________________ 48 સૂરપન્નત્તિ-૧૦-૪૮-૪૯ ચંદ્રની સાથે યોગ કરીને એ ભાદરવામાસની પુનમને સમાપ્ત કરે છે. આશ્વિની પૂર્ણિ માનો કુલ સંજ્ઞક અને ઉપકુલ સંજ્ઞક નક્ષત્ર યથાયોગ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. તેને કુલોપકુલવાળા નક્ષત્રનો યોગ હોતો નથી. આ પૂર્વોક્ત પ્રકારથી બાકીની બધી જ પૂર્ણિમાઓના સંબંધમાં પાઠકમથી કહી આશ્લેષા અને મઘા એ બે નક્ષત્રો શ્રાવિષ્ઠી અમાવાસ્યાનો ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે. હસ્ત અને ચિત્રા એ બે નક્ષત્ર આસો માસની અમાસનો યથાસંભવ ચંદ્રની સાથે યોગ કરીને સમાપ્ત કરે છે, કાતિકી અમાસનો સ્વાતી અને વિશાખા નક્ષત્ર યોગ કરે છે, અનુરાધા, જ્યેષ્ઠા અને મૂળ આ ત્રણ નક્ષત્રો માગશર માસની અમાસનો યોગ કરે છે. પોષ માસની અમાસને પૂવષાઢા અને ઉત્તરાષાઢા નક્ષત્ર સમાપ્ત કરે છે. માઘમાસની અમાસને અભિજીત. શ્રવણ અને ધનિષ્ઠા એ ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. ફાગણમાસની અમાસને પૂવપ્રોષ્ઠ પદા અને ઉત્તરપ્રૌષ્ઠપદા નક્ષત્ર સમાપ્ત કરે છે. ચૈત્ર માસની અમાસ -ઉત્તરાભાદ્રપદા રેવતી અને અશ્વિની એ ત્રણ નક્ષત્રો સમાપ્ત કરે છે. ભરણી અને કૃત્તિકાનક્ષત્ર વૈશાખ માસની અમાસને સમાપ્ત કરે છે. રોહિણી અને મૃગશિરા એ બે નક્ષત્ર જ્યેષ્ઠ માસની અમાસને સમાપ્ત કરે છે. આદ્ર, પુનર્વસુ અને પુષ્ય અષાઢી અમાસને સમાપ્ત કરે છે, માર્ગશીર્ષ, માધી, અષાઢી અમાસનો યોગ કુલસંજ્ઞક અને ઉપકુલસંજ્ઞાવાળા નક્ષત્રો અને કુલોપકુલવાળા નક્ષત્રો પણ યોગ કરે છે, તે સિવાયની અમાસોમાં કુલોકુલ નક્ષત્ર નો યોગ હોતો નથી. યાવતુ જેઠમાસની અમાસનો કુલસંજ્ઞક ઉપકુલસંજ્ઞકનક્ષત્ર યોગ કરે છે. કુલપકુલ સંજ્ઞાવાળા નક્ષત્રનો યોગ તેને હોતો નથી. | પાહુડ૧૦નકનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ (પાહુડપાહુડ-૭) [5] હે ભગવાનુ પૂર્ણિમા અને અમાવાસ્યાનો સંનિપાત એટલે કે નક્ષત્રનો યોગ કેવી રીતે કહેલ છે તે આપ મને કહો જ્યારે ધનિષ્ઠા અપર નામવાળી શ્રાવિષ્ઠી પૂર્ણિમા હોય છે, ત્યારે એ પૂર્ણિમાની પછીની અમાસ મઘા નક્ષત્રયુક્ત હોય છે. જ્યારે શ્રાવણી પૂનમ ધનિષ્ઠા નક્ષત્ર યુક્ત હોય છે. ત્યારે ધનિષ્ઠા નક્ષત્રની પછીથી પંદરમા મઘાન ક્ષેત્રમાં શ્રાવણમાસની અમાસનો સંભવ રહે છે. જ્યારે પ્રૌષ્ઠપદા એટલે કે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્રથી યુક્ત પુનમ હોય છે. ત્યારે એજ માસની પછીની અમાસ ઉત્તરા ફાલ્ગની નક્ષત્રયુક્ત હોય છે. જ્યારે આશ્વિની નક્ષત્ર યુક્ત આસોમાસની પુનમ. થાય છે, ત્યારે ચિત્રા નક્ષત્ર યુક્ત ચૈત્રી નામની અમાસ થાય છે. જ્યારે કાતિક એટલે કે કૃત્તિકા નક્ષત્રથી યુક્ત કાર્તિક માસની પુનમ હોય છે એજ સમયે પછીની અમાસ વૈશાખી અર્થાતુ વિશાખા નક્ષત્રવાળી હોય છે, જ્યારે મૃગશિર નક્ષત્ર યુક્ત પુનમ હોય છે, એજ માસમાં જ્યેષ્ઠા અને મૂળ એ બેમાંથી એકથી યુક્ત જ્યેષ્ઠામૂલી નામની અમાસ થાય છે, જ્યારે પુષ્ય નક્ષત્રથીયુક્ત પોષમાસ બોધિકા પુનમ હોય છે, ત્યારે પછીની પૂવષિાઢાઅને ઉત્તરાષાઢામાંથી એક અથવા બને નક્ષત્રોથી યુક્ત અષાઢી. નામવાળી અમાસ થાય છે. આ જંબૂદ્વીપ નામના દ્વીપમાં અભિજીતને છોડીને સત્યાવીસ નક્ષત્ર વ્યવહારમાં આવે છે. | પાહુડ-૧૦રની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org