________________ 18 સૂરપનરિ-૧/૪/૨૫ બીજા સૂર્યની ગતિ પણ થાય છે. આનો ગણિત પ્રકાર બે યોજન તથા એક યોજનના એકસઠિયા અડતાલીસ ભાગને બેથી આ રીતે યથોક્ત અંતર પરિમાણ થાય છે, ત્યારે અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. એકસઠિયા ચાર મુહૂર્ત ભાગ ઓછા તથા એકસઠિયા ચાર મુહૂર્ત અધિક બાર મુહૂર્તની રાત્રી હોય છે. આ રીતના ઉપાયથી નિષ્ક્રમણ કરતા એવા બને સૂયો પછીના મંડળથી તેના પછીના મંડળમાં સંક્રમણ કરતા કરતા પાંચ પાંચ યોજન તથા એક યોજનના એકસઠિયા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એક બીજાના અંતરને વધારતા વધારતા સર્વબાહ્યમંડળને ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક લાખ છસો સાઈઠ યોજનનું પરસ્પરમાં અંતર કરીને ગતિ કરે છે. અહીંયા દરેક મંડળમાં પાંચ યોજન તથા એક યોજનાના એકસાઠિયા પાંત્રીસ ભાગનું અંતર થાય છે. આ રીતના અંતર પરિમાણની વિચારણા કરતાં અભિદ્ધિત જણાઈ આવે છે. તેથી સવભ્યન્તર મંડળમાંથી સર્વબાહ્ય મંડળ એકસો ત્રાસી યોજન બરોબર થાય છે. તો જો પાંચ યોજનને એકસો ત્રાસીથી ગણવામાં આવે તો નવસોપંદર યોજન થાય છે. તથા એક સઠિયા પાંત્રીસની સંખ્યાને જો એકસો એંશી ગણી કરવામાં આવે તો ૬૪૦પ થાય છે. તેને એકસઠથી ભાગવાથી એકસો પાંચ થાય છે. તે એકસો પાંચની સંખ્યાને પહેલાની યોજન સંખ્યામાં ઉમેરવામાં આવે તો એક હજારને વીસ થાય છે. આ સંખ્યાને સભ્યન્તરના અંતર પરિમાણમાં ઉમેરવાથી એક લાખ છસો સાઈઠ થાય છે. આ રીતે સર્વ બાહ્યમંડળનું યથોક્તપરિમાણ થઈ જાય છે. ત્યારે ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત અઢાર મુહૂર્તની રાત્રી થાય છે અને જઘન્ય બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ રીતે પ્રથમ છ માસ કહેલ છે, આજ પહેલા છ માસનું પર્યવસાન છે. ત્યારે પ્રવેશ કરતા બન્ને સૂર્યો બીજા છ માસનો આરંભ કરીને પહેલી અહોરાત્રીમાં બાહ્યાવંતર મંડળમાં ઉપસિંક્રમણ કરીને ગતિ કરે છે. તે પછી જ્યારે એ બન્ને સૂર્યો બાહ્યના પછીનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે એક લાખ છસો ચોપન યોજન તથા એક યોજનના છત્રીસ એકસડિયા ભાગનું અંતર કરીને એકબીજા ગમન કરે છે. તેમ સમજવું ત્યારે એક લાખ છસો ચોપન યોજના તથા એક યોજનના એકસઠિયા છવ્વીસ ભાગ પરસ્પરમાં આંટલું અંતર કરીને ગતિ કરે છે. ત્યારે એકસઠિયા બે ભાગ મુહૂર્ત ન્યૂન અઢાર મૂહૂર્તની રાત્રી હોય છે. અને એક સઠિયા બે મુહૂર્ત વધારે બાર મુહૂર્તનો દિવસ થાય છે. આ પ્રમાણેના ઉપાયથી પ્રવેશ કરીને એ બન્ને સૂર્યો તે પછીના મંડલથી તે પછીના મંડળમાં સંક્રમણ કરતા કરતા પાંચ પાચ યોજન અને એકસોયોજનના એકસયિા પાંત્રીસ ભાગ એક એક મંડળમાં એકબીજાના અંતરને ઓછું કરતા કરતા સભ્યન્તર મંડળમાં જઈને ગતિ કરે છે. જ્યારે એ બને સૂર્ય સ ભ્યન્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે 99640 યોજનનું પરસ્પરમાં અંતર કરીને ગતિ કરે છે. ત્યારે પરમપ્રફર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટ અઢાર મુહૂર્તનો દિવસ થાય છે. તથા જઘન્ય બાર મુહૂર્તની રાત હોય છે. આ પ્રમાણે બીજા છ માસ સંબંધી કથન કરેલ છે. પાહુડ-૧૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! (પાહુડપાહુડ-૫) [2] ત્યાં કેટલા દ્વીપો અને સમુદ્રોનું અંતર કરીને સૂર્યગતિ કરે છે? તે આપ મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org