SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો માલવ માર્તંડ, પ્રબુદ્ધ પ્રવચનકાર, પ્રખર ચિંતક પ.પૂ.આ.શ્રી મુક્તિસાગરસૂરિજી મ.સા. માલવ માર્તંડ પૂ. આચાર્યશ્રી મુક્તિસાગરસૂરિજી મ.સા. જૈન જગતના એક ઝળહળતા સિતારા છે, શાસનના પ્રભાવક પુરુષ છે અને જૈન સમાજની અણમોલ ધરોહર છે. પોતાના તારણહાર ગુરુદેવના અનન્ય કૃપાપાત્ર શિષ્ય, માલવભૂમિના સપૂત, માળવાની આન-બાનશાન અને માળવાનું ગૌરવ છે. તેઓશ્રી પ્રબુદ્ધ પ્રવચનકાર, ચિંતક, લેખક અને કવિહૃદયી સંત છે. મધ્યપ્રદેશના ઇન્દૌર જિલ્લાના ગૌતમપુરા નગરમાં વિ.સં. ૨૦૧૩, ભાદરવા (ગુજરાતી-શ્રાવણ) વદ-૩૦, તા. ૪૯-૧૯૫૬નો સૂરજ સોનાનો ઊગ્યો હતો. એક તો એ દિવસ ભગવાન મહાવીર જન્મવાંચનનો દિવસ અને બીજું એ દિવસે ગામના શ્રી મોતીલાલજી જૈન (સાલેચાબોહરા)નાં ધર્મપત્ની રેશમબાઈની પવિત્ર કુક્ષિએ એક તેજસ્વી બાળકનો જન્મ થયો. બાળકનું નામ રખાયું હતું મહાવીરકુમાર. ‘નામ પ્રમાણે ગુણ'– મુજબ બાળક ધર્મપ્રેમી થયો. એકવીસ વર્ષની વયે મહાવીર કુમારે વિ.સં. ૨૦૩૪ના મહા સુદ-૧૩, સોમવાર, તા. ૨૦૨-૧૯૭૮ના રોજ ઉજ્જૈન મુકામે ગુરુદેવ પ.પૂ. પંન્યાસ શ્રી અભ્યુદયસાગરજી મ.સા.ના સાંનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરી મુક્તિસાગરજી નામ ધારણ કર્યું. ત્યાર પછી બડનગર જિલ્લા ઉજ્જૈનમાં ફાગણ સુદ-૪ તા. ૧૨-૩-૦૮ના રોજ આપની વડીદીક્ષા થઈ. કાત્રજ તીર્થ-પૂના (મહારાષ્ટ્ર)માં સં. ૨૦૫૫, માગસર સુદ-૩, તા. ૨૨-૧૧-૧૯૯૭ના રોજ એમને ગણિપદ પ્રાપ્ત થયું. સમ્મેતશિખરજી તીર્થમાં તા. ૧૮-૩-૦૧ના દિને “માલવ માર્તંડ” બિરુદથી સમ્માનિત કરાયા. સં. ૨૦૬૨, મહા સુદ૧૧ તા. ૮-૨-૨૦૦૬એ બિબડોદ તીર્થ-રતલામ (મ.પ્ર.)માં પંન્યાસ પદ અર્પણ કરવામાં આવ્યું અને અયોધ્યાપુરમ્ તીર્થ (વલ્લભીપુર-ગુજરાત) મધ્યે સં. ૨૦૬૪, ફાગણ વદ (ગુજ. મહા વદ) ૧૦, રવિવાર તા. ૨-૩-૨૦૦૮ના રોજ આચાર્ય પદ પ્રદાન કરવામાં આવ્યું. Jain Education International ૯૦૭ પૂ. મુનિશ્રી અચલરત્નસાગરજી મ., પૂ. મુનિશ્રી મનમિતસાગરજી મ., અને પૂ. મુનિશ્રી પાવનસાગરજી આપનાં શિષ્યરત્ન છે. પૂ.સા.શ્રી મુક્તિરેખાશ્રીજી મ. આપનાં સંસારી બહેન અને પૂ.સા.શ્રી અસ્મિતાશ્રીજી મ. સંસારી ભાણજી થાય. પૂ.આ. મુક્તિસાગરસૂરિજી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના સારા જ્ઞાતા છે. માળવા, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ બંગાળ પ્રાંતમાં વિચરણ દ્વારા તેત્રીસ વર્ષમાં લગભગ ૫૪-૫૫ હજાર કિ.મી.ની આપની વિહારયાત્રા થઈ. અટ્ટાઈ, માસક્ષમણ, નવપદ ઓળી, વીસસ્થાનક, પોષ દશમી, જ્ઞાનપંચમી, વર્ધમાન તપ, ૨૭ ઓળી અને અનેક છટ્ટઅટ્ટમ તપશ્ચર્યા એમણે કરેલી છે. સૂરિમંત્રની ચાર પીઠિકાની સાધના પણ આપે કરી લીધી છે. દીક્ષાજીવનનાં આ ૩૩ વર્ષોમાં આપે જ્ઞાન, ધ્યાન, તપસાધના, ગુરુભક્તિ સાથે સાથે જન-જનની આત્મોન્નતિનું મહાન કામ કર્યું છે અને કરી રહ્યા છે. મંત્ર-તંત્ર, દોરા, ધાગા, જ્યોતિષ, ચમત્કાર વગેરેથી દૂર માત્ર પોતાનાં વૈરાગ્યસભર અને મોક્ષલક્ષી પ્રવચનો દ્વારા સૌને મોક્ષમાર્ગના તીવ્ર અભિલાષી બનાવવા એ જ આપનો જીવનમંત્ર રહ્યો છે. આપના પ્રવચનો સાંભળવાં એ પણ જીવનનું પરમ સૌભાગ્ય છે. મુંબઈ અને માલવ પ્રાંતમાં આપશ્રીએ અનેક બાલ-તરુણ અને પ્રૌઢ શિબિરો દ્વારા હજારોનાં હૃદય અને જીવનપરિવર્તન કર્યા છે. ઇન્દૌરથી શિખરજી ૧૦૮ દિવસીય, બડોદથી ગિરનારજી ૬૩ દિવસીય, ઉજ્જૈનથી પાલિતાણા ૪૫ દિવસીય અને મુંબઈથી આબુજી ૬૮ દિવસીય એવાં ૪-૪ મહાતીર્થોના મોટા તથા અનેક નાના-નાના ચુસ્ત છ’રીપાલક સંઘો કાઢી આપે માલવ પ્રાંતમાં જબરી શાસનપ્રભાવના કરી છે અનેક જિનમંદિરો તેમજ ઉપાશ્રયોના નિર્માણ, આયંબિલ શાળા, ગૌશાળા વગેરેનાં કાર્યો, ઉપધાન તપ દ્વારા માળવાને અનોખી સોગાત આપી છે. નવકાર યજ્ઞ અને શ્રાવકદીક્ષાનો સિંહનાદ કરી તેઓ દર વર્ષે સેંકડો જૈનોને નવકાર મંત્ર આરાધક અને બારવ્રતધારી શ્રાવક બનાવવાનું બહુ સુંદર કાર્ય પણ કરી રહ્યા છે. આપશ્રીએ મુંબઈ, પૂના, અમદાવાદ, સુરત અને કલકત્તા જેવાં મહાનગરોમાં ચાતુર્માસ કર્યા છે, તો સુખેડા, ગૌતમપુરા, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy