________________ પદ-૫ 263 અને અધિક હોય તો પ્રદેશ અધિક અવગાહના હોય. સ્થિતિ વડે તુલ્ય, વણાદિ અને ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત હોય. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબધે પણ એમ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. એ પ્રમાણે યાવતુ -દશપ્રાદેશિક સુધી જાણવું. પરન્ત પ્રદેશની વૃદ્ધિ કરવી. અવગાહના વડે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એ ત્રણ પાઠમાં યાવતું દશપ્રદેશિકને પ્રદેશની વૃદ્ધિ કરવી. જઘન્યસ્થિતિવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધો સંબંધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળા સંખ્યાત પ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા સંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે દ્વિસ્થાન પતિત છે, અવગાહનારૂપે દ્વિસ્થાન પતિત છે. સ્થિતિ વડે તુલ્ય છે. વણદિ અને ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબધે પણ એમ સમજવું. પરતું સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત છે. જઘન્યસ્થિતિ વાળા અસંખ્યાતપ્રદેશિક પગલો સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ ! જઘન્યસ્થિતિવાળો અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધ જઘન્યસ્થિતિવાળા અસંખ્યાતપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ. દ્રવ્યરૂપે તુલ્ય છે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે, સ્થિતિ વડે તુલ્ય છે, વણદિ અને ઉપરના ચાર સ્પર્શ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબંધે જાણવું. મધ્યમસ્થિતિવાળા સંબંધે પણ એમજ સમજવું. પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જઘન્યસ્થિતિવાળા અનંત પ્રદેશિક સ્કન્ધો સંબધે પૃચ્છા. હે ગૌતમ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ! જઘન્યસ્થિતિવાળો અનન્તપ્રદેશિક સ્કન્ધ જઘન્ય સ્થિતિ વાળા અનન્ત પ્રદેશિક કન્ધ ની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છસ્થાન પતિત છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત છે, સ્થિતિ વડે તુલ્ય છે, વણિિદ તથા આઠ સ્પર્શવડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટસ્થિતિવાળા સંબધે જાણવું. મધ્યમ સ્થિતિવાળા સંબધે એમજ જાણવું, પરન્તુ સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત હોય છે. જધન્યકાળવર્ણવાળા પરમાણુ મુગલ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્ય કાળાવણ વાળો પુદ્ગલપરમાણુ જઘન્યકાલાવર્ણવાળા પરમાણુપુદ્ગલની અપેક્ષાએ દ્રવ્યરૂપે, પ્રદેશરૂપે અને અવગાહનારૂપે તુલ્ય છે, સ્થિતિ વડે ચતુઃસ્થાનપતિત છે. કાળા વર્ણ પર્યાય વડે તુલ્ય છે. બાકીના વર્ષો નથી. ગંધ, રસ અને બે સ્પર્શપથિ વડે છસ્થાન પતિત છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા પરમાણુ સંબધે જાણવું. મધ્યમકાળા વર્ણ વાળા સંબધે પણ એમજ સમજવું. પરન્તુ સ્વસ્થાનને આશ્રયી છસ્થાન પતિત હોય છે. જઘન્યકાલાવર્ણવાળા દ્વિપ્રર્દેશિક સ્કન્ધ સંબધે પૃચ્છા. હે ગૌતમ ! તેઓના અનન્ત પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! જઘન્યકાળા વર્ણવાળો દ્વિપ્રદેશિક સ્કન્ધ જઘન્ય કાળાવર્ણવાળા દ્વિપ્રદેશિક સ્કન્ધની અપેક્ષાએ દ્રવ્યરૂપે તુલ્ય છે. અવગાહના વડે કદાચ ન્યૂન હોય, કદાચ તુલ્ય હોય કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો પ્રદેશ ન્યૂન હોય, ને અધિક હોય તો પ્રદેશ અધિક હોય. સ્થિતિ વડે ચતુઃસ્થાન પતિત, કાળાવર્ણપયાંય વડે તુલ્ય અને બાકીના વર્ણાદિ અને ઉપરના ચાર સ્પર્શવડે છસ્થાનપતિત હોય છે. એમ ઉત્કૃષ્ટકાળાવર્ણવાળા સંબધે જાણવું. મધ્યમકાળાવર્ણવાળા સંબધે એમજ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org