________________ સૂરપનતિ-૧૨-૧૯૯-૧૦૬ બાસઠયા ચોપન ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચાલસ ભાગ અથતુ બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેના ચાલીસ ચૂર્ણિક, ભાગ શેષ વધે ત્યારે ચંદ્ર ત્રીજી આવૃત્તિ પ્રવર્તિત કરે છે. ત્રીજી આવૃત્તિના સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ યુક્ત હોય છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેવીસ ચૂહિક ભાગ આટલું પ્રમાણ પુષ્ય નક્ષત્રનું શેષ રહે ત્યાં રહીને સૂર્ય શ્રાવણમાસ ભાવિની વષકાળની ત્રીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, રેવતી નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર ચોથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. જ્યારે રેવતી નક્ષત્રના પચીસ મુહૂર્ત થયા એક મુહૂર્તના બાસઠ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા બત્રીસ ચૂણિકા ભાગ આટલા પ્રમાણના મુહૂતદિ ચૂર્ણિકાભાગ જ્યારે બાકી રહે ત્યારે ત્યાં રહેલ ચંદ્ર વષકાળની ચોથી આવૃત્તિને પૂરિત કરે છે. પુષ્ય નક્ષત્રની સાથે યોગ યુક્ત થઈને સૂર્ય તે સમયે રહે છે. પુષ્ય નક્ષત્રનો સમયવિભાગ પણ જે રીતે પહેલાં બીજા અને ત્રીજા પયયિમાં પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે અહીંયાં સમજી લેવો. પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં ચંદ્ર પૂવશિષ્ણુની નક્ષત્રની સાથે યોગયુક્ત રહે છે. પૂવફાળુની નક્ષત્રના બાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા સુડતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઢિયા તેર ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પ્રવર્તમાન ચંદ્ર પાંચમી શ્રાવણ માસ ભાવિની આવૃત્તિને પ્રવર્તિત કરે. છે. પાંચમી આવૃત્તિના પ્રવર્તન કાળમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે વર્તમાન રહે છે, તથા પુષ્ય નક્ષત્રનો સમય વિભાગ પણ જે પ્રમાણે પહેલી આવૃત્તિમાં પ્રતિપાદિત કરેલ છે એજ પ્રમાણે અહીંયા પણ સમજી લેવો, આ પૂવપ્રતિપાતિ ચાંદ્રાદિ પાંચ સંવત્સરોમાં હેમંતકાળની ભાવિની ઉત્તરાયણ ગતિરૂપ આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ યુક્ત થઈને પ્રવર્તિત કરે છે ? હસ્ત નક્ષત્રની સાથે રહીને પ્રવર્તિત કરે છે, હસ્ત નક્ષત્રના પાંચ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા પચાસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા સાઈઠ ભાગ આટલા પ્રમાણ હસ્ત નક્ષત્રના મુહૂતદિ જ્યારે અવશિષ્ટ રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને હેમંતઋતુની પહેલી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. પહેલી આવૃત્તિ ના પ્રવર્તમાનકાળમાં સૂર્ય ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહે છે. ઉત્તરાષાઢા નક્ષત્રના છેલ્લા સમયમાં જ સ્થિત હોય છે, તે સમયે ચંદ્ર શતભિષા નક્ષત્રની સાથે યોગ યુક્ત રહે છે. શતભિષાનક્ષત્રના બે મુહૂર્ત તથા એક મુહૂર્તના બાઠિયા અઠ્યાવીસ ભાગ તથા. બાસઠિયા એક ભાગના સડસઠિયા તાલીસભાગ શતભિષા નક્ષત્રના આટલા પ્રમાણ મુહૂતદિભાગ શેષ જ્યાં રહે ત્યાં ચંદ્ર વર્તમાન રહીને બીજી હેમંત કાળ ની. આવૃત્તિને પ્રવર્તિત કરે છે. બીજી આવૃત્તિના પ્રવર્તમાનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે વર્તમાન રહે છે ? આ સૂત્રાશની વ્યાખ્યા અને ગણિતપ્રકિયા પહેલી આવૃત્તિના કથન પ્રમાણે છે. ત્રીજી હેમંતઋતુ ભાવિની આવૃત્તિ કે જે માઘમાસમાં આવે છે ત્યારે ચંદ્ર કયા નક્ષત્રની સાથે યોગ કરીને તેને પ્રવર્તિત કરે છે. પુષ્ય નક્ષત્રની સાથે તે સમયે ચંદ્ર યોગયુકત રહે છે. જે સમયે ચંદ્ર ત્રીજી આવૃત્તિને પ્રવર્તિતું કરે છે. તે સમયે પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેતાલીસ ભાગ તથા બાસઠિયા એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org