SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૫ કેસરી’ તરીકે જ ઓળખાતા રહ્યા. પૂ. આ. શ્રી વિજય યશોદેવસૂરીશ્વરજી મહારાજનું સ્થાન વિશિષ્ટ હતું. સૌજન્ય : પૂ. પંન્યાસશ્રી શિવાનંદવિજયજી મ. સા.ની પ્રેરણાથી શ્રી મહાવીર સ્વામી જૈન શ્વેતામ્બર મંદિર ટ્રસ્ટ, બેંગલોર ઝળહળતાં નક્ષત્રો મેળવી. બજારમાં પેઢીની આબરૂ પણ ખૂબ વધારી. આ બધું પ્રાપ્ત છતાં તેમને મન તો જિનપૂજા, પ્રવચનશ્રવણ, જપ-તપ અને આરાધના જ મુખ્ય હતાં. વિ. સં. ૧૯૮૧માં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજ, પૂ. પં. શ્રી પ્રેમવિજયજી મહારાજ તથા પૂ. મુનિશ્રી રામવિજયજી મહારાજનું ચોમાસું અમદાવાદમાં હતું. પ્રવચનમાં માનવમેદનીનો પાર રહેતો નથી. ગુરુ ભગવંતોની અભિલાષા ફકત “સવિ જીવ કરું શાસનરસી’ હોય છે. તેઓ આવેલ તકોને સાધી લે છે. પૂ.પં. શ્રી પ્રેમવિજયજી મહારાજે શ્રાદ્ધરત્નો પારખી લીધાં અને એક દિવસ પષધમાં રહેલા શ્રાવકોને પૂછ્યું, “બોલો ભાઈ, આ જેસિંગભાઈ ચારિત્ર લે તો તેમની સાથે કોણ કોણ તૈયાર છે?” આ વાતમાં આરાધકોએ સારો એવો ઉત્સાહ દર્શાવ્યો. સારા એવા અભિગ્રહો થયા. જેસિંગભાઈએ પણ નિર્ણય જણાવ્યો કે, “આવતા ચોમાસા પહેલાં દીક્ષા લેવી, નહીંતર અષાઢી ચૌદશથી ઉપવાસ કરવા.” આવા અભિગ્રહથી સર્વ કુટુંબીજનો અકળાઈ ઊઠ્યા, પણ જેસિંગભાઈ તેમના નિર્ણયમાં મક્કમ હતા. આખરે તેમની મક્કમતાનો વિજય થયો. સં. ૧૯૮૧ના ફાગણ સુદ બીજનો દિવસ દીક્ષા ગ્રહણ માટે નક્કી થયો. એ પુણ્ય દિવસ આવી પહોંચતાં પૂ.આ. શ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જેસિંગભાઈએ અને બીજા પણ સાથીઓએ દીક્ષા ગ્રહણ કરી. જેસિંગભાઈ મટી મુનિશ્રી જશવિજયજી બની ગયા. સંસારનો ત્યાગ કરી, ત્યાગના માર્ગે શ્રી રામવિજયજીના શિષ્ય બની ગયા. આ દીક્ષા-મહોત્સવની ભવ્યતા નીરખી પૂ. આ. શ્રી વિજયવલ્લભસૂરિજી મહારાજે પણ મુક્તકંઠે પ્રશંસા કરી કે, “યહ તો ઇસ કાલકે શાલિભદ્ર કી દીક્ષા હુઈ.” દીક્ષા બાદ મુનિશ્રી જશવિજયજી જ્ઞાનસાધનામાં લયલીન બની ગયા. સંયમજીવનની ક્રિયા કરવામાં એકતાન બની, ગુજ્ઞાનું પાલન-વિનયાદિ ગુણ સાધવામાં ઉત્સુક બની, અન્ય મુનિરાજો માટે એક આદર્શરૂપ બન્યા. સંયમયાત્રામાં પ્રગતિ કરતા રહ્યા. યોગ્યતા પ્રમાણે સં. ૧૯૯૫માં ગણિ-પંન્યાસપદ, સં. ૨૦૦૪માં ઉપાધ્યાયપદ અને સં. ૨00ષમાં આચાર્યપદે આરૂઢ થઈ આચાર્યશ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી તરીકે જાહેર થયા. પૂજ્યશ્રીની સંયમસાધનામાં તેમ જ શાસનપ્રભાવનામાં પણ અગ્રેસર રહ્યા. તેઓશ્રીએ મહારાષ્ટ્ર અને ખાનદેશમાં વિચરી ત્યાંની પ્રજામાં ધર્મશ્રદ્ધાનું અદ્ભુત સિંચન કર્યું. અનંતા ઉપકાર કર્યા. જે મહારાષ્ટ્ર કદી વીસરે તેમ નથી. મહારાષ્ટ્રમાં તેઓ “મહારાષ્ટ્ર ગુર્વાશાને જીવનમંત્ર બનાવનારા, તપોમૂર્તિ, પરમ સહિષ્ણુ પૂ. આ.શ્રી વિજયત્રિલોચનસૂરિજી મ. પૂજય આચાર્યશ્રી વિજયત્રિલોચનસૂરિજી મહારાજનો જન્મ પવિત્ર અને ધર્મવાસિત એવા સ્થંભનતીર્થ (ખંભાત)માં સં. ૧૯૫૪ના માગશર વદ ૧૧ને દિવસે થયો હતો. તેમના પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ જયકારબહેન અને તેમનું પોતાનું જન્મનામ ત્રિભુવન હતું. ત્રિભુવને બાલ્યવયમાં જ પિતાનું છત્ર ગુમાવ્યું હતું, પણ વહાલસોયી માતાએ બેવડી જવાબદારી સંભાળી પુત્ર ત્રિભુવનમાં ઉચ્ચ સંસ્કારો અને સગુણોનું આરોપણ કર્યું. સમય જતાં માતાને પુત્રને પરણાવવાના કોડ જાગ્યા. માતાના આગ્રહને વશ થઈ ત્રિભુવને સંસાર તો માંડ્યો, પણ તેમનું મન સંસારમાં લાગ્યું નહીં. તેમાં એક પુત્રીનો જન્મ થયો. સંસારનું બંધન વધ્યું અને સાથે તેમની મનોવેદના પણ વધી. તેઓ દીક્ષા લેવાનો નિશ્ચય કરી, હવે કોનું શરણ લેવું તે વિચારવા લાગ્યા. એવામાં પ્રખર ત્યાગી–વેરાગી પૂ. મુનિ શ્રી જશવિજયજી (આચાર્યશ્રી વિજયયશોદેવસૂરિજી) મહારાજનું અપ્રમત્ત સંયમજીવન જોઈ તેઓશ્રીનું શરણું લેવાનું નક્કી કર્યું. પ્રવ્રજ્યાના માર્ગે જવા માટે તેઓ જ નહીં, તેમનાં ધર્મપત્ની પણ તત્પર બન્યા. સં. ૧૯૮૯ના જેઠ વદ ૧૧ને દિવસે ખંભાતમાં પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયદાનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે ભાગવતી પ્રવ્રયા અંગીકાર કરી અને પૂ. મુનિશ્રી જશવિજયજીના શિષ્ય તરીકે મુનિશ્રી ત્રિલોચનવિજયજી નામે ઘોષિત કરવામાં આવ્યા અને તેઓશ્રીનાં ધર્મપત્નીને સાધ્વીશ્રી ઇન્દ્રશ્રીજી નામે જાહેર કરવામાં આવ્યાં. જેની ઝંખના ઊંડે ઊંડે વર્ષોથી ભરી હતી તે પ્રાપ્ત Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy