________________ સરપનતિ- ૧૯/૧ર૯-૧૯૩ લીસ લાખ યોજનનો થાય છે. 14230 થી 249 કંઈક વધારે માનુષક્ષેત્રનો પરિધિ થાય છે. બોંતેર ચંદ્ર અને બોંતેર સૂર્ય કહ્યા છે, આ ચંદ્ર સૂય અભ્યતર પુષ્કરાર્ધમાં વિચારણા કરતા પ્રકાશિત થાય છે. છહજાર ત્રણસો છત્રીસ આબ્યુતર પુષ્કરોધમાં આટલા મહાગ્રહોએ ચાર કર્યો હતો કરે છે, અને કરશે. બેહજારસોળ નક્ષત્રોએ અત્યંતર પુષ્કરાર્ધમાં યોગ કર્યો હતો યોગ કરે છે અને યોગ કરશે. 4822200 તારાગણ કોટિ કોટીએ શોભા કરી હતી શોભા કરે છે અને કરશે. એકસીબત્રીસ ચંદ્રો અને એકસો બત્રીસ સૂય સંપૂર્ણ મનુષ્યલોકને પ્રકાશિત કરીને વિચરણ કરે છે. 11616 મહાગ્રહો સમગ્ર. મનુષ્યલોકમાં ચાર કરતા હતા, ચાર કરે છે અને ચાર કરશે 3696 થી કંઈક વધારે નક્ષત્રો મનુષ્ય લોકમાં યોગ કરતા હતા, યોગ કરે છે અને યોગ કરશે. 880 700 આટલા કોટિ કોટિ તારા ગુણો સંપૂર્ણ મનુષ્ય લોકમાં શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. આ પહેલાં કહેલ ગાથા દ્વારા પ્રતિપાદન કરેલ સંખ્યાવાળા તારાગણા બધા મનુષ્ય લોકમાં કહેલ છે. મનુષ્યલોકની બહાર જે તારાઓ છે તે સર્વજ્ઞ જીન ભગવાને અસંખ્યાત કહ્યા છે. તારાઓ જ્યોતિષ્ક દેવના વિમાનરૂપ કહેબ ના પુષ્પસમાન બધીજ તરફ વિસ્તારવાળું કિંજલ્કોથી વ્યાપ્ત નીચે સંકુચિત ઉપર વિસ્તાર યુક્ત ઉંચુ કરેલ અધ કપિત્થ ફળના જેવા આકાર વાળ હોય છે. T સૂર્ય, ચંદ્રગ્રહ-નક્ષત્ર અને તારાગણ મનુષ્ય લોકમાં એટલા પ્રમાણના સર્વજ્ઞ ભગવાને કહ્યા છે યથોક્ત સંખ્યાવાળા જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારાઓના સકલ મનુષ્ય લોક ભાવી નામો અને ગોત્ર યથાયોગ્ય સ્વસિદ્ધાંત પરિભાષાથી યુક્ત કહેલ નામ ગોત્ર કહેવાય છે અહીં બે ચંદ્ર અને બે સૂર્યોનું એક પિટક કહેવાય છે, આ પ્રમાણેના છાસઠ પિટકો ચંદ્ર સૂર્યના સંપૂર્ણ મનુષ્યલોકમાં હોય છે. કારણ કે મનુષ્ય લોકમા એકસો બત્રીસ ચંદ્રો અને એકસો બત્રીસ સૂર્યો હોય છે. સંપૂર્ણ મનુષ્યલોકમાં કુલ સંખ્યાથી નક્ષત્રોના પિટકો છાસઠ થાય છે. નક્ષત્રોના પિટકોનું પરિમાણ બે ચંદ્રની નક્ષત્ર સંખ્યા ના પ્રમાણ બરાબર હોય છે. એક એક પિટકમાં છપ્પન નક્ષત્રો હોય છે. સંપૂર્ણ મનુષ્ય લોકમાં છાસઠ પિટકો મહાગ્રહોના હોય છે. ગ્રહના પિટકનું પરિમાણ બે ચંદ્રની ગ્રહ સંખ્યાના પરિમાણ જેટલું હોય છે. એક ગ્રહ પિટકમાં એકસો છોંતેર ગ્રહો હોય છે. મનુષ્યલોકમાં ચંદ્ર સૂર્યની ચાર પંક્તિયો થાય છે. બે પંક્તિ ચંદ્રની તથા બે પંક્તિ સૂર્યની હોય છે, એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ચંદ્ર સૂર્ય હોય છે. આ મનુષ્યલોકમાં બધા મળીને છપ્પન નક્ષત્રોની પંક્તિયો હોય છે, એકએક પંક્તિમાં છાસઠ છાસઠ નક્ષત્ર હોય છે. મનુષ્યલોકમાં અંગારકાદિ ગ્રહોની કુલ સંખ્યાથી છસોસિત્તેર પંક્તિયો હોય છે. એક એક પંક્તિમાં છાસઠ છાસઠ ગ્રહો હોય છે. મનુષ્યલોકવતિ એ બધાજ ચંદ્રો અને બધા સૂર્યો અને બધા ગ્રહગણ અનવસ્થિત એટલેકે કમરહિત યથાયોગથી બીજા. નક્ષત્રોની સાથે યોગ કરીને રહે છે. પ્રકર્ષથી બધી દિશાઓ અને વિદિશાઓમાં પરિભ્રમણ કરતાં ચંદ્રસૂર્ય-ગ્રહ-નક્ષત્ર અને તારાઓની દક્ષિણદિશામાંજ મેરૂ પર્વત હોય છે. જે મંડળ પરિભ્રમણમાં જે મંડળનું દક્ષિણ આવતું હોય એ પ્રદક્ષિણાવર્તમંડળ કહેવાય છે. એ મૈરૂને લક્ષ્ય કરીને પરિભ્રમણ કરે છે. નક્ષત્રો અને તારાઓના મંડળ અવસ્થિત હોય છે. એ નક્ષત્રો અને તારાઓ પ્રદક્ષિણાવર્તજ હોય છે. મેરૂને લક્ષ્ય કરીને વિચારણા કરે છે. ચંદ્ર સૂર્યનું ઉપર નીચેનું ગમન થતું નથી. પોતપોતાની સીમાને લક્ષ કરીનેજ સૂર્ય ચંદ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org