________________
૮૩૪
ચૌદશનો ઉપવાસ અને પાર્શ્વનાથ ભગવાનની આરાધના છોડી ન હતી. રોજ સવારે પન્યાસ પ્રેમવિજય શંખેશ્વર દાદાના દરબારમાં લઈ જતા. રાત્રે ગુરુદેવ પાસે જ સૂતા અને થોડો અવાજ થાય તો જાગીને સેવામાં હાજર થઈ જાય. આથી જ ગુરુ મહારાજને બહુ જ શાતા મળતી હતી. ગુરુ મહારાજનો કાળધર્મ સમાધિપૂર્વક થયો ત્યારે તેમની સ્મૃતિમાં શ્રી શંખેશ્વર મહાતીર્થમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદનું ભવ્યાતિભવ્ય વિશ્વમાં સૌથી મોટા જિનાલયનું નિર્માણ કરાવ્યું. પૂજ્યશ્રીના સંસારી મોટા ભાઈ પ.પૂ. આ. સુબોધસૂરીશ્વરજી મ.સા. બહુ જ ક્રિયાચુસ્ત અને સંયમ– એક-લક્ષી હતા. આ બાંધવબેલડીએ જિનશાસનમાં જબરદસ્ત શાસનપ્રભાવના કરી છે. તા. ૧૪-૫-૧૯૫૯ના રોજ પાટણમાં પૂજ્યશ્રી આચાર્ય પદ ઉપર બિરાજમાન થયા. વર્તમાનમાં તેઓશ્રી પૂ. ભક્તિસૂરિ (સમીવાળા) સમુદાયના તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર પદ પર બિરાજમાન છે. પૂજ્યશ્રીના જીવન દરમ્યાન ૭૨ ચોમાસાં થયાં છે. પૂજ્યશ્રીના દાદાગુરુદેવ પ.પૂ. શાસ્ત્રવિશારદ આચાર્યપ્રવરશ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ.સા. (કાશીવાળા) પ્રકાંડ મેધાવી વિદ્વાન હતા. ૩૮૦ જેટલા પરદેશી સ્કોલર એમની પાસે ભણવા આવતા. પૂજ્યશ્રીના આજ્ઞાવર્તી સાધુ-સાધ્વીઓ ૩૫૦ છે.
ગુજરાત રાજ્ય અહિંસા અને અમારિપ્રવર્તનની બાબતમાં સમગ્ર ભારત વર્ષનું પ્રતિનિધિત્વ ધરાવે છે. ગુજરાતના કંકરકંકરમાં અહિંસાનું અમૃત-આચમન થયું છે. આ તો કુમારપાલ મહારાજા, હેમચંદ્રાચાર્ય, પેથડ શાહ અને અનેક મહર્ષિઓની ભૂમિ છે. આજે વિકટ સમયમાં રાજ્યસ્તર પર વ્યાપક રૂપથી અહિંસાનો પૈગામ ફેલાવવાનું આંદોલન પૂજ્યશ્રી કરાવી રહ્યા છે. સં. ૨૦૪૫ આંબાવાડી ચાતુર્માસમાં પર્યુષણ મહાપર્વના એક દિવસ માટે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અમરસિંહ ચૌધરી દ્વારા કતલખાનાં બંધ રખાવીને કુમારપાલ મહારાજાની સ્મૃતિ કરાવી દીધી હતી., પછી સાબરમતી ચાતુર્માસમાં પણ મુખ્યમંત્રી શ્રી ચિમનભાઈ પટેલ દ્વારા પહેલાં ૩ દિવસ અને પછી ૮ દિવસ કતલખાનાં બંધ રખાવવામાં આવ્યાં હતાં. મહારાષ્ટ્રમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ગોપીનાથ મુંડે દ્વારા અને રાજસ્થાનમાં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ભૈરોસિંહ શેખાવત ધારા રાજ્યભરમાં ગૌવંશ હત્યાબંદી પૂજ્યશ્રીના ઉપદેશ દ્વારા
Jain Education International
જિન શાસનનાં
કરવામાં આવી હતી.
તપસ્યા માટે તો એમના વાસક્ષેપ માટે પડાપડી થાય છે. ૨૫૦ ઘરની જૈન વસ્તીવાળા થરા ગામમાં ૩૫૦ સિદ્ધિતપ, કાંકરેજ સમાજમાં ૩૪૨ જેટલાં વરસીતપ, હાડેચાનગરમાં એક જ કુટુંબમાં ૧૨-૧૨ માસક્ષમણ, ૮ થી ૧૫ વરસની ઉંમરનાં ૧૦૮ બાળકોની એક સાથે ઉપધાન તપની માળ આ એમની તપ-સિદ્ધિનાં અનોખાં દર્શન છે. જૈન-જૈન બધાં જ તપમાં જોડાઈ જાય છે અને હેમખેમ તપ કરીને પાર ઊતરી જાય છે. પૂજ્યશ્રી જ્યાં પણ ચાતુર્માસ માટે પધારે તે સંઘમાં સાંકળી માસખમણ, સાંકળી સોળભત્તુ, સાંકળી અઠ્ઠાઈ, સાંકળી અટ્ટમ અને સાંકળી આયંબિલ તપ અવશ્ય જ થાય છે.
બે વર્ષ પહેલાં પૂજ્યશ્રી ચાતુર્માસાર્થે મહેસાણાના ઉપનગર જૈન શ્રી સંઘના પ્રાંગણે પધાર્યા ત્યારે આબાલવૃદ્ધ સહુ જનજનનાં ઉરમાં ઉમંગની ઊર્મિઓનો મહાસાગર હિલ્લોળે ચઢ્યો હતો. પૂજ્યશ્રીના આગમન સાથે જ સાંકળી માસક્ષમણ, સાંકળી ૧૬ ઉપવાસ, સાંકળી ૮ ઉપવાસ, સાંકળી અટ્ટમ, સાંકળી આયંબિલ તપ અને સામૂહિક તપમાં ૨૪ તીર્થંકર ભગવાન તપ (લોગસ્સ તપ) આદિ અનેક તપ આરાધનાઓથી ભારે ધર્મમય વાતાવરણમાં ચાલી રહ્યાં હતાં. પ્રેરક પ્રવચનોમાં પ્રશમરતિ’ગ્રંથ, વિક્રમચરિત્ર ઉપર અને મહિલાશિબિર અને બાલિશબર ચાલી રહ્યાં છે. ભક્તામર પૂજન, પદ્માવતી પૂજન, મહાલક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન આદિ ભવ્યાતિભવ્ય સામૂહિક પૂજનો થઈ રહ્યાં હતાં. ‘શ્રી કલ્પસૂત્ર' ઉપર ઓપન પેપર પરીક્ષા લેવામાં આવી રહી છે. પ્રવચનમાળાનો લાભ લેવા માટે જૈન તેમ જ જૈનેતર સમુદાય મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.
પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, પાઠશાળાઓ, આયંબિલખાતાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત સંઘો, ઉપધાનો, અંધજન ગરીબ માટે મેડિકલ કેમ્પો, હોસ્પિટલો, ધર્મશાળા, અન્નક્ષેત્ર, જીવદયાનાં કાર્યો, ગૌવંશ હત્યાબંદીનાં કાર્યો, સમ્મેતશિખર તીર્થ રક્ષાનાં કાર્યો આદિ માનવતાનાં કાર્યો કરીને પૂજ્યશ્રીએ સમાજમાં ધાર્મિક તથા આધ્યાત્મિક ક્રાંતિ કરી છે.
સૌજન્ય : શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર ટ્રસ્ટ, શંખેશ્વર
For Private & Personal Use Only
www.jainelibrary.org