________________ - - - - - - વખારો-૩ 139 ઢોળી રહ્યા હતા. બે હજાર દેવોથી તેઓ આવૃત હતા કુબેર જેવા એઓ ધનસ્વામી હતા. અને ઈન્દ્રની જેવી ઋદ્ધિથી એઓ વિસ્તૃત કીર્તિવાળા હતા. એઓ મહાનદી ગંગાના. દાક્ષિણાત્ય કૂલથી પૂર્વ દિશ્વર્તી માગધ તીર્થ તરફ રવાના થયા. તે સમયે એઓ વૃત્તિ વેષ્ટિત ગ્રામોથી, સુવર્ણ રત્નાદિકના ઉત્પત્તિ સ્થાન રૂપ આકરોથી, નગરોથી, ધૂલિના પ્રાકારોથી પરિવેષ્ટિત ખેટોથી, ક્ષુદ્ર પ્રાકારવેષ્ટિત કર્થટોથી, અઢી ગાઉ સુધી ગામાન્તર-રહિત મર્ડબોથી, જલમાર્ગ અને સ્થળમાર્ગથી યુક્ત. જનનિવાસ રૂપ દ્રોણ મુખોથી, સમસ્ત વસ્તુઓના પ્રાપ્તિ સ્થાન રૂપ પત્તનોથી અથવા શકટાદિથી અથવા નૌકાઓથી ગમ્ય રૂપ પત્તનોથી, ફક્ત નૌકાઓથી જ ગમ્યરૂપ પટ્ટનોથી, તાપસી જનો વડે આવાસિત તેમ જ અપર જનો વડે પણ નિવાસ યોગ્ય એવા આશ્રમથી, કષકો વડે ધાન્યરક્ષાર્થ નિર્મિત દુર્ગભૂમિ રૂપ સંવાહોથી અથવા પર્વત શિખર સ્થિત જન નિવાસ રૂપ અથવા સમાગત પ્રભૂત પથિક જન નિવાસ રૂપ સહોથી મંડિત એવી સ્થિર પ્રજાવાળી વસુધાને, તેમની પાસેથી નજરાણાના રૂપમાં ઉત્કૃષ્ટ રત્નોને સ્વીકારતાં તેમજ ચક્રરત્ન દ્વારા પ્રદર્શિત માર્ગથી ચાલતા અને એક એક યોજના ઉપર પોતાનો પડાવ નાખતા. જ્યાં માગધ તીર્થ હતું, ત્યાં ગયા. ત્યાં આવીને તેમણે તે માગધ તીર્થની ઉચિત સ્થાનમાં પોતાના નવ યોજન વિસ્તાર વાળા અને બાર યોજના લંબાઈ વાળા, કટક સૈન્ય-નું નિવાસ સ્થાન બનાવ્યું પછી તેણે સૂત્રધારોના મુખિયા ને બોલાવ્યો. આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે શીધ્ર મારા માટે એક નિવાસ સ્થાન અને પૌષધશાળાનું નિર્માણ કરો. આ પ્રમાણે ભરત રાજા વડે આજ્ઞપ્ત તે વાદ્ધકરત્ન હૃષ્ટ તુષ્ટ થતો પોતાના ચિત્તમાં આનંદિત થયો. તેના મનમાં પ્રીતિ ઉત્પન્ન થઈ, યાવતુ અંજલિ જોડીને પછી તેણે આ પ્રમાણે કહ્યું- હે સ્વામિન્ ! જે પ્રમાણે આપશ્રીએ આજ્ઞા કરી છે, તે મુજબ કામ સમ્પન્ન થશે અને પૌષધશાળાનું નિમણિ કર્યું. તે અંગેની ખબર રાજા પાસે પહોંચાડી. વાત સાંભળીને જ્યાં પૌષધશાળા હતી તે તરફ રવાના થયા ત્યાં આવીને પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું. પછી તેમણે ત્યાં અઢી હાથ પ્રમાણ જેટલું દર્ભાસન પાથર્યું. પછી તેઓ તે આસન ઉપર બેસી ગયા. ત્યાં બેસીને તેમણે માગધતીર્થ કુમારની સાધના માટે ત્રણ ઉપવાસો ધારણ કર્યા. તેઓ પૌષધશાળાં બ્રહ્મચારી અને ઉમુક્તમણિ સુવણભરણવાળા થઈ યથાવિધિ પૌષધનું પાલન કર્યું. પૌષધશાળા. માંથી બહાર આવીને પછી તેઓ જ્યાં બાહ્ય ઉપસ્થાન શાળા હતી ત્યાં આવ્યા, ત્યાં આવીને તેમણે કૌટુંબિક પુરૂષોને બોલાવ્યા. બોલાવીને તેમણે આ પ્રમાણે કહ્યું. હે દેવાનુપ્રિયો ! તમે શીઘ્રમેવ હય ગજ, રથ તેમજ વીર શ્રેષ્ઠ યોદ્ધાઓથી યુક્ત સેના તૈયાર કરો. તેમજ જેમાં ચાર ઘંટાઓ લટકી રહ્યા હોય, એવા રથને અશ્વોથી ચલાવવામાં આવે એવા રથ ને સજિજત કરો, આ પ્રમાણે કહીને તે સ્નાન ગૃહમાં પ્રવિષ્ટ થયા. ત્યાં જઈને તે પૂર્વોક્ત મુક્તાજલ ફળ આદિ વિશેષણોથી અભિરામ નાનમંડપમાં મૂકેલા પૂર્વોક્ત. વિશેષણોવાળા સ્નાન પીઠ ઉપર આનંદ પૂર્વક બેસી ગયા. ત્યાં તેમને સ્નાન કરાવવામાં આવ્યું. સ્ના કર્યા પછી તેઓ ધવલ મેઘથી નિર્ગત ચન્દ્ર મંડલની જેમ તે સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. અશ્વરથ પાસે પહોંચીને તેઓ તેની ઉપર સવાર થયા. [2-67 ત્યાર બાદ તે ભરત રાજા ચારઘડાઓથી યુક્ત અશ્વરથ ઉપર આસીન થઈને લવણ સમુદ્રમાં પ્રવિષ્ટ થયા. તે સમયે તેની સાથે સેના હતી. તે સેનામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org