SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦૪ ૩૬ ગુણોથી યુક્ત એવા આચાર્યપદે આરૂઢ કરવા માટે ભક્તિસૂરિ સમુદાય તથા શ્રી ૧૦૮ પા.ભ.વિ. જૈન ટ્રસ્ટના સમગ્ર ટ્રષ્ટિગણની ઇચ્છાનુસાર આ પંન્યાસજી મ.નો ભવ્યાતિભવ્ય . આચાર્યપદ પ્રદાન સમારોહ પ્રસંગ ૨૦૬૨ વૈશાખ સુદિ–૧૦ (પ્રથમ), તા. ૭-૫-૨૦૦૬ રવિવારના શુભ દિને પ્રભાતે શુભ મંગળ યોગે શ્રી ભક્તિવિહાર જૈન ટ્રસ્ટના આંગણે ભારે આનંદ ઉલ્લાસથી, હજારોની મેદની વચ્ચે સુસંપન્ન થયો. પૂ.આ.શ્રી અત્યારે અનેક સંઘોમાં વિચરી શાસનપ્રભાવનાના અદ્ભુત કાર્યો કરી રહ્યા છે. પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યો મુનિશ્રી પ્રશાંતશેખર મ.સા., મુનિશ્રીનયશેખર મ.સા., મુનિશ્રી રાજશેખર મ.સા. સૌજન્ય : પાલનપુરનિવાસી (હાલ મુંબઈ) રસિલાબેન અરવિંદભાઈ શાહ પરિવાર તરફથી પ્રાચીન તીર્થોદ્ધારક....શાસનપ્રભાવક...માલવ શિરોમણિ પ.પૂ. આ.શ્રી હર્ષસાગરસૂરિજી મ.સા. તપાગચ્છીય સાગરસમુદાયના એક અણમોલ જવાહિરનો જન્મ કપડવંજ (ગુજરાત)ની ધન્ય ધરા પર સં. ૨૦૧૮માં થયો. પિતાશ્રી ત્રંબકભાઈ અને માતાશ્રી સુશીલાબહેનના લાડપ્યારમાં મિનેશકુમારનો ઉછેર થયો. માતાપિતાના ધર્મસંસ્કારોએ તેમની વિકાસયાત્રાથી સૌ કોઈ મુગ્ધ બની રહેતા. ચૌદ વર્ષની બાલ્ય અવસ્થામાં જ વૈરાગી બની મિનેશકુમારે પોતાની સંયમરૂપી જીવન નૌકાને સુવિશાલ ગચ્છાધિપતિ પૂ.આ.ભ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજાના ચરણોમાં સમર્પિત કરી પૂ. ગુરુદેવની અસીમકૃપાથી પૂજ્યશ્રીએ અલ્પ દીક્ષા પર્યાયમાં અનેક પ્રકરણગ્રંથ, કર્મગ્રંથ, જ્યોતિષગ્રંથ અને આગમગ્રંથોનું વિશેષ પ્રમાણમાં અધ્યયન કર્યું. અને આઠ વર્ષના નાનકડા દીક્ષાપર્યાયમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજા આ તમામ કાર્યભારના ઉત્તર સાધક બની સમુદાયની સેવા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરી પોતાની આગવી સૂઝ-બૂઝની સૌને પ્રતીતિ Jain Education Intemational. જિન શાસનનાં કરાવી. નાની વયમાં જ કોઈપણ અઘરા કહેવાતા શાસનકાર્યોની જવાબદારી માથે લઈ કાર્ય સફળતા પામવી એ એમના જીવનનો લાક્ષણિક ગુણ રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કોંકણ, મધ્યપ્રદેશ, રાજસ્થાન આદિ અનેક પ્રાંતોમાં વિચરીને હજારો લોકોને ધર્મયુક્ત અને ધર્મચુસ્ત બનાવ્યાં. વ્યવહારમાં કુશળતા, હૃદયમાં ઉદારતા, સ્વભાવમાં નમ્રતા, વાણીમાં મધુરતા, ચહેરા પર હસમુખતા, કાર્યમાં બુદ્ધિમત્તા, અંતરમાં સરળતા આદિ અનેક ગુણોથી તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ શાસન વચ્ચે ઊપસી આવ્યું છે. પૂ.આચાર્યશ્રી પ્રખર વક્તા, લેખક, શાસનપ્રભાવક તીર્થોદ્ધારક પ્રભાવશાળી યુવાપ્રણેતા સંતરત્ન છે. નવકાર મહામંત્રની વિશિષ્ટ સાધના-આરાધના અને પ્રવચનકલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરવાની ગજબની કલા છે. મીની પાલિતાણા નામથી જગપ્રસિદ્ધ કાત્રજ પૂના સ્થિત જૈન આગમતીર્થનું વિશાળ મંદિર, વિશાળ ધર્મશાળા ભવન આદિના નિર્માણકાર્યમાં પૂજ્યશ્રીના માર્ગદર્શન અને દેખરેખમાં મુખ્ય ભૂમિકા રહી છે. તીર્થના વિકાસમાં કુશળ સંચાલન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. સાત શિષ્યો પ્રશિષ્યોના તારણહાર અને સમગ્ર જૈન ચાતુર્માસસૂચિ (મુંબઈ)ના આદ્યપ્રેરક અને માર્ગદર્શક રહ્યાં છે. પૂના સ્થિત કાત્રજ આગમતીર્થના નિર્માણની સાથે સાથે ઓસવાલ મંદિર, ડી.એસ.કે. સોસાયટી, કુમાર ગેલેક્સી, વિઠ્ઠલવાડી અને ઇન્દ્રપ્રસ્થ ઋતુરાજ સોસાયટી, સાંગલી જેવા પૂનાના વિવિધ સંઘોના જિનમંદિર આદિ તથા બારામતી, સાંગલી, નિગડી, ખંડાલા, ચોક, પરલી, પોયનાડ, અલીબાગ, દાપોલી, અંધેરી સ્પોર્ટ કોમ્પ્લેક્સ, મલાડ, વાલકેશ્વર, પ્રાચીનતીર્થ ઢંકગિરી, પરાસલી, વહી, ઘસોઈ આદિ માલવાનાં અનેક તીર્થો, મંદિરો અને સંઘના સફળ પ્રેરક માર્ગદર્શક રહ્યાં છે. માલવામાં એક જ વર્ષના વિચરણકાળમાં એટલા બધા પ્રભાવક કાર્યો તેઓશ્રીના સાનિધ્યમાં થયાં કે શ્રીસંઘ દ્વારા માલવ શિરોમણિનું બિરુદ પંન્યાસપ્રવર હતા ત્યારે જ આપવામાં આવ્યું હતું. વિશ્વવિખ્યાત મહારાષ્ટ્રના પૂના-કાત્રજ મહાતીર્થમાં જિનશાસનપ્રભાવક સાગરસમુદાયરત્ન માલવશિરોમણિ પૂ.પં.શ્રી હર્ષસાગરજી મ. સં ૨૦૬૨, ફાગણ વદ– ૨, શુક્રવાર તા. ૧૭ માર્ચ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy