________________ 88 સરપનતિ-૧૯/૧ર૯-૧૯૩ અસ્તિત્વના સંબંધમાં આ પ્રતિપત્તિયો છે. કોઈ એક કહે છે કે ચંદ્ર રકજ છે, અને તે સર્વજ્ઞતને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તથા એકજ સૂર્ય સવલોકને તાપિતા કરે છે. પ્રકાશિત કરે છે એ એક બીજો કહે છે. ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય સઘળા જગતને અવભાસિત કરે છે ઉદ્યતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. કોઈ એક ત્રીજો કહે છેકે સાડા ત્રણ ચંદ્ર સમસ્ત લોકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, સાડાત્રણ સૂર્ય સંપૂર્ણ જગતને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. આ પ્રમાણેના અભિલાપ પ્રકારથી. કહેવું. હું આ વિષયમાં આ વક્ષ્યમાણ પ્રકારથી મારા મતનું પ્રતિપાદન કરું છું. બે સૂર્યોએ તાપિત કરેલ છે. કરે છે અને તાપિત કરશે. છપ્પન નક્ષત્રોએ યોગ કર્યો હતો કરે છે અને કરશે. એકસોછોંતેર ગ્રહો ચાર કરતા હતા. ચાર કરે છે, અને ચાર કરશે, એક લાખ તેત્રીસ હજાર નવસો પચાસ તારાગણ શોભા કરતા હતા, શોભા કરે છે, કરશે. બે ચંદ્રો અને બે સૂય તથા છપ્પન નક્ષત્રો હોય છે તથા ગ્રહો એકસોબોંતેર જેબૂદ્વીપમાં વિચરે છે, તથા કોટિકોટિ તારાગણ એક લાખ તેત્રીસહજાર નવસોપચાસ હોય છે, જેબૂદ્વીપમાં લવણનામનો સમુદ્ર વૃત્ત વલયાકાર બધી દિશાઓ અને વિદિશાઓને વીંટળાઈને રહે છે, લવણસમુદ્ર સમચક્રવાલથી સંસ્થિત ચક્રવાલના આકારના જેવા સંસ્થાનવાળો છે. લવણ સમુદ્ર ચક્રવાલ વિખંભથી કેટલા પરિમાણ વાળો કહેલ છે? તેની પરિધિ કેટલી હોય છે? બે લાખ યોજન ચક્રવાલવિખંભથી છે, ૧૫૮૧૧૩થી કંઈક વિશેષ ચૂન પરિધિવાળો કહેલ છે. લવણ સમુદ્રમાં ચાર ચંદ્રો પ્રભાસિત થતા હતા, થાય છે અને પ્રભાસિત થશે ચાર સૂર્યો તાપિત કરતા હતા, તાપિત કરે છે અને કરશે એકસો બારસો નક્ષત્રો યોગ કરતા હતા, યોગ કરે છે, અને યોગ કરશે ત્રણસો બાવન મહાગ્રહ ચાર કરતા હતા ચાર કરે છે, અને ચાર કરશે. 268940 તારાગણ કોટિ કોટિ શોભા કરતા હતા, શોભા કરે છે, અને શોભા કરશે. હવે લવણ સમુદ્રના પરિક્ષેપાદિનું ત્રણ ગાથા દ્વારા નિરૂપણ કરવામાં આવે છે.-(પૂર્વોક્ત કથનને જ સંગ્રહીત કરવાવાળી આ ગાથાઓ છે. તેમાં વિશેષ કંઈજ કહેલ નથી.) લવણ સમુદ્રમાં ધાતકી ખંડ નામનો દ્વીપ વલયાકારથી આવેલ છે. તથા તે સમચક્રવાલ સંસ્થિત છે. ધાતકી ખંડ દ્વીપનો ચક્રવાલ વિખંભ કેટલો છે? અને તેની પરિધી કેટલા પ્રમાણની છે? ચારલાખ યોજન ચક્રવાલ વિધ્વંભથી છે. તથા 4110961 ધાતકી ખંડની પરિધિ હોય છે. ધાતકીખંડ દ્વીપમાં બાર ચંદ્ર પ્રભાસિત થતા હતા. થાય છે અને થશે. ત્રણસો છત્રીસ નક્ષત્રો ધાતકી ખંડ દ્વીપમાં યોગ કરતા હતા, કરે છે, અને યોગ કરશે. ૧૦પ૬ મહાગ્રહો ચાર કરતા હતા, ચાર કરે છે. અને ચાર કરશે.૮૩૦૭૦૦ તારા ગણ કોટિ કોટિ શોભા કરતા હતા શોભા. કરે છે અને શોભા કરશે. હવે આ વિષયને ત્રણ ગાથા દ્વારા સ્પષ્ટ કરે છે. (આ સઘળું કથન પહેલા કહેવાઈ ગયેલ છે.) ધાતકીખંડ દ્વીપમાં ફરતા કાલોદધિ નામનો સમુદ્ર વૃત્તવલયાકાર સંસ્થાનથી સંચિત કાવતુ સમ ચક્રવાલ સંસ્થાનથી સંસ્થિત હોય છે. કાલોદધિ સમુદ્ર આઠલાખ યોજનના ચક્રવાલ વિધ્વંભવાલો પ્રજ્ઞપ્ત કરેલ છે. તથા ૯૧૭૦૬૦પ યોજનથી કંઈક વધારે પરિધિવાળો કહેલ છે. કાલોદધિ સમુદ્રમાં બેંતાલીસ ચંદ્રોએ પ્રકાશ કર્યો હતો, કરે છે અને કરશે. બેંતાલીસ સૂર્યો ત્યાં આતાપિત થયા હતા થાય છે અને થશે. અગ્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org