________________ પાહુડ-૧, પાહુડ-પાહુડ 21 નિષ્ક્રમણ કરતો સૂર્ય બીજી અહોરાત્રમાં ત્રીજા મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે, જ્યારે સૂર્ય અત્યંતર મંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસથી વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે, એ વિકંપન ક્ષેત્રમાં જ્યારે સૂર્ય સવવ્યંતર મંડળથી ત્રીજા મંડળમાં ઉપસકમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક યોજનાના એકસઠિયા પાંત્રીસ ભાગ આટલા પ્રમાણ વાળા ક્ષેત્રનું બે રાતદિવસથી વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એકસાઠિયા ચાર ભાગ ન્યૂન તથા એકસઠિયા ચાર ભાગ અધિક બાર મુહૂર્તની રાત્રી થાય છે, આ પ્રમાણે આ પૂર્વોક્ત કથિત ઉપાયથી નિષ્ક્રમણ કરતો સૂર્ય તદનન્તર મંડળથી તદનન્તર મંડળમાં સંક્રમણ કરતો કરતો બે યોજન તથા એક યોજન ના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક અહોરાત્રમાં વિકંપન કરીને સર્વબાહ્યમંડળ માં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સ ભ્યત્તર મંડળ માંથી સર્વબાહ્ય મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે સવભ્યિતર મંડળનું પ્રણિધાન કરીને એટલે કે અવધિ રૂપ બનાવીનેએકસો ત્રાશી રાત્રિ દિવસમાં એકસો પંદર યોજન વિકપન કરીને ગતિ કરે છે, ત્યાં પરમ પ્રકમાં પ્રાપ્ત ઉત્કર્ષિકા અઢાર મુહૂર્તની રાત્રિ હોય છે. તથાજઘન્યબાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ દક્ષિણાયનના છ માસ થાય છે. આ રીતે પ્રથમ દક્ષિણયાનના છ માસનું પર્યવસાન થાય છે. આ રીતે પ્રવેશ કરતો સૂર્ય બીજા છ માસને પ્રાપ્ત કરીને તેના પહેલા અહોરાત્રમાં બાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે બે યોજન અને એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક રાતદિવસમાં વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે અઢાર મુહૂર્તની એકસઠિયા બે મુહૂર્ત ભાગ ન્યૂન રાત્રી હોય છે અને એકસઠિયા બે મુહૂર્ત ભાગ અધિક બાર મુહૂર્તનો દિવસ હોય છે. ત્યાં પ્રવેશ કરતો સૂર્ય બીજા અહોરાત્રમાં સર્વ બાહ્યમંડળની પછીના ત્રીજા મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. જ્યારે સૂર્ય બાહ્ય મંડળના ત્રીજા મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ છે. ત્યારે ત્યારે પાંચ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ બે રાત દિવસમાં વિકંપન કરીને સૂર્ય ગતિ કરે છે. રાત્રિમાન અને દિવસમાન ત્રીજા મંડળના સંચરણ સમયે પહેલાં કહ્યા પ્રમાણે જ છે. તેમ સમજી લેવું. આ પ્રમાણે પૂર્વ કથિત ઉપાયથી પ્રવેશ કરતો સૂર્ય એ અનંતરના મંડળથી તેના પછીના મંડળમાં સંક્રમણ કરતો કરતો બે યોજન તથા એક યોજના એકસઠિયા અડતાલીસ ભાગ એક એક રાત્રિ દિવસથી વિકંપન કરીને સભ્યત્તર મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાંથી સભ્યતર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે સર્વબાહ્યમંડળનું પ્રણિધાન એટલે કે અવધિ કરીને એકસો ત્યાશી રાત્રિ દિવસથી એકસો પંદર યોજનાનું વિકંપન કરીને ગતિ કરે છે. ત્યારે ત્યાં પરમ પ્રકપ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ હોય છે. તથા જઘન્યા બાર મુહૂર્ત પ્રમાણની રાત્રી હોય છે. આ પ્રમાણે આ બીજા છ માસનું પર્યવસાન એટલે કે સમાપ્તિ થાય છે. આ રીતે આ આદિત્યસંવત્સર કહેલ છે. પાહુડદનીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org