SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૫ ઝળહળતાં નક્ષત્રો હર્ષકલશ સંકુલના સ્થાપક, દક્ષિણભૂષણ પૂ.આ.શ્રી વિજયપુણ્યાનંદસૂરિજી મ.સા. પુનીતપાવન છાણી નગરીને વડોદરાના મહારાજા ગાયકવાડે ‘દીક્ષાની ખાણ' તરીકે ઓળખાવી છે. છાણી વિષે કહેવત પડી ગઈ છે કે, ગામ છાણી-દીક્ષાની ખાણી.' ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાંથી કોઈ સંયમ-આરાધક શ્રી વીરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર ભૂમિમાં સં. ૧૯૮૭ના પોષ વદ ૬ને દિવસે પૂજયશ્રીનો જન્મ થયો. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનના મનોરથોને સંકલ્પમાં સુદૃઢ કરી દો એટલે ફળ મળ્યા વગર રહે જ નહીં. પૂજયશ્રીના મનોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં મૂળ રોપાયાં હતાં અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે ભાગીને ઉમેટા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયો. શ્રાવસ્તિ તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રકરસૂરીશ્વરજી મહારાજનું શિષ્યત્વ સ્વીકારી, સં. ૨00૪ના પોષ વદ પાંચમે દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘોષિત થયા. સંયમ સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં તલ્લીન બની ગયા. શાસ્ત્રો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, પૂજ્યશ્રીના બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : ૧. તેઓશ્રીની કથા–આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધસુવાચ્ય કથાઓના સર્જક તરીકે તેઓશ્રી અજોડ સાહિત્યસાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અટ્ટ, ૧૬-૧૧ ઉપવાસ, વીશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને કાનપુરમાં સં. ૨૦૪૩ના પોષ સુદ ૧ને શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયભદ્રંકર-સૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજીમાંથી આચાર્યશ્રી પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રી ના ૯ શિષ્યપ્રશિષ્યો પાંચ ભાણિયાઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. વિદ્વાન આ. વારિષેણસૂરિજી તથા સ્વ. આ. વીરસેનસૂ. નામે પ્રસિદ્ધ શિષ્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિહારધામ તથા અલૌકિક અનુપમ વિશ્વમાં પ્રથમ માં પંચપરમેષ્ઠીની સ્થાપના, પ્રતિષ્ઠા તેઓશ્રીના હસ્તે જ સં. ૨૦૫૯ મહાવદ૩, ૧૯-૨-૨૦૦૩ના અનુમોદનીય થઈ. ત્રણ ભત્રીજીઓએ પણ દીક્ષા ગ્રહણ કરી છે. પૂ. દાદા ગુરુદેવની છત્રછાયામાં છાણીમાં ચાતુર્માસ સમયે તેઓશ્રીનાં સંસારી માતાએ ઉપધાન તપ કરાવવાનો અમૂલ્ય લાભ લીધો. એવા એ શાંતમૂર્તિતપસ્વીરત્નસાધક સંત સ્વસાધના કરવાપૂર્વક અનેક જીવોને શાસનરસના ઇચ્છુક બનાવી રહ્યા છે. લાખ લાખ વંદન હજો એ પરમ શાસનપ્રભાવક સૂરીશ્વરજીને! પૂજ્યશ્રીની ભાવનાના સહારે ગણિવર વિક્રમસેનવિજયના માર્ગદર્શન અનુસાર છાણીથી ૯ કિ.મી. હાઇવે ટચ પદમલા ગામે શ્રી ૐકાર જૈન તીર્થ-ભટૂંકરનગર વિહારધામરૂપે નિર્માણ થયું, જેમાં ત્રિશિખરી જિનાલય, કલ્પસૂત્રમંદિર, રાયણપગલાં મંદિર, ગુરુમંદિર, શાસનદેવદેવમંદિર, વિશાળ ૨-ઉપાશ્રય, પ્રવચનહૉલ, ભોજનશાળા તથા અદ્યતન ધર્મશાળા નિર્માણ પામેલ છે, જેમાં વિશ્વમાં પ્રથમ એવા વિશાલ ૐ ની સ્થાપના-તેમાં પંચપરમેષ્ઠીની પ્રતિષ્ઠા-અંજનશલાકા સં. ૨૦૫૯, મહા વ. ૩ના પૂજ્યશ્રીના હસ્તે થઈ તથા પૂજ્યશ્રીની પ્રેરણાથી ગેટવે ઑફ કોંકણના સ્થાનને પામેલ પહાળા હિલ સ્ટેશને મહાવીરલબ્ધિ ધામ નિર્માણ થયેલ છે. તેમાં રથાકાર જિનાલય, ભોજનશાળા-ધર્મશાળા-ઉપાશ્રય આદિ તૈયાર થયેલ છે, જેની અંજન-પ્રતિષ્ઠા પૂજ્યશ્રીના હસ્તે સં. ૨૦૬૧, પો. વ. ૬ ના થશે. પોષ વ. ૫ ના પૂજ્યશ્રી સંયમજીવનના ૫૮માં વર્ષમાં પ્રવેશ તથા જીવનના ૭૫મા વર્ષમાં પ્રવેશ કરશે. તેઓનાં ચરણે વંદના..... ૨૦૬૨માં અનેક સંઘોએ ભેગા થઈને પૂજ્યશ્રીને દક્ષિણભૂષણ પદવી આપેલ. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિટાચિપલુન, યક્ષના આદિ જિનાલયના કાર્યો ચાલુ છે. દિવાળીમાં સૂરિમંત્રની સાધના કરે છે. પ્રતિદિન પૂજ્યશ્રીના પ્રભાવથી ૐકારતીર્થ વૃદ્ધિ પામી રહ્યું છે. સં. ૨૦૬૪નું ચાતુર્માસ પ૬ ઠાણા સાધુ-સાધ્વી ૨00 શ્રાવક-શ્રાવિકા સાથે ઐતિહાસિક થયું. તીર્થમાં પાંચ દીક્ષાઓ થઈ, સં. ૨૦૬૬ના પૂજ્યશ્રીની નિશ્રામાં ગણિવર વિક્રમસેન વિ.મ.ની પ્રેરણાથી અડાસ (આણંદ) વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર શ્રીમતી ચંદ્રાબેન રસિકલાલ (માસરરોડવાળા) પરિવાર નિશ્રામાં હર્ષકલશ સંકુલ મધ્યે શ્રી પાર્શ્વ-લબ્ધિભદ્રઅરૂણપ્રભ વિહારધામમાં કલાકારે જિનાલમાં શ્રી લબ્ધિપાર્શ્વનાથ પ્રભુની અંજન-પ્રતિષ્ઠી માંગ.વદ-૫ના થયેલ છે. પૂજ્યોની પ્રેરણાથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy