SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૯૪૦ના કાર્તિક સુદ ૧૧ના મંગલ દિને થયો હતો. સંસારી નામ ચિમનભાઈ હતું. તેઓ નાનપણથી ધાર્મિક અભ્યાસમાં ઘણી રુચિ દાખવતા હતા. ૫. પૂ. આચાર્યશ્રી વિજયનીતિસૂરિજી મહારાજના નિકટ પરિચયમાં આવી તેઓશ્રી ધર્મક્રિયામાં તત્ત્વજ્ઞ આરાધક તરીકે અત્યંત જાણીતા બન્યા. ધર્માભ્યાસ સાથે જપ-તપમાં પણ વધુ રસ દાખવવા માંડ્યા. ત્યાં યોગ્ય વયે, માતાપિતાના આગ્રહથી તેમનાં લગ્ન ફૂલીબહેન સાથે કરવામાં આવ્યાં. તે વખતના લોકમાનસને માન આપી તેઓશ્રી મુંબઈમાં શેઠશ્રી નગીનદાસ કરમચંદની પેઢીમાં ધર્મ સાથે અર્થોપાર્જનના પ્રશ્નને હલ કરવા જોડાયા હતા. સંસારમાં પડ્યા છતાં ધર્મભાવના એવી જ પ્રબળ અને કાર્યરત હતી. તેઓ વર્ધમાનતપની ઓળીની સળંગ આરાધના, વીતરાગ પ્રભુની અષ્ટપ્રકારી પૂજા, વ્યાખ્યાનશ્રવણ, સાંજે પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ આદિ ધર્મપ્રવૃત્તિ અનેક આરાધક પુણ્યાત્માઓ સાથે પાયધુની સ્થિત શ્રી ગોડીજી જૈન દેરાસર– ઉપાશ્રયમાં કરતા. ગોડીજીમાં સામાયિક-પ્રતિક્રમણ-પૌષધ આદિની સામૂહિક આરાધના પ્રસંગોપાત થતી. તેમાં તેઓશ્રી સૌના લાડીલા ધર્મનેતા બની રહ્યા. તેમની દેખરેખ અને દોરવણી નીચે અનુપમ હર્ષોલ્લાસથી ધર્મક્રિયાઓ થતી હતી. આવા ૮૦-૯૦ આરાધકોની એક મંડળી હતી અને તેના તેઓ આગેવાન હતા. આ સર્વ ધાર્મિક પ્રવૃત્તિઓના ફળસ્વરૂપે તેઓશ્રીએ મુંબઈમાં કુંભાર ટુકડામાં ભાડાના મકાનમાં શ્રી વર્ધમાન તપ આયંબિલ ખાતાની સ્થાપના કરી અને ખૂબ પ્રેમ, આદર અને ખંતથી અનેક પુણ્યાત્માઓને શ્રી વર્ધમાન આયંબિલ તપમાં જોડી આગળ વધાર્યા. મોહમયી મુંબઈ નગરીમાં આવી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનેક જીવોને સાંકળવા એ ઘણું કઠિન કાર્ય હતું, પરંતુ તેઓશ્રી એવાં કાર્યો સફળતાથી પાર પાડી ખૂબ અનુમોદનાને પાત્ર બન્યા હતા. ચિમનભાઈ પૂ. આગમોદ્ધારકશ્રીનાં તાત્ત્વિક વ્યાખ્યાનોથી ખૂબ પ્રભાવિત થયા હતા અને તેના પરિણામે વૈરાગ્યની ભૂમિકાએ સ્થિર થઈ, સંસારના કીચડમાંથી નીકળવા મથામણ કરવા લાગ્યા. તેમનાં ધર્મપત્ની ફૂલીબહેનની પ્રબળ મોહદશા અને બાધક મનોવૃત્તિના કારણે ધર્મમાર્ગે દોરનાર ઉપકારી પૂ. આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ પણ દીક્ષા આપવાના પ્રશ્ને દ્વિધામાં હતા, પરંતુ ચિમનભાઈનો સંકલ્પ દૃઢ હતો. અંતે પૂ. આગમોદ્ધારક આચાર્યદેવશ્રીની હૂંફ મળી. એક વખત ગોડીજીમાં ધર્મક્રિયામાં રસ લેતા ૮૦ જેટલા આરાધકોને એમ હતું કે ચિમનભાઈ પરિસ્થિતિવશ દીક્ષા લઈ Jain Education Intemational ૮૧૩ શકે તેમ નથી, પરંતુ ચિમનભાઈએ જોરદાર સંયમરંગ રાખ્યો. સ્તવનાદિ લલકારી બધાંને સંયમ તરફ વાળવા અભિગ્રહ આપવા માંડ્યો અને પ્રાંતે પોતે પણ વૈરાગ્યના માર્ગે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી ‘મુનિ શ્રી ચંદ્રસાગરજી' નામે સંયમજીવનનો સ્વીકાર કર્યો. દીક્ષા બાદ પૂજ્યશ્રીએ જ્ઞાનાભ્યાસમાં એકાગ્ર બની સિદ્ધહેમ વ્યાકરણ પર પ્રભુત્વ મેળવ્યું. શુદ્ધ પાઠો સાથે મૂળ માત્ર છપાવી અને ‘આનંદબોધિની' નામે સુંદર વિદ્વદ્ભોગ્ય ટીકા લખી, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન મેળવ્યું. પૂજ્યશ્રીની પ્રતિભા, વાણી, શક્તિ, પડછંદ કાયા, મેઘમલ્હાર સમો બુલંદ અવાજ તેમ જ ત્યાગ-તપ-સંયમનું ઓજસ્વી બળ સંઘમાં અનેક ધર્મકાર્યોની પરંપરા વધારનારું નીવડ્યું. માલવાની–ઉજ્જૈનની પુણ્યભૂમિમાં વીશમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનકાળમાં શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ નવપદજીની ચિરસ્મરણીય આરાધના કરેલી તે સ્થાન જીર્ણશીર્ણ બની ગયું હતું. તેનો પૂજ્યશ્રીએ આમૂલચૂલ ઉદ્ધાર કરાવી શ્રી સિદ્ધચક્રારાધન તીર્થની પુનઃ સ્થાપના કરી. ભવ્ય ધર્મશાળા, આયંબિલ ખાતું, જ્ઞાનમંદિર, ભોજનશાળા, ઉપાશ્રય આદિના નિર્માણ સાથે શ્રીપાલ–મયણાસુંદરીની નવપદ આરાધનાની ભૂમિ સાથે સંલગ્ન પ્રાચીન છ-સાત દેરાસરોનો ઉદ્ધાર કરી, શ્રી કેશરિયાજીની દેહપ્રમાણ તે જ વર્ણની નવી પ્રતિમા ભરાવી તેની સ્થાપના કરી, જે પ્રતિમા સમક્ષ શ્રીપાલ મહારાજા અને મયણાસુંદરીએ આરાધન કરેલ તે પ્રતિમાજી હાલ લેવાજીમાં કેશરિયાજી તરીકે પ્રખ્યાત છે એ લોકોક્તિને ચિરંજીવ બનાવી. આથી સમગ્ર ઉજ્જૈન જૈન સંઘનો પણ પુનરુદ્ધાર થયો અને વિકાસ થયો. માલવામાં પણ અનેક ગામોમાં જૈનધર્મની ઝાંખી બનેલી છાયાને તેજસ્વી બનાવી. પૂજ્યશ્રીને પાલિતાણામાં પૂ. આગમોદ્ધારક આચાર્યદેવના વરદ હસ્તે સં. ૧૯૯૮માં ગણિપદ અને પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા અને ૨૦૦૭ના મહા સુદ ૧૦ના મંગલ દિને પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સુરત– ગોપીપુરામાં મહોત્સવપૂર્વક આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. તેઓશ્રીએ નવપદ આરાધક સમાજ અને પછી શ્રી સિદ્ધચક્ર આરાધક સમાજની સ્થાપના કરી. આજે પણ પ્રતિવર્ષે હજારો આરાધકો આ સમાજની દોરવણી નીચે શ્રી સિદ્ધચક્રજીની ઓળીની આરાધના કરે છે. પૂજ્યશ્રીએ શ્રી વર્ધમાન આયંબિલ તપની શ્રી નવકાર મહામંત્રના ૬૮ અક્ષર પ્રમાણ ૬૮ ઓળી કરી હતી. તેમ જ નવપદજીની ૧૧૪ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy