________________
ઝળહળતાં નક્ષત્રો
પરિવાર. પહેલું સંતાન પુત્રી ઇન્દુ, બીજું સંતાન પુત્ર ધનસુખ, ત્રીજું સંતાન પુત્ર હસમુખ, ચોથું સંતાન પુત્રી હંસા અને પાંચમું સંતાન પુત્ર પ્રવીણ. આ પાંચ ભાઈ-ભાંડુઓમાંના વચેટ હસમુખભાઈ તે જ આપણા આચાર્યશ્રી વિજયહેમચંદ્રસૂરિજી મહારાજ. સં. ૧૯૯૩ના પોષી પૂનમના દિવસે એમનો જન્મ. ત્યાર બાદ, હીરાભાઈ વ્યવસાયાર્થે પોતાના કુટુંબ સાથે અમદાવાદ . આવ્યા ને સાબરમતીમાં વસ્યા. તે સમયે હસમુખભાઈની ઉંમર નાની હતી, પણ ભાવિનો કોઈ શુભ સંકેત કહો કે, તેમને બચપણથી જ રમત-ગમત પ્રત્યે ઓછું આકર્ષણ હતું અને અભ્યાસ પ્રત્યે વધારે રુચિ હતી. બુદ્ધિ પણ એવી તેજસ્વી કે થોડું ભણે અને કોઠામાં વધા૨ે વસી જાય અને એ બધા કરતાં વધારે આકર્ષણ ધર્મ પ્રત્યે હતું. દસ વર્ષની સાવ પાંગરતી ઉંમરે જ એમના મનમાં એવા એવા ભાવ જાગતા કે, વીતરાગ પરમાત્માના ધર્મનું શરણ સ્વીકારીને મારા જીવનને ઉજમાળ બનાવું. આ ભાવના એમના મનને ખાન– પાન અને મોજમજાના સામાન્ય આનંદ પ્રત્યે ખેંચાઈ જતાં રોકી રાખતી. એવામાં સં. ૨૦૦૨ની સાલનું પ. પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજનું ચોમાસું મુનિશ્રી દેવવિજયજી, મુનિશ્રી પુણ્યવિજયજી, મુનિશ્રી ધુરંધરવિજયજી આદિ પરિવાર સાથે સાબરમતીમાં થયું. હસમુખભાઈને તો આ મનગમતો સુયોગ સાંપડ્યો! એમની ધર્મરુચિને ખીલવવાનો અવસર આવી ઊભો. એમના હૃદયમાંનો ધર્મરંગ વધુ પાકો બન્યો. આ પછીના વર્ષે, સં. ૨૦૦૩નું ચોમાસું પૂ. શાસનસમ્રાટશ્રીનું થયું. તેઓશ્રી સાથે પૂ. આ. શ્રી વિજયોદયસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયનંદનસૂરિજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી મેરુવિજયજી, પૂ. મુનિરાજ શ્રી દેવવિજયજી આદિ હતા. આ પ્રસંગે હસમુખભાઈની ત્યાગ-વૈરાગ્ય-સંયમની ભાવનાનો વિકાસ કરવામાં ખાતર–પાણીનું કામ કર્યું અને ત્યારથી એમને સંસારરસ ફિક્કો લાગવા માંડ્યો. પછી તો શાળાનો અભ્યાસ છોડીને અમદાવાદમાં લુણસાવાડામાં ચાતુર્માસ બિરાજતા પૂ. મુનિરાજ શ્રી મેરુવિજયજી (વર્તમાન આચાર્યશ્રી વિજયમેરુપ્રભસૂરિજી) અને પૂ. મુનિરાજ શ્રી દેવવિજયજી (વર્તમાન આચાર્ય શ્રી વિજયદેવસૂરિજી)ના સાન્નિધ્યમાં રહીને, સં. ૨૦૦૫ના મહા વદ પાંચમને શુભ દિને કોઠ–ગાંગડ મુકામે, કુટુંબપરિવાર અને ચતુર્વિધ સંઘની વિશાળ ઉપસ્થિતિમાં પૂ. મુનિરાજ શ્રી મેરુવિજયજી મહારાજે હસમુખભાઈને દીક્ષા આપીને પૂ. મુનિશ્રી દેવવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિશ્રી હેમચંદ્રવિજયજી નામે ઘોષિત
Jain Education Intemational
૭૪૭
કર્યા. બાર વર્ષના બાળભિક્ષુ મુનિશ્રી હેમચંદ્રવિજયજીને તો મનગમતી અમૂલ્ય અને અપૂર્વ વસ્તુ મળ્યાનો આનંદ થયો. તેઓશ્રી જ્ઞાન–ધ્યાન, તપસ્યા અને ગુરુની ભક્તિમાં એકતાન બની ગયા. બાળમુનિની સંયમયાત્રા સુખપૂર્વક આગળ વધતી રહી. દીક્ષા લીધા પછી પૂરાં બાર વર્ષ અધ્યયનમાં લીન બની ગયા. તેઓશ્રીની અભ્યાસ પ્રત્યેની ઝંખના જોઈને ગુરુદેવે તેમને શાસ્ત્રીજી પાસે પાણિનીના વ્યાકરણનો અભ્યાસ કરવા મૂક્યા. વ્યાકરણની સાથોસાથ ન્યાય, સાહિત્ય અને આગમગ્રંથોનો પણ ઊંડો અભ્યાસ કર્યો. બૃહદ્ ગુજરાત સંસ્કૃત પરિષદની પરીક્ષાઓ આપી. ‘સિદ્ધાંતકૌમુદી’, ‘પ્રૌઢ મનોરમા’, ‘લઘુ શબ્દેન્દુશેખર’, ‘પરિભાષેન્દ્રશેખર’, ‘વાક્યપ્રદીય', વૈયાકરણ’, ‘ભૂષણસાર' આદિ વ્યાકરણના તથા ‘મુક્તાવલી વ્યાપ્તિપંચક', ‘સિદ્ધાંત લક્ષણ', ‘વ્યુત્પત્તિવાદ’, ‘કુસુમાંજલિ’ વગેરે ન્યાયના તેમ જ શિષ્ટ સાહિત્યના ગ્રંથોનો બાર બાર વર્ષ સુધી સતત અભ્યાસ કર્યો.
તપસ્યામાં પણ સહજ રુચિ વર્તતી હતી. વર્ધમાન તપની ઓળી, વીશસ્થાનક તપની ઓળી, અઠ્ઠાઈ તપ વગેરે સુંદર તપસ્યા પણ અનુમોદનીય છે. કુટુંબ પ્રથમથી જ ધર્મના રંગે રંગાયેલું, એમાં આવા પનોતા પુત્રે ત્યાગધર્મનો ભેખ લીધો, એટલે એની અસર કુટુંબીજનો પર થયા વગર રહે? એમનાં પગલે એમના પરિવારમાંથી ચાર વ્યક્તિઓએ સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. સં. ૨૦૦૯માં નાની બહેન હંસાએ દીક્ષા લીધી; એમનું નામ હેમલતાશ્રીજી છે. સં. ૨૦૧૭માં નાનાભાઈ પ્રવીણકુમારે દીક્ષા લીધી; આ વિદ્યાવ્યાસંગી મુનિશ્રીનું નામ પ્રદ્યુમ્નવિજયજી છે અને તેઓ પૂ. આ. શ્રી વિજયહેમચંદ્રસૂરિજીના શિષ્ય બન્યા છે. સં. ૨૦૧૭માં પિતાશ્રીએ દીક્ષા લીધી એમનું નામ મુનિરાજ શ્રી હીરવિજયજી રાખ્યું અને તેઓશ્રી પૂ. ઉપાધ્યાય શ્રી મેરુવિજયજી મહારાજના શિષ્ય થયા.
આવા જ્ઞાનથી અને શીલથી ઓજસ્વી ધીર-ગંભીર પ્રકૃતિથી પરિપક્વ બનેલા આ મુનિપ્રવરની યોગ્યતા જોઈને પૂ. આ.શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજે ભગવતીસૂત્રના યોગોદ્દહન કરાવવાપૂર્વક સં. ૨૦૨૩ના કારતક વદ ૬ને શુભ દિને સુરતમાં ગણિ પદથી અને સં. ૨૦૨૪ના વૈશાખ સુદ ૧૦ના તીર્થાધિરાજ સિદ્ધગિરિની છાયામાં-પાલિતાણા નગરે પંન્યાસ પદથી અલંકૃત કર્યા. ત્યાર બાદ સં. ૨૦૩૧ના પોષ વદ ૭ને દિવસે ભાયખલા-મુંબઈમાં ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને સં. ૨૦૩૩ના મહા સુદ ૧૦ના દિવસે અમદાવાદ– રાજનગર સ્થિત, નગરશેઠના વંડામાં, પૂ. શાસનસમ્રાટશ્રીના
For Private & Personal Use Only
www.jainelibrary.org