________________ 102 જંબુદ્વિવપન્નત્તિ. 14 આ પ્રકાર રૂપ જગતી આઠ યોજન જેટલી ઊંચી છે. મૂલમાં બાર યોજન જેટલી વિખંભ વાળી છે. મધ્યમાં આઠ યોજન જેટલા વિસ્તારવાળી છે, ઉપરમાં આ ચાર યોજન જેટલી. વિસ્તારયુક્ત છે આ પ્રમાણે આ મૂલમાં વિસ્તીર્ણ છે, મધ્યમાં સંક્ષિપ્ત અને ઉપરમાં પાતળી છે. એથી આ જગતીનો આકાર ગોપુચ્છના આકાર જેવો થઈ ગયો છે. આ કે ગતી. સવત્મિના વજ રત્ની બનેલી છે, તેમજ આ આકાશ અને ટિકમાણિ જેવી અતિ સ્વચ્છ છે, શ્લષ્ણ સૂત્ર નિર્મિત પટની જેમ આ ગ્લજ્જ પુદ્ગલ સ્કન્ધથી નિર્મિત થયેલી છે એથી શ્લેષ્ટ-છે તેમજ ઘૂંટેલ વસ્ત્રની જેમ આ સુચિવર્ણ છે. ધાર કાઢવાના પથ્થરથી ઘસેલા પાષાણની જેમ આ વૃષ્ટ છે. કોમળ શાણથી ઘસેલા પાષાણ ખંડની જેમ આ ગૃષ્ટ છે. નીરજ છે. નિર્મળ છે. નિષ્પક છે. આવરણ રહિત નિષ્ફટક છાયાવાળી. છે. અવ્યાહત પ્રકાશયુક્ત છે, વસ્તુ સમૂહની પ્રકાશિકા છે. નિરંતર દિશાઓમાં અને વિદિશાઓમાં આનો પ્રકાશ વ્યાપ્ત રહે એથી આ સોદ્યોત હૃદયમાં ઉલ્લાસજનક હોવાથી આ પ્રાસાદીય છે. અધિક રમણીય હોવાથી આ દર્શનીય છે સર્વથા દર્શકોના નેત્ર અને મનને આકર્ષનરી હોવાથી આ અભિરૂપ છે. અથવા ક્ષણ ક્ષણમાં આનું રૂપ નવનવીત જેવું લાગે છે એથી આ પ્રતિરૂપ છે. તે ગતી એક વિશાળ ગવાક્ષ જાલથી યુક્ત છે. ગવાક્ષ જાલ અધ યોજન જેટલો ઊંચો પાંચસો ધનુષ જેટલો આનો વિસ્તાર છે. આ સર્વાત્મના સર્વરત્નમય છે, અચ્છાથી માંડીને પ્રતિરૂપ સુધીના આ વિશેષણોથી, યુક્ત છે. વલયાકારવાળી આ જગતીના ઉપરના ભાગમાં કે જે ચાર યોજન જેટલા વિસ્તારવાળો છે ઠીક મધ્યમાં પ00 યોજન વિસ્તારવાળા વચ્ચેના ભાગમાં લવણ સમુદ્રની દિશાની તરફ કંઈક કમ બે યોજન અને જંબૂદ્વીપની દિશાની તરફ કંઈક સ્વલ્પ બે યોજન ને બાદ કરતાં શેષ પ00 યોજન જેટલા વિસ્તારવાળા બહુ મધ્યદેશમાં એક વિશાળ પધવરદિકા છે. આ પદ્મવર વેદિકા ઊંચાઈમાં અધયિોજન જેટલી છે અને વિસ્તારમાં પાંચસો ધનુષ જેટલી છે. આનો પરિક્ષેપ જગતીના પરિક્ષેપ બરાબર છે. સંપૂર્ણપણે રત્નમથી છે અને અચ્છ વગેરેથી પ્રતિરૂપાત્મક સુધીના વિશેષણોથી યુક્ત છે. આના નેમ ભૂમિ ભાગથી ઉપર ની તરફ નીકળેલા પ્રદેશ વમણિના બનેલા છે. આ પ્રમાણે આનું વર્ણન. જીવા ભિગમમાં જે રીતે કરવામાં આવ્યું છે, તેમ અહીં પણ સમજવું જોઈએ. fપી આ જગતની ઉપર જે પાવરવેદિકા છે તે પદ્મવરવેદિકાની બહાર એક બહુ જ વિશાળ વનખંડ છે. આનો વિષંભ કંઇક સ્વલ્પ બે યોજન જેટલો છે. આ વનખંડનો પરિક્ષેપ જગતીના પરિક્ષેપ પ્રમાણ જેવું જ છે. | [] તે વનખંડના અંદરનો ભૂમિ ભાગ અતીવ સમતલ હોવાથી બહુ જ સુંદર છે મૃદંગના મુખ ઉપરની ચર્મપુટ જેવો સમતલ હોવાથી સુંદર હોય છે. યાવતુ અનેક જાતના પાંચવર્ણોવાળા રત્નોથી તેમજ તૃણોથી ખચિત છે. તે ઉપશોભિત પાંચ વણ કૃષ્ણ, નીલ, લોહિત, હારિ, અને શુકલ છે એમના ગંધ, રસ અને સ્પર્શ કેવા પ્રકારના છે? આ સંબંધમાં રાયપ્પાસેણીયું સૂત્ર માં વર્ણન કરવામાં આવ્યું છે. તે જાણી લેવું જોઈએ ! તે બહુ સમરમણીય મધ્યભૂમિભાગમાં ઘણી નાની વાપિકાઓ છે. ઉત્પાત વગેરે પર્વતો છે. કદલી ગૃહો છે. મંડપ-લતાકુંજ-વગેરે છે. પૃથિવી શિલા-પટ્ટકો તે ઉપર ઘણા વાનવ્યંતર દેવ દેવીઓ સુખેથી ઉઠતા બેસતા રહે છે, ભેટતા રહે છે, આરામ કરતા રહે છે, ક્યાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org