________________
'ધર્મનગરી નડીયાદનો સમગ્ર પરિવાર સંયમયાત્રાએ :
'દશ ગુણરત્નોનો ત્રિવેણી સંગમ સિદ્ધાંત મહોદધિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા વર્ધમાન તપોનિધિ પૂ. આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. બન્ને ગુરુશિષ્યની જોડીના કૃપાપાત્ર નડીયાદનો સમગ્ર પરિવાર અનંત
લ્યાણકારિણી પ્રવજ્યા અંગીકાર કરીને સ્વ-પર કલ્યાણના પૂનીત માર્ગે સંયમયાત્રામાં વિચરી રહ્યો છે. પરમ ઉપકારી માતુશ્રી (૯૦ વર્ષના) શાન્તાબેન ચંદુલાલ સંઘવી દ્વારા ખરેખરતો આ એક અદભુત ઈતિહાસ સર્જાયો છે.
પ્રત્યેક પ્રશ્નને ત્રણ બાજ હો. ક બાજ... મારી બાજી સાચી બાદ
તમારી બાજ... મા
શ્રી ચંદુભાઈ સંઘવી .
શ્રી શાન્તાબેન સંઘવી નડીયાદના એકજ પરિવારના મહા પરાક્રમી એવા દશ ધર્મરત્નો વૈરાગ્યના રંગે રંગાઈને દીક્ષિત થતાં માતુશ્રી શાંતાબેને ત્રણ પેઢીના દશ સંતાનોને પ્રભુશાસન માર્ગે મોકલી આપ્યા. ભર્યા ભાદર્યા સંસારમાં આવો અદભુતત્યાગકરવો સરલનથી.
એજ ઘરના એક નહિ બે નહિ પણ પરિવારના દશ જણા દીક્ષા અંગીકાર કરી ત્યે ત્યારે ખરેખર એમ લાગે કે રાજપાટ છોડીને જાણે રાજા ભરથરી જેમ જોગી થઈને નર્યા કષ્ટ અને ત્યાગના જંગલમાં નીકળી ચૂક્યા.
પરમાત્માની અસીમ કૃપા હોય તો જ આવી કપરી કસોટી સંભવી શકે. નડીયાદ શહેર આખુ એક સમયે ધન્ય બન્યું હતું. જૈન ધર્મની ધજાઓ ઉન્નત મસ્તકે હવામાં લહેરાઈ રહી હતી. પૂ.આ.શ્રી ભુવનભાનુસૂરિજી મહારાજશ્રીએ કુશળ ઝવેરી બનીને એકતપસ્વી કુટુંબભૂમિમાં દટાયેલા દશરત્નોને સમયસર પારખી લીધા.
નડીયાદના સંતરામ મંદિરના વિશાળ પ્રાંગણમાં ભરાયેલા ભવ્ય સમારંભમાં આ સમગ્ર પરીવારે જ્યારે દીક્ષા અંગીકાર કરી ત્યારે હજારો પ્રેક્ષકોની આંખમાં આંસુઓ ચમકી રહ્યાં હતા. ધન્ય જૈનશાસન - ધન્ય ગુરૂભગવંતો - ધન્ય નડીયાદનું એ ધર્મપ્રેમી કુટુંબ...!
દીક્ષા વર્ષ : વિ.સં. ૨૦૦૭ થી વિક્રમ સંવત ૨૦૬૩ નવ દીક્ષા દાતાઓ : પ.પૂ.આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. - પ.પૂ.આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. અનુમોદક : શ્રી મરીન ડ્રાઈવ આરાધક સંઘ વતી શુભેચ્છા સૌજન્યદાતા.
શ્રી નટવરલાલ જી. મોદી પરિવાર. ( ૯૦ મરીન ડ્રાઈવ, નીતા એપાર્ટમેન્ટ, મુંબઈ-૪૦૦૦૦૨.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org