SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો જૈની વિજ્ઞાની : સંશોધક પૂ.આ.શ્રી વિજયનંદિઘોષસૂરીશ્વરજી મ. પૂજ્ય આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજ જૈનદર્શન અને વિજ્ઞાનના ક્ષેત્રમાં સંશોધક છે. પરમ પૂજ્ય શાસન સમ્રાટ આ.શ્રી વિજય મહારાજના નેમિસૂરિશ્વરજી સમુદાયના ગૌરવરૂપ પૂ.આ. શ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વારજી મહારાજના શિષ્ય પૂ. આચાર્યશ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના વૈજ્ઞાનિક સંશોધન પાછળ પાર્શ્વચંદ્રગચ્છના પરમ પૂજ્ય ઉપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજની પ્રેરણા છે. આપણા માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ તેઓના સંશોધન કાર્યથી પ્રભાવિત થયા છે અને દેશના અગ્રગણ્ય વિજ્ઞાનીઓ ડૉ. પી.સી. વૈદ્ય, ડૉ. જયંત વિષ્ણુ નારલીકર, ડૉ. નરેન્દ્ર ભંડારી (પી. આર. એલ.) પ્રો. (ડૉ.) કે. વી. મિયા (યુ.કે.) વગેરેએ તેમના અંગ્રેજી પુસ્તક ``Scientific Secrets of Jainism" ની પ્રસ્તાવના, કોમેન્ટ્સ લખી આપી છે. ‘ચિત્રલેખા’” જેવા નામાંકિત પ્રતિષ્ઠિત સાપ્તાહિકે પણ “આભામંડળ” અંગેના તેમના સંશોધનની તા. ૨૪, એપ્રિલ ૨૦૦૬ના અંકમાં વિશેષ પ્રકારે નોંધ લીધી છે. વિભિન્ન સમાચાર પત્રોના પત્રકારોએ પણ તેમના કાર્યને અવસરે અવસરે બિરદાવ્યું છે. તેમાં સૌ પ્રથમ અંગ્રેજી દૈનિક “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા' (અમદાવાદ આવૃત્તિ)ના તંત્રી અને આ સંશોધનથી પ્રભાવિત થયેલ અમદાવાદની ઇસરો અને પી. આર. એલ. જેવી દેશની અગ્રગણ્ય વિજ્ઞાન સંશોધન અમેરિકાસ્થિત જૈનોની સર્વમાન્ય સંસ્થા જૈના (Jain Associations IN Narth America સંસ્થાઓના જૈન-જૈનેતર વિજ્ઞાનીઓએ પ્રાયોગિક સંશોધન JAINA)ના એજ્યુકેશન કમિટીના ચેરમેન શ્રી પ્રવિણભાઈ કે. કરવા માટે એક પ્રયોગશાળાનું આયોજન કરવાનો અનુરોધ કર્યો. તેના ફળસ્વરૂપે તેઓની પ્રેરણાથી “ભારતીય પ્રાચીન સાહિત્ય વૈજ્ઞાનિક રહસ્ય શોધ સંસ્થા'(Reserch Institute of Scientific Secrets from Indian Oriental Secriptures-RISSIOS)અમદાવાદમાં સ્થાપના કરવામાં આવી. શાહ જૈના તરફથી પ્રકાશિત થતાં દરેક પુસ્તકો પ્રકાશિત કરતા પૂર્વે તેમને જોવા માટે સુધારા વધારા કરવા માટે મોકલે છે અર્થાત્ સંપાદન માટે તેમની મદદ લે છે. Jain Education International 939 પીઢ પત્રકાર શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૨ ઓગસ્ટ ૧૯૯૭, શનિવારના “ટાઈમ્સ ઑફ ઇન્ડિયા'માં તેમના અંગે એક સુંદર લેખ લખ્યો, “જન્મભૂમિ-પ્રવાસી” (મુંબઈ)ની રવિવાર તા. ૬૫-૨૦૦૧ની પૂર્તિમાં શ્રીમતી અવંતિકાબહેન ગુણવંતભાઈએ પણ તેમના જીવન અને કાર્ય અંગે લખ્યું. શ્રી તુષારભાઈ ભટ્ટે તા. ૧૭ જાન્યુઆરી ૨૦૦૩ના પુનઃ ન્યૂયોર્કથી પ્રકાશિત થતા ગુજરાતી સાપ્તાહિક “ગુજરાત ટાઈમ્સ” (ગુજરાતી)માં ‘રેતીમાં રેખાચિત્રો' કોલમમાં પૂજ્ય આચાર્યશ્રી શ્રી વિજયનંદિઘોષસૂરિજી મહારાજના કાર્યને એક શકવર્તી કાર્ય તરીકે બિરદાવ્યું. ઈ.સ. ૨૦૦૪માં અમદાવાદમાં કોબામાં ભરાયેલી આંતરાષ્ટ્રીય જૈન ડૉક્ટર્સ કોન્ફરન્સમાં ક્વોન્ટમ મિકેનિક્સ અને જૈન દર્શન ઉપર ૪૦ મિનિટ અંગ્રેજીમાં સ્લાઈડ શો સાથે પ્રવચન આપેલ. તે સાંભળી ત્યાં હાજર રહેલ આગમ સંશોધક પરમ પૂજ્ય મુનિરાજ શ્રી જંબૂવિજયજી મહારાજ ખૂબ પ્રસન્ન થયેલા અને તેમણે તેઓને અભિનંદન આપેલા. એ સાથે તેઓએ ઘાટકોપર (પૂર્વ) સ્થિત સંઘવી લેબમાં શ્રી મધુભાઈ સંઘવી, શ્રી રોહિતભાઈ સંઘવી તથા શ્રી સૌમિલભાઈ સંઘવી દ્વારા બટાકા, બટકાની સુકી વેફર, આદુ, મૂળા, ગાજર, શક્કરિયા, ડુંગળી, લસણ વગેરે અનંતકાયના માઇક્રોસ્કોપિક પરીક્ષણ કરાવી તેની વિડિયો ઉતારાવી છે, તો સાથે સાથે બહારનાં ખાદ્ય પદાર્થોમાં પાણીપુરીનું પાણી, બ્રેડ, પિત્ઝાનો વાસી રોટલો, કેડબરી ચોકલેટ તથા શ્રીખંડ વગેરેનું પણ પરીક્ષણ કરાવેલ છે. આ પ્રયોગોનાં પરિણામો જોઈ ઘણા લોકોએ અનંતકાય તથા બજારના ખાદ્યપદાર્થોનો ત્યાગ કર્યો છે. પૂજ્યશ્રીએ વિજ્ઞાનક્ષેત્રે કરેલા ભારે મોટા પુરુષાર્થ બદલ અભિનંદન સાથે લાખ લાખ વંદનાઓ. ઈ.સ. ૨૦૦૦માં અમેરિકાની નોર્થ કેરોલીના સ્થિત અમેરિકન બાયોગ્રાફિકલ ઈન્સ્ટિટ્યૂટે પણ તેમને વિવિધ પ્રકારના ત્રણ એવોર્ડ આપવાની દરખાસ્ત્ર મોકલેલ પરંતુ સાધુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy