________________
ઝળહળતાં નક્ષત્રો
મહિમાવંતી તીર્થોથી મંડિત મરૂધરભૂમિમાં સંયમની ખાણ સમાન માલવાડા નગરને જન્મથી પાવન કરનારા સુણતર સમાજનાં પ્રથમ આચાર્ય ભગવંત શાંતિદૂત, ગચ્છાધિપતિ, જૈનાચાર્ય પ.પૂ.શ્રીમદ્ વિજય નિત્યાનંદસૂરીશ્વજી મ.સા. વિશ્વમાં સર્વત્ર શાંતિ, સાવ, સહયોગ, સૌહાર્દના સમર્થક, રાષ્ટ્રીય વિચારધારાઓમાં આધ્યાત્મિક અભિવ્યક્તિના પ્રખર પ્રવક્તા, આત્મ વલ્લભ દર્શનને આચરણ દ્વારા ચરિતાર્થ કરી ભૌતિકવાદના ત્રાસમાં સર્વત્ર સર્વધર્મ |સદ્ભાવ રાખી સર્વજન કલ્યાણ માટે ચેતના અને વિકાસનો શંખનાદ
કરનારા, જિનશાસનમાં અગણિત કાર્યો શાંતિ અને સરળતાથી પૂર્ણ કરનારા આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય નિત્યાનંદ સૂરીશ્વરજી મ.સા.ના અસાધારણ વ્યક્તિત્વથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.
ભારતની રાજધાની દિલ્હીમાં શ્રી ચીમનલાલજી જૈનનાં ધર્મપરાયણા પત્ની શ્રીમતી રાજરાનીની કુક્ષિએ તેઓશ્રીનો જન્મ થયો. અનિલ, સુનીલ તથા પ્રવીણ ત્રણેય પુત્રોથી પોતાનો ભાગ્યભંડાર ભરેલો જોઈ માતાપિતા અપાર ખુશ થતાં. મહાતીર્થ હસ્તિનાપુરીજીમાં માતાનાં હાલરડાંની સાથે સત્સંસ્કારોનું પણ સંવર્ધન થવા લાગ્યું.
માતા–પિતાના ધર્મસંસ્કારોનું અમૃત પીનાર ત્રણેય બાળકોને સંસારની વિલાસિતાની ચમકદમક પ્રભાવિત ન કરી શકી. પરિવારમાં દીક્ષાની વાત નીકળતાં બંને મોટાભાઈઓની વાતને સમર્થન આપતાં એમણે કહ્યું : “અમે નાના હોવા છતાં સંયમ પાલનમાં શૂરવીર સાબિત થશું.” પુત્રોની પ્રબળ ભાવના સમજી સં. ૨૦૨૪ના માગશર સુદી દશમને દિવસે માત્ર નવ વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના બડૌત શહેરમાં જિનશાસનરત્ન, શાંત તપોમૂર્તિ, રાષ્ટ્રસંત આ.ભ. શ્રીમદ્ વિજય સમુદ્ર સૂરીશ્વરજી મ.સા.નાં કર-કમળોએ માતાપિતા, ત્રણે ભાઈઓ અને બાબાજી—કુલ છ સભ્યોએ એક સાથે ભાગવતી પ્રવ્રજ્યા ગ્રહણ કરી. સ્વ-પર-કલ્યાણાર્થ જીવન સમર્પિત કર્યું. ગુરુ સમુદ્રએ મુનિશ્રી નિત્યાનંદવિજય નામ આપી સંસારી પિતા
Jain Education Intemational
૮૦૧
મુનિ શ્રી અનેકાંતવિજયજી મ.સા.ના શિષ્ય ઘોષિત કર્યા.
ગુરુ સમુદ્રની છત્રછાયામાં બાલ મુનિઓનો સર્વાંગી વિકાસનો આરંભ થયો. એમણે સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, વ્યાકરણ, સાહિત્ય સહિત જૈનાગમો તલસ્પર્શી અધ્યયન કર્યું. બાળવયમાં જ પ્રવચન-પ્રવિણતા પ્રાપ્ત કરી તેઓએ ગુરુ સમુદ્રના પત્ર વ્યવહારનો સંપૂર્ણ ભાર ઉપાડી લીધો અને તેર વર્ષની ઉંમ૨થી જ ગુર્વાશાથી વિવિધ વિવાદોના નિર્ણય આપવા લાગ્યા. દસ વર્ષ સુધી તેમણે આ જવાબદારી નિભાવી.
ગુરુવર્ય ઇન્દ્રના અંગત સચિવ મુખ્ય સલાહકાર તરીકે વર્ષો સુધી કામ કરી અનેક સમુદાય–વિકાસનાં કાર્યો કર્યાં. એમની નિર્ણયશક્તિ, વિનયવિવેક, શાસનસેવાની ઉત્કંઠાથી પ્રભાવિત થઈ પરમાર ક્ષત્રિયોદ્ધારક ચારિત્ર ચૂડામણિ આ.ભ. શ્રીમદ્ વિજય ઇન્દ્રદિન સૂરીશ્વરજી મ.સા.એ એમને વિ.સં. ૨૦૪૪માં ઠાણામાં ગણિ પદવી, વિ.સં. ૨૦૪૭માં વિજય વલ્લભ સ્મારક, દિલ્હીમાં પંન્યાસ પદવી થા વિ.સં. ૨૦૫૦માં તીર્થાધિરાજ શ્રી શત્રુંજયતીર્થ-પાલિતાણામાં આચાર્યપદવીથી વિભૂષિત કરતાં ઉત્તર ભારતીય ક્ષેત્રોની દેખરેખની જવાબદારી સોંપી.
જાલના (મહારાષ્ટ્ર)ના બે ફિરકાઓનો વિવાદ એમણે માર્મિક પ્રવચનો દ્વારા ઉકેલ્યો અને દ્વેષના દાવાનળને પ્રેમગંગાથી બુઝાવી નાખ્યો. પરિણામે સકળ સંઘે તેમને ‘શાંતિદૂત’ પદથી અલંકૃત કર્યા. ગંગાનગરમાં આત્મવલ્લભ કન્યા મહાવિદ્યાલયની સ્થાપનાની પ્રેરણા આપી નારી–ઉત્કર્ષનું કામ કર્યું. તેથી સકળ સંઘે ‘શિક્ષા-સંત’ પદથી વિભૂષિત કર્યા. પીલીબંગા, હનુમાનગઢ, સૂરતગઢ, નોહર ભાદરા વગેરે ક્ષેત્રોમાં મંદિરોના જીર્ણોદ્ધારનાં કરેલાં અગણિત કાર્યોના કારણે ‘જીર્ણોદ્ધારપ્રેરક’ પદથી તેમને અલંકૃત કરાવ્યા. ખૌડ, ચાતુર્માસ દરમ્યાન ૩૬ કોમનાં અગ્રગણ્ય લોકોએ જ્ઞાનગંગા ભગીરથ’ પદથી તથા તીર્થ, મંદિર અને ધર્મ–સાધના કેન્દ્રોના જીર્ણોદ્વાર– કાર્યના પરિણામે ૧૯ કલ્યાણકોની ભૂમિ અયોધ્યા તીર્થ–સકળ શ્રી સંઘ દ્વારા ‘કલ્યાણક તીર્થોદ્ધારક' પદથી અને ગોડવાડ ક્ષેત્રના લાટાડા ગામમાં સંક્રાંતિ કાર્યક્રમમાં સ્થાનકવાસી સંપ્રદાયના તો સામાન્ય સંત શ્રી રૂપ મુનિજી મ.સા.એ એમને શાલ ઓઢાડી ‘પંજાબ માર્તંડ' પદથી સમ્માનિત કર્યા.
શ્રીમદ્ નિત્યાનંદસૂરીશ્વરજી મ.સા.ના અભિનંદનીય ગુણોથી આકર્ષાઈ દિગંબરાચાર્ય શ્રી પુષ્પદંત સાગરજી મહારાજે પોતે ઉપાશ્રયે આવી વિવિધ વિષયો પર વિચારવિનિમય કર્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org