________________
ઝળહળતાં નક્ષત્રો
• શાસ્ત્રોરૂપી તીર્થના ઉદ્ધારક, મહાન સંશોધક અને વિરલ શ્રુતોપાસક
આગમપ્રજ્ઞ મુનિશ્રી જંબૂવિજયજી મહારાજ વર્તમાન યુગમાં કઠિન શાસ્ત્રીય ગ્રંથોનું સંશોધન, અમૂલ્ય હસ્તપ્રતોનું સંરક્ષણ અને અખંડ અને અવિરત
શ્રુતોપાસનાના
આદર્શસમા દર્શનપ્રભાવક, શ્રુતસ્થવિર, મુનિરાજશ્રી જંબૂવિજયજી
તત્ત્વજ્ઞ
દાર્શનિક
મહારાજ કાળધર્મ પામતા ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને જ્યોતિર્ધરની ખોટ પડી છે. આજના યુગમાં એમની શ્રુતોપાસના
અને
સંયમજીવનની આરાધના દેષ્ટાંતરૂપ ગણાતી હતી, તો
એની સાથોસાથ જીવદયા, સાધર્મિક ભક્તિ અને ગરીબ તરફની સંવેદનાનો ધબકાર એમનું હૃદય સતત અનુભવતું હતું. તેઓશ્રી સાધુ તરીકે, સંશોધક તરીકે અને સર્વકોઈના કલ્યાણને ઈચ્છનાર તરીકે સર્વત્ર આદર પામ્યા. ૮૭ વર્ષે પણ એમની પ્રાચીન ગ્રંથોની ઉપાસના અને એના ગહન મર્મનું નિરૂપણ એટલું જ અપ્રમત્તભાવે ચાલું રહ્યું. એમના પિતા સુશ્રાવક શ્રી ભોગીલાલભાઈ તે મુનિ ભુવનવિજયજી મહારાજે મુનિ જંબૂવિજય મ.નું સુંદર ઘતર કર્યું.
ચોથા સૈકામાં થયેલા જૈનાચાર્ય મલ્લવાદિ શ્રમણે બાર પ્રકારના દાર્શનિક મંતવ્યોની વિશેષતા અને મર્યાદા દર્શાવીને અંતે એ સર્વને સમાવી લેતા અનેકાંતવાદની ચર્ચા કરી છે. આ ગ્રંથની મૂળ હસ્તપ્રત નહોતી મળતી, પરંતુ એના પર લખાયેલી ટીકાઓને
આધારે ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને મુનિરાજ
n
જંબૂવિજયજી પાસેથી એક અપૂર્વ અને અપ્રાપ્ય ગ્રંથ ઉપલબ્ધ થયો. વીસ-વીસ વર્ષ સુધી અખૂટ ધૈર્યથી એમણે આનું સંશોધનકાર્ય કર્યું અને જરૂર ઊભી થતાં ‘ભોટ’નામની પ્રાચીન તિબેટી ભાષા અને લિપિનો પણ અભ્યાસ કર્યો. આમ સંશોધન જે ભાષાની પારંગતતા માગે તે ભાષામાં મુનિરાજશ્રી પારંગત થઈ જતા હતા. ફ્રેન્ચ, અંગ્રેજી. જર્મન, જાપાનીઝ, સિંહાલી, પાલી અને તિબેટીયન ભાષામાં તેઓ નિપુણ હતા. વળી જ્ઞાનોપાસના
Jain Education International
૭૫૩
સતત ચાલતી રહે તે માટે તોઓ મુખ્યત્વે કોઈ નાના ગામમાં ચાતુર્માસ કરતા, જેથી સાધુજીવનનું નિરતિચાર સંયમજીવન ગાળવાની સાથોસાથ તેઓનું શાસ્ત્ર અધ્યયન અને સંપાદનનું કાર્ય નિર્વિઘ્ને ચાલ્યા કરે. તેઓશ્રીના દર્શને જનારને એમની આસપાસ પ્રાચીન ગ્રંથોની હસ્તપ્રતો જોવા મળે.
જાપાન, ઈંગ્લેન્ડ, જર્મનીમાં પ્રાચીન ભારતીય શાસ્ત્રો વિશે સંશોધન કરનારી ઘણી વ્યક્તિઓ એમની પાસે આવતી અને દિવસોના દિવસો સુધી એમની સાથે રહીને એમના પાંડિત્ય અને પાવનત્વ બંનેનો અનુભવ કરતી. આગમ પ્રભાકર મુનિરાજશ્રી પુણ્યવિજયજી મહારાજે આગમ સંશોધનના મહાકાર્ય દ્વારા ઉત્તમ ગ્રંથો આપ્યા હતા, તે પરંપરાને મુનિરાજશ્રી જંબૂવિજયજીએ એક વધુ ઊંચા સોપાને પહોંચાડી. ‘અનુયોગદ્વાર’ સૂત્ર જેવો આગમનો ઉકેલવાની ચાવી સમો ગ્રંથ એમણે સંપાદિત કર્યો, તો હરિભદ્રસૂરિની કૃતિ ધર્મબિંદુ'નું સંપાદન કર્યું. કણાદના વૈશેષિક સૂત્રોના અર્વાચીન પાઠ સામે તેમણે પ્રાચીન પાઠ શોધી આપ્યા, સંશોધન માટેનો શ્રમ, ચીવટ, ખંત એ બધુ તો હતું, પરંતુ એમની પાસે એક ત્રીજી આંખ હતી જે સંશોધન સમયે મૂળ ગ્રંથના મર્મને કે એની ખૂટતી કડીને ઉજાગર કરી આપતી.
વિપુલ હસ્તપ્રતો ધરાવતા જૈન ગ્રંથભંડારોમાં રહેલા જ્ઞાનવારસાની સાચવણી માટે એમણે અપ્રતિમ પ્રયાસો કર્યા. વિશ્વપ્રસિદ્ધ જેસલમેરના જ્ઞાનભંડારને વ્યવસ્થિત કરવા માટે રાજસ્થાનના રણપ્રદેશની કારમી ગરમી અને ફૂંકાતી લૂ વચ્ચે આ ગ્રંથભંડારને વ્યવસ્થિત કર્યો અને એ રીતે ભારતના જ્ઞાનવારસાને જાળવવાનું કાર્ય કર્યું. એ જ રીતે લીંમડી, ખંભાત, પાટણ, પૂર્ણ
જેવાં સ્થળોએ રહીને એમણે માઈક્રો ફિલ્મીંગ કે ઝેરોક્ષ દ્વારા એ જ્ઞાનસમૃદ્ધિને સુરક્ષિત કરી લીધી.
ઈન્સ્ટિટ્યૂટ ઑફ જૈનોલોજીએ બ્રિટિશ લાઈબ્રેરીમાં રહેલી ૧૫૦૦ મૂલ્યવાન હસ્તપ્રતોનું કેટલોગ કર્યું ત્યારે જૈન ધર્મની તમામ સંપ્રદાયના અગ્રણીઓએ એક અવાજે કહ્યું કે આની પ્રસ્તાવના (ફોરવર્ડ) લખવા માટે સૌથી યોગ્ય અધિકારી મુનિરાજ જંબૂવિજયજી મહારાજ છે અને તેઓએ વિદેશમાં રહેલી જૈન
હસ્તપ્રતના કાર્ય માટેનું સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું.
આવા દર્શનપ્રભાવક અને શ્રુતસ્થવિર, જીવદયા અને કરુણાના જીવંત પ્રતીક અને આ યુગમાં અનેક શ્રુતસુકૃતો કરનાર મુનિરાજશ્રી જંબૂવિજયજી મહારાજ એમના જ્ઞાન અને ધર્મના સાધનામય જીવનથી એક એવું ઊર્ધ્વ શિખર રચી ગયા છે કે જે ભવિષ્યના ધર્મપુરુષો અને વિદ્વાપુરુષો માટે ઊર્ધ્વ આદર્શરૂપ બની રહેશે. આલેખ્ત : ડૉ. કુમારપાળ દેસાઈ
For Private & Personal Use Only
www.jainelibrary.org