થી પણ વધારે જનમેદની અને શતાધિક શ્રમણ-શ્રમણીવૃંદની નિશ્રામાં ખૂબ જ ઉલ્લાસભેર પ્રસંગ ઉજવાયો. આ પ્રસંગે ભવ્યાતિભવ્ય પંચાહ્નિક જિનભક્તિ મહોત્સવનું આયોજન પણ થયેલ. આચાર્યપદવી પ્રસંગની ઉછામણીઓ પણ ખૂબ ખૂબ સુંદર થઈ. પૂજ્યશ્રીજી તાજેતરમાં જ સૂરિપદે આરૂઢ થયા છે. શાસનની સુંદર પ્રભાવના કરે એ જ અભિલાષા. સૌજન્ય : પંન્યાસ પ્રવરશ્રી ભદ્રશીલગણિ સ્મારક ટ્રસ્ટ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy