SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૬ જિન શાસનનાં સતતીર્થ સ્થાપક, યોગદિવાકર આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય આનંદઘનસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ અંગીકાર કર્યું. વિ.સં. ૨૦૪૩ના વૈશાખ વદ-૬ તા. ૧૮-૫-૧૯૮૭ના શ્રી માણીભદ્ર વીર જૈન શ્વે. તીર્થ આગલોડ મુકામે પૂજ્યશ્રીની દીક્ષા થઈ અને નામ રાખવામાં આવ્યું. મુનિ શ્રી પ્રદીપચંદ્રવિજયજી મ.સા. તેઓશ્રીની વડી દીક્ષા વિ.સં. ૨૦૪૩ના જેઠ સુદ-૧૦ના અમદાવાદ મુકામે થઈ. સંયમ ગ્રહણ કર્યા બાદ સમર્પણભાવ ધારણ કરવા સાથે વિનય-વૈયાવચ્ચ જ્ઞાન પ્રાપ્તિની તાલાવેલી સાથે સંસ્કૃત, ન્યાય, કાવ્યકોષ, આગમગ્રંથો, જ્યોતિષ શાસ્ત્ર અને વિવિધ દર્શનશાસ્ત્રો આદિનો પારગામી અને તલસ્પર્શી અધ્યયન કર્યો. તેમના પૂજય ગુરુદેવશ્રીની આજ્ઞા અને આશીષથી ઇડરગઢ પહાડ પર નિયમિત એકાસણાની તપશ્ચર્યા સાથે સળંગ બે વર્ષ સુધી રહીને આત્મકલ્યાણાર્થે આરાધના કરેલી છે. તેઓશ્રીની સૂક્ષ્મપ્રજ્ઞા, વિશિષ્ટ ક્ષયોપશમ, ગંભીરતા, નમ્રતા, સરળતાદિ ગુણોના કારણે તેમના પૂજ્ય ગુરુદેવશ્રીએ યોગ્યતા જોતા તેમના જ દીક્ષા સ્થળ શ્રી માણિભદ્ર વીર જૈન થે. તીર્થ આગલોડ મુકામે વિ.સં. ૨૦૫૪, વૈશાખ સુદ-૬, શુક્રવાર તા. ૧-૫-૧૯૯૮ના ઉપાધ્યાયપદે અલંકૃત કર્યા. અનેકવિધ શાસનના કાર્યો કરતા પૂજ્યશ્રીની ઉત્તરોત્તર વધતી જતી યોગ્યતા જોતા નાની વયે જ સંપ્રતિ મહારાજાના જિનબિંબથી યુક્ત શ્રી વટપલ્લી (વડાલી) શત્રુંજયધામતીર્થે વિ.સં. ૨૦૬૦, મહાસુદ-૧૪, ગુરુવાર તા.૫-૨-૨૦૦૪ના આચાર્યપદે આરૂઢ કર્યા અને શાસનની જવાબદારી સોંપી. શાસનના અનેકવિધ કાર્યો જેમકે પ્રતિષ્ઠા, ઉપધાન, દીક્ષા, છ'રી પાલિત સંઘ, નવ્વાણું યાત્રા, શિબિરો આદિના પૂજ્યશ્રી સફળ સંચાલક તેમજ કુશળ માર્ગદર્શક છે. તેમજ આવા અનેક આયોજનોમાં પૂજ્યશ્રીએ તેમના ગુરુદેવશ્રીની સાથે રહી નિશ્રા પ્રદાન કરી છે. તેઓશ્રીના શિષ્ય પરિવારોમાં પૂ.મુનિશ્રી મહાહંસવિજયજી મ.સા. આદિ મુનિ ભગવંતો છે. પૂજ્યશ્રી મૌલિક અને તાત્ત્વિક પ્રવચન શક્તિ ધરાવવાની સાથે બહુમુખી પ્રતિભાસંપન્ન, વિદ્વાન અને વિશ્રુત ગુરુભગવંત છે તેમને લાખ લાખ વંદનાઓ. સૌજન્ય : ગુરુભક્તો તરફથી Phones : 23464552/23444708 23441937/ 66312266 Fax : 91-22-23443632 E-mail: rnco@vsnl.com website : www.rnagardas.com Tel_6638251423540021723540022 Fax : 91-22-23540023 zaveri@dilipkumarandco.com www.dilipkumarandco.com With Best Compliments From With Best Compliments From R. NAGARDAS & COMPANY Diliphumar go Ca RAW MATERIALS FOR PAINTS PLASTICS COATINGS OPRINTIG INKS ORUBBER & ALLIED INDUSTRIES CHEMICALS OSOLVENTS OPIGMENTS & ADDITIVES Pharmaceutical Raw Materials Animal Feed Supplements 179, SAMUEL STREET, 1ST FLOOR, (KHOJA GALLI), MASJID BUNDER, MUMBAI-400009 606, 6th Floor, Arun Chambers Tardev Main Road, Mumbai - 400 034 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy