SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૦ આર્દ્રધ્યાન થયું નથી! માન-અપમાન દરેકમાં સમદૃષ્ટિ પૂજ્યશ્રીનો મુદ્રાલેખ હતો. ‘શ્રાવક પાસે ગોચરી માંગવી, છોકરા, છોકરી માંગવા એટેલે કે દીક્ષા આપવી. પણ પૈસા માંગવા નહિ, નહિંતર સાધુની કિંમત કોડીની થઈ જાય.... ૩૦-૩૫ કિ.મી. નો રોજિન્દો વિહાર હતો. સુકલકડી કાયામાં જોશ અને ખુમારી જોવા જેવી હતી. સં. ૨૦૬૧માં મેવાડમાલવાની પ્રતિષ્ઠાઓ પૂર્ણ કરી અતિ ઉગ્ર વિહાર કરી સુરત પહોંચ્યા. ત્યાં તાવ ચઢ્યો-ઉતરે જ નહિં. વર્ષોથી દવા લીધેલ નહી માટે ઉપેક્ષા કરી.રોગ વધતાં તપાસ કરાવી. લીવરનું કેંસર થર્ડ સ્ટેજનું ખ્યાલ આવ્યો છતાં અપાર સમાધિ, મારી તો ટીકિટ ક્યારની પૂરી થઈ ગઈ છે. વગર ટીકીટની મુસાફરી છે. ગમે ત્યારે ટી. ટી. આવે ઉતરવા તૈયાર છું-સમાધાન એ જ સ્વર્ગ છે, પ્રતિકુળતામાં પ્રસન્નતા આદિ સૂત્રો આત્મસાત્ કરેલા. આસો સુદ-રના રાત્રે ૧.૫૨ મિનિટે સુરત ભટાર રોડમાં નમસ્કાર મહામંત્ર સાંભળતાં સાભળતાં સ્વર્ગવાસી બન્યા. ૧૦૭ શિષ્યો તથા ૨૦૧ શિષ્યાઓના હિતચિંતક ગુરુદેવશ્રીનો સદા માટે વિરહ થઈ ગયો. અમર રહો પૂજ્ય ગુરુદેવશ્રી! (પૂજ્યશ્રીના વિસ્તૃત જીવન માટે પં. શ્રી રશ્મિરત્ન વિ. સંપાદિત ‘સૂરિ જિતેન્દ્ર જીવન જ્યોત’ તથા ‘નમામિ સૂર જિતેન્દ્ર' માં પૂજ્યશ્રીનું વિસ્તૃત જીવન છે.) સૌજન્ય : પ્રવર્તિની સા.શ્રી પુણ્યરેખાશ્રીજીના શિષ્યા સાધ્વી દર્શિતરેખાશ્રીજીના શિષ્યા સા.શ્રી સમકિતરેખાશ્રીજીની પ્રેરણાથી તેમના સંસારી પરિવારજનો તરફથી પ્રખર તપસ્વી, સાહિત્યસર્જક અને મહાન શાસનપ્રભાવક : વર્ધમાન તપોનિધિ, ૨૨૪ અદમતપના આરાધક Jain Education International પ.પૂ.આ.શ્રી વિજયપ્રભાકરસૂરિજી મ.સા પોતાના પરોપકારી અને પ્રભાવશાળી વ્યક્તિત્વને લીધે જિનશાસનના ચતુર્વિધસંઘનો જેમના પ્રત્યે અવિહડ રાગ રગરગમાં વ્યાપી વળેલો છે જિન શાસનનાં તેવા શ્રી વિજયપ્રભાકરવિજયજી મહારાજ પણ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં વિનય, વિવેક, મમતા, ઉદારતા, વિદ્વત્તા, વ્યવહારકુશળતા, પરોપકારિતાને લીધે અત્યંત લોકપ્રિય મહાત્માની ખ્યાતિ ધરાવે છે. જ્યાં ૨૫ જેટલાં જિનમંદિરો જિનશાસનની આલબેલ પોકારી રહ્યાં છે, જ્યાંથી અસંખ્ય ભવ્યાત્માઓ પ્રવ્રજ્યાના પુનીત પંથે પળ્યા છે, તે વિરાગનગરી રાધનપુરમાં શેઠ રતિભાઈ ભૂરાભાઈ દોશીનાં સુશ્રાવિકા ધર્મપત્ની હીરાબહેનની રત્નકુક્ષિએ સં. ૧૯૯૨ના ફાગણ વદ ૧ (ધૂળેટી)ને દિવસે તેઓશ્રીનો જન્મ થયો. પૂજ્યશ્રીનું સંસારી નામ બાબુભાઈ હતું. બાબુભાઈ કુસંગને પ્રતાપે બાલ્યકાળમાં ઉન્માર્ગે ચડી ગયા હતા, પરંતુ પૂ. મુનિવરોના સત્સંગે તરત જ સન્માર્ગે ચડી ગયા. છ વર્ષની કુમળી વયે આયંબિલની ઓળી કરવાનું મન થયું અને હોંશે હોંશે કરી. નાનપણથી જ ધાર્મિક સંસ્કારો સુદૃઢ અને સુવિકસિત થયા. કુટુંબ ધંધાર્થે મુંબઈ આવ્યું, તેમાં પરમ શાસનપ્રભાવક સુવિશાળ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજનાં પ્રવચનોની પ્રગાઢ અસર થઈ. માતાપિતાની ધાર્મિક વૃત્તિએ બાબુભાઈને પ્રોત્સાહન પૂરું પાડ્યું. તેઓ સંયમજીવનના પૂર્વસંસ્કરણ રૂપ અનેક વ્રત–નિયમો ધારણ કરવા લાગ્યા. જીવન સંયમ માટે, મોક્ષ માટે જ છે એવી દૃઢ શ્રદ્ધા સેવવા લાગ્યા. રાત્રિભોજન કે હોટલમાં ખાવાનું બંધ કર્યું. આસો વદ ૮થી કારતક સુદ ૫ સુધી મિષ્ટાન્ન લેતા નહીં. પોતાને વાપરવા મળતા પૈસા દીનદુ:ખીને આપી દેતા. ૧૪ વર્ષની ઉંમરે ચાર મિત્રોએ થોડા પૈસા ભેગા કર્યા અને મહાવીર જન્મકલ્યાણકના દિવસે ૭૦ પુણ્યવાનોને એક આનાની પ્રભાવના કરી હતી. બાબુભાઈની આ ધર્મપ્રવૃત્તિ અને ચારિત્રપ્રવૃત્તિથી પિતા રતિલાલ પણ ખૂબ જ રાજી રહેતા. તેઓ ઇચ્છતા કે પોતાની હયાતીમાં જ બાબુલાલની દીક્ષા થાય અને બન્યું પણ એમ જ. ભવતારિણી દીક્ષાદાતા પૂજ્યપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની પાવન નિશ્રામાં દાદરમુંબઈમાં સં. ૨૦૧૦ના મહા સુદ ૪ને શુભ દિવસે પ્રવ્રજ્યા સ્વીકારીને બાબુભાઈ ૧૭ વર્ષની યુવાન વયે પૂ. આ. શ્રી વિજયમુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય બની મુનિશ્રી પ્રભાકરવિજયજી નામે ઘોષિત થયા. અત્યાર સુધી તેમણે પાંચ ઉપવાસ પાંચ વખત, છ ઉપવાસ છ વખત, સાત ઉપવાસ, આઠ ઉપવાસ અગ્યાર વખત, નવ ઉપવાસ ત્રણ વખત તેમજ ૧૬ ઉપવાસ, ૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy