________________
૭૯૪
૫. પૂ. આચાર્ય શ્રી રત્નભૂષણસૂરિજી મહારાજ
પૂ.આ. શ્રી રત્નભૂષણસૂરિજી મ.નો જન્મ સં. ૧૯૯૩ના શ્રાવણ સુદ ૬ને દિવસે મોસાળ જેતપુર (કાઠી) ગામે સોરઠ વીસા શ્રીમાળી જ્ઞાતિમાં થયો હતો. તેમનું નામ રમેશચંદ્ર હતું. પિતા જીવણલાલ દોશી અને માતા છબલબહેનનાં બે સંતાનોમાં રમેશચંદ્ર મોટા હતા. તેમનાથી
ચાર વર્ષ નાના છબીલદાસ હતા. રમેશચંદ્રની માત્ર છ વર્ષની ઉંમરે માતા સ્વર્ગવાસી બન્યાં. દાદીમા કપૂરબહેને બંનેને ઊછેરીને મોટા કર્યા. કુટુંબ ખૂબ ધર્મપરાયણ હતું, તેથી રમેશચંદ્રે બાળવયમાં સારા એવા સંસ્કાર પામી, માત્ર ૧૦ વર્ષની વયે પાંચ પ્રતિક્રમણનો ધાર્મિક અભ્યાસ સંપન્ન કર્યો. બાલવયમાં જ અતિચાર પણ મોઢે કર્યાં અને સંવત્સરી પ્રતિક્રમણમાં બોલીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યાં. ધોરાજી પાસેના પોતાના વતનના મોટીમારડમાં વ્યાવહારિક પ્રાથમિક અભ્યાસ, માધ્યમિક અભ્યાસ અમરેલીમાં અને પિતાશ્રી ધંધાર્થે કલકત્તા વસવાટ કરતાં ત્યાં હાઇસ્કૂલમાં અંગ્રેજી માધ્યમથી અભ્યાસ કરી મેટ્રિક પાસ થયા. સં. ૨૦૦૯માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ કલકત્તા પધારતાં, તેઓશ્રીના સમાગમથી આ ધર્મપરાયણ કુટુંબમાં વૈરાગ્યની ભાવના પ્રગટી. તેમાં સં. ૨૦૧૩માં અષાઢ સુ. ૩ના શુભ દિવસે પિતા જીવણલાલભાઈએ દીક્ષા અંગીકાર કરી. પૂ.આ. શ્રી વિજય માનતુંગસૂરિજી મહારાજના શિષ્ય મુનિશ્રી જયભૂષણવિજયજી નામે જાહેર થયા. ત્યારબાદ સં. ૨૦૧૪માં, અમદાવાદમાં બીજા શ્રમણસંમેલનના ઐતિહાસિક પ્રસંગ પછી તુરત જેઠ સુદ ૬ના દિવસે રમેશચંદ્રે પૂ. આ. શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી (બાપજી) મહારાજના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી, પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિજય જિતમૃગાંકસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ રત્નભૂષણવિજયજી નામે ઘોષિત થયા. એ જ રીતે કુટુંબના છેલ્લા સભ્ય છબીલદાસે પણ સં. ૨૦૧૮માં ચૈત્ર વદ પાંચમને દિવસે અમદાવાદમાં દીક્ષા અંગીકાર કરી. તેઓશ્રી સંસારી પક્ષે મોટાભાઈ પૂ. રત્નભૂષણ-વિજયજી મ.ના શિષ્ય મુનિશ્રી કુલભૂષણવિજયજી બન્યા. પૂજ્યશ્રીએ ૩૫ ઉપવાસ, બે
Jain Education International
જિન શાસનનાં
માસખમણ, વરસીતપ, સિદ્ધિતપ સંસ્કૃત બે બુક ન થાય ત્યાં સુધી છ વિગઈનો મૂળથી ત્યાગ, વજ્રોની વૈયાવચ્ચમાં અગ્રેસર આમ કુટુંબના સર્વસભ્યો, ત્યાગ માર્ગનો સ્વીકાર કરી, જિનશાસનને ચરણે જીવન સમર્પિત કરી, શાસનશોભામાં વૃદ્ધિ કરી રહ્યા છે.
પૂ. મુનિશ્રી રત્નભૂષણિવજયજી મહારાજે દીક્ષા લીધા પછી પણ ધર્માભ્યાસમાં ખૂબ આગળ વધી વિશદ અને ઊંડુ જ્ઞાન પ્રાપ્ત કર્યું. શરૂઆતમાં ‘સિદ્ધહેમ વ્યાકરણ’, ‘ન્યાયશાસ્ત્ર’ વગેરેનો તેમ જ ૪૫ આગમોનો ટીકા સહિત ગુરુમુખે અભ્યાસ કર્યો. તેઓશ્રીએ દસેક ધર્મગ્રંથો લખ્યાં જેમાં ‘રત્નચિંતન' પુસ્તકમાં પોતાના ચિંતનનો ખજાનો આપ્યો છે. તેઓશ્રીએ દીક્ષા લીધી ત્યારથી તે સં. ૨૦૩૨માં પૂ. ગુરુ મહારાજ સ્વર્ગવાસ પામ્યા ત્યાં સુધી એક પણ દિવસના વિયોગ વિના સતત ગુરુસેવા કરી આજીવન અંતેવાસી બની ગુરુદેવની અનન્યકૃપા અને આશીર્વાદ મેળવ્યાં છે અને એ ગુરુકૃપા બળે આજે પણ પૂજ્યશ્રી સંયમની આરાધના, આધ્યાત્મિક સાધના અને જ્ઞાનની ઉપાસનામાં ઉત્તરોત્તર વૃદ્ધિ કરી રહ્યા છે. પૂજ્યશ્રીની આવી ઉત્કૃષ્ટ યોગ્યતા જાણીને તેમને સં. ૨૦૪૫ના પોષ વિંદ ૧–ને દિવસે ગણિ–પંન્યાસ પદથી વિભૂષિત કરવામાં આવ્યા. તેમ જ સં. ૨૦૫૦ના મહા સુદ ૮ના દિવસે આચાર્ય-પદથી વિભૂષિત કરવામાં આવ્યા. પૂ. આચાર્યશ્રી રત્નભૂષણ-સૂરિજી મ. સ્વ-પર કલ્યાણ માર્ગે આગળ વધી વિવિધ ધર્મકાર્યો દ્વારા આગળ વધી સારી એવી શાસનપ્રભાવના પ્રવર્તાવી રહ્યા છે. તેઓશ્રીએ વરસી તપ, અઠ્ઠાઈ, જ્ઞાનપંચમી, નવપદની ઓળીઓ વગેરે તપસ્યા કરી છે. સિદ્ધગિરિજીની ૯૯ યાત્રા અને તેમાં છટ્ટપૂર્વક સાત યાત્રા કરી હતી. પૂજ્યશ્રીએ પ્રાચીન હસ્તપ્રતોનું સંશોધન તેમ જ પ્રાચીન પદ્ધતિ મુજબ અત્યારે પણ લહિયાઓ પાસે આગમાદિ શાસ્ત્રગ્રંથો લખાવવાનું કાર્ય કરાવી રહ્યાં છે. તેઓશ્રીએ દરેક ધર્મગ્રંથોનું સંપાદન કરેલ છે અને તે પ્રકાશિત થયેલ છે. તેમાં ‘અધ્યાત્મ રત્નમંજૂષા’ અને ‘આરાધનાનું મંગલમય ભાથું' એ બે નોંધપાત્ર છે. પૂજ્યશ્રીની નિશ્રામાં શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો સુસંપન્ન થયાં છે-જેવાં કે, પ્રભુપ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ, છ'રીપાલિત યાત્રા સંઘો, નાની મોટી સામુદાયિક આરાધનાઓ, ઓચ્છવ–મહોત્સવો વગેરે. સં. ૨૦૪૭નું ચાતુર્માસ સમ્મેતશિખરજી તીર્થે કર્યું. તેઓશ્રી તથા વયોવૃદ્ધ પૂ. મુનિ શ્રી જયભૂષણ વિજયજી મ. તથા નિઃસ્પૃહી-વૈયાવચ્ચકારી પૂ. મુનિશ્રી કુલભૂષણ વિજયજી મ. (સંસારીપક્ષે પિતાશ્રી અને લઘુબંધુ) આદિની નિશ્રામાં આ ચાતુર્માસ દરમિયાન સુંદર
For Private & Personal Use Only
www.jainelibrary.org