SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 58 સંથારગ-[૯]. [9] વિનય ! શ્રી જિનકથિત પંડિતમરણને તે મેળવ્યું. આથી નિઃશંક કર્મ મલને હણી નેં સિદ્ધિની પ્રાપ્તિરૂપ જયપતાકા મેળવી. [1] સર્વ પ્રકારનાં ધ્યાનોમાં જેમ પરમશુકલધ્યાન, મત્યાદિ જ્ઞાનોમાં કેવલજ્ઞાન, અને સર્વ પ્રકારનાં ચારિત્રોમાં જેમ કષાય આદિના ઉપશમથી યથાખ્યાત ચારિત્ર ક્રમશઃ મોક્ષનું કારણ છે, તેમ આ પંડિત મરણ પણ મોક્ષનું કારણ બને છે. [11-12] શ્રીજિનકથિત શ્રમણપણું એ, સર્વ પ્રકારનાં શ્રેષ્ઠ લાભોમાં સર્વશ્રેષ્ઠ લાભ ગણાય છે, કે જેના યોગે શ્રીતીર્થંકરપણું, કેવલજ્ઞાન અને મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે. વળી પરલોકના હિતમાં રક્ત અને કિલષ્ટ મિથ્યાત્વી આત્માઓને પણ મોક્ષની પ્રાપ્તિનું મૂળ જે સમ્યકત્વ ગણાય છે, તે સમ્યકત્વ દેશવિરતિનું તેમ જ સમ્યજ્ઞાનનું મહત્વ વિશેષ ગણાય છે. આના કરતાં શ્રીજિનકથિત શ્રમણપણાની પાપ લાભનું મહત્વ વિશેષતર છે. કારણ કે જ્ઞાનદર્શન રૂપ મુક્તિનાં કારણોની સફળતાનો આધાર શ્રમણ પણા પર રહેલો છે. [13] તથા સર્વ પ્રકારની લેગ્યાઓમાં જેમ શુકલેશ્યા, સર્વ વ્રત, યમ, આદિમાં જેમ બ્રહ્મચર્ય નું વ્રત અને સર્વ પ્રકારનાં નિયમોને વિશે જેમ શ્રીજિનકથિત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપ ગુણો વિશેષ ગણાય છે, તેમ શ્રમણ્ય એ સઘળાં ગુણોમાં પ્રધાન છે. જ્યારે સંથારાની આરાધના આના કરતાં અધિક ગણાય છે. [૧૪-૧૫]સર્વ ઉત્તમતીથમાં જેમ શ્રીતીર્થંકરદેવોનું તીર્થ સર્વ જાતિનાં અભિષેકોને વિશે સમરૂના શિખર પર દેવદેવેન્દ્રોથી કરાતા અભિષેકની જેમ સુવિહિત પુરૂષોની સંથારાની આરાધના શ્રેષ્ઠતર ગણાય છે. શ્વેતકમળ, પૂર્ણકળશ. સ્વસ્તિક, નન્દાવત અને સુંદર ફૂલમાલા આ સઘળીયે મંગળવસ્તુઓ કરતાં, અન્તિમકાલની આરાધનારૂપ સંથારો એ અધિકતર મંગળ છે. ૧૬-૧૭શ્રીજિનકથિત તારૂપ અગ્નિથી કર્મકાષ્ઠોનો નાશ કરનારા, વિરતિનિયમપાલને શૂરા, અને સમ્યજ્ઞાનથી વિશુદ્ધ આત્મ પરિણતિવાળા, તથા ઉત્તમ ધર્મરૂપ ભાથુ જેને મેળવ્યું છે એવા મહાનુભાવ આત્માઓ સંથારારૂપ ગજેન્દ્ર પર આરુઢ થઈને સુખપૂર્વક પારને પામે છે. આ સંથારો સુવિહિત આત્માઓને માટે અનુપમ આલંબન છે. ગુણોનું નિવાસસ્થાન છે, કલ્પ-આચારરૂપ છે. તથા સર્વોત્તમ શ્રીતીર્થંકર પદ, મોક્ષગતિ અને સિદ્ધદશાનું મૂળ કારણ છે. [૧૮-૨૦તેં શ્રીજિનવચનરૂપ અમૃતથી વિભૂષિત શરીર મેળવ્યું છે. તારા, ભવનને વિષે ધર્મરૂપ રત્નને આશ્રયીને રહેવાવાળી વસુધારા પડી છે. કારણ કે જગતમાં મેળવલા યોગ્ય છે, તે સઘળું તેં મેળવ્યું છે. તેમજ સંથારાની આરાધનાને સ્વીકારવાના યોગે, તેં જિનપ્રવચન વિશે સારી ધીરતા રાખી છે. આથી ઉત્તમપુરૂષોથી સેવ્ય અને પરમદિવ્ય એવી કલ્યાણલાભોની પરંપરા પ્રાપ્ત કરી છે. તથા સમ્યગુજ્ઞાન અને દર્શનરૂપ સુન્દર રત્નોથી મનોહર, વિશિષ્ટ પ્રકારના જ્ઞાનરૂપ પ્રકાશથી શોભાને ધરનાર અને ચારિત્ર, શીલ વગેરે ગુણોથી શુદ્ધ ત્રિરત્નમાલાને તે મેળવેલી છે. [૨૧]સુવિહિત પુરૂષો, જેના યોગે ગુણોની પરંપરાને પ્રાપ્ત કરી શકે છે, તે શ્રીજિનકથિત સંથારાને જે પુણ્યવાન આત્માઓ પામે છે, તે શ્રીજિનકથિત સંથારાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005089
Book TitleAgam Deep 29 Santharagam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages21
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 29, & agam_sanstarak
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy