________________ દર સૂરપનતિ-૧૦૨૮૭-૯૭ વિભક્ત કરીને જે ફળ આવે તેના પાંસડિયા ચૂર્ણિકા ભાગ શેષ રહે છે. જે સમયે ચંદ્ર ધનિષ્ઠા નક્ષત્રની સાથે યુક્ત થઈને પૂર્વોક્ત પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને એ પ્રથમ પૂર્ણિમાને સમાપ્ત કરે છે? સૂર્ય નક્ષત્રના યોગસંબંધી વિચારણામાં પૂવફાળુની નક્ષત્રના જે સમયે અઠ્યાવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના - બાસઠિયા આડત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને એ વિભાગના બત્રીસ યુણિકા ભાગ જ્યારે શેષ રહે ત્યારે એ પ્રદેશમાં રહીને સૂર્ય પહેલી પુનમને સમાપ્ત કરે છે. ચંદ્ર સૂર્યના પૂર્ણિમા સમાપક નક્ષત્ર યોગના વિચારમાં યુગ બોધક ચાંદ્ર ચાંદ્ર અભિવર્ધિતાદિ સંજ્ઞાવાળા પાંચ સંવત્સરોમાં સંચાર કરતો ચંદ્ર બીજી પૂનમને ક્યા નક્ષત્રમાં રહીને સમાપ્ત કરે છે ? ઉત્તરા પ્રોટાપા નક્ષત્રનો યોગ કરીને ચંદ્ર બીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. નક્ષત્રની સાથે રહીને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત અશ્વિની નક્ષત્રની સાથે યુદ્ધ થઈને એ ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, જે સમયે અશ્વિની નક્ષત્ર ચંદ્રની સાથે યુક્ત થઇને ત્રીજી પૂર્ણિમા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યુક્ત થઈને ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? ચિત્રા નક્ષત્ર ની સાથે યોગ કરીને સૂર્ય ત્રીજી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. બારમી અષાઢી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રનો યોગ કરીને સમાપ્ત કરે છે? ચંદ્ર બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે ઉત્તરાષાઢા નક્ષત્ર હોય છે. જે સમયે ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને બારમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે યોગ કરે છે? તે સમયે સૂર્ય પુનર્વસુ નક્ષત્રની સાથે યુક્ત હોય છે. છેલ્લા માસની બાસઠમી પૂર્ણિમાને ચંદ્ર કયા નક્ષત્રની સાથે વેગ કરીને એ સમાપ્ત કરે છે? ચંદ્ર ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે રહીને તે અંતિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, અંતિમ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં સૂર્ય નક્ષત્રયોગ વિચારણામાં પુષ્ય નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસ ઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, પહેલા માસની અમાવાસ્યાનો ચંદ્ર કયા નક્ષત્રનો યોગ કરીને સમાપ્ત કરે છે? અશ્લેષા નક્ષત્રની સાથે યુક્ત થયેલા ચંદ્ર પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. જે સમયે અશ્લેષા નક્ષત્ર ચંદ્રની સાથે યોગ કરીને યથોક્ત શેષ રહે તે સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને પહેલી અમાસાને સમાપ્ત કરે છે ? પહેલી અમાસ્યાના સમાપ્તિકાળમાં સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રહે છે, ઉત્તરા ફાલ્ગની નક્ષત્રની સાથે યોગ કરીને બીજી અમાવાસ્યાને સમાપત કરે છે. ઉત્તરાફાલ્ગની નક્ષત્રનો શેષ વિભાગ જે પ્રમાણે ચંદ્રના યોગ વિષયમાં કહેવામાં આવેલ છે, એજ પ્રમાણે અહીં સૂર્યના નક્ષત્ર યોગના સંબંધમાં પણ કહી લેવું ત્રીજી અમાવાસ્યાના સમા પ્તિ સમયમાં ચંદ્ર હસ્ત નક્ષત્રની સાથે યુક્ત હોય છે, જે પ્રમાણે ચંદ્રનું હસ્ત નક્ષત્ર સંબંધી. શેષ કથન પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે સૂર્યના વિષયમાં પણ પ્રતિપાદિત કરી લેવું. આદ્ર નક્ષત્રની સાથે યોગ કરીને ચંદ્ર બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે સૂર્ય પણ આદ્રા નક્ષત્રની સાથે જ રહીને એ બારમી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. ચંદ્ર પુનર્વસુ નક્ષત્રની સાથે રહીને છેલ્લી બાસઠ મી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, પુનર્વસુ નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર છેલ્લી બાસઠથી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તે સમયે પુનર્વસુ નક્ષત્રની સાથે સૂર્યનોયોગ હોય છે. પૂવક્ત નક્ષત્રોની સાથે રહેલ ચંદ્ર આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org