________________ - 252 પન્નવણા - પ-૩૧૦ મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, અને અચક્ષુદર્શન પયયની અપેક્ષાએ છસ્થાનપતિત હોય છે. તેજસ્કાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! એક તેજસ્કાયિક બીજા કોઈ એક તેજરકાયિકની અપેક્ષાએ પ્રત્યાર્થપણે તુલ્ય છે, પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત હોય છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત હોય છે. વર્ણ, ગબ્ધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન અને અચક્ષુદર્શન પયયવહે છ સ્થાનપતિત હોય છે. વાયુકાયિકોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ! વાયુકાયિકોને અનન્ત પર્યાયો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! કોઈ એક વાયુકાયિકો બીજા કોઈ એક વાયુકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થ રૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે અને સ્થિતિરૂપે ત્રિસ્થાનપતિત છે, વર્ણ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુદર્શન પર્યાય વડે છસ્થાનપતિત છે. વનસ્પતિકાયિકોને કેટલા પયયો છે? હે ગૌતમ ! અનન્ત પર્યાયો છે. કોઈ એક વનસ્પતિકાયિક કોઈ બીજા વનસ્પતિકાયિકની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે તુલ્ય છે, પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાન પતિત અને સ્થિતિરૂપે ત્રિસ્થાન પતિત છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મતિઅજ્ઞાન, શ્રતઅજ્ઞાન અને અચક્ષુદર્શનપર્યાય વડે છ સ્થાનપતિત હોય છે. તેથી એમ કહું છું કે વનસ્પતિકાયિકોને અનન્ત પયયો છે. [311-312 બે ઇન્દ્રિયોને કેટલા પર્યાયો કહ્યા છે. હે ગૌતમ ! બેઇન્દ્રિયોને અનન્ત પયિો કહ્યા છે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ! કોઈ એક બેઇન્દ્રિય કોઈ બીજા બેઇન્દ્રિયની અપેક્ષાએ દ્રવ્યાર્થરૂપે અને પ્રદેશાર્થરૂપે તુલ્ય છે, અવગાહનારૂપે કદાચિત્ ન્યૂન હોય, કદાચિત તુલ્ય હોય, કે કદાચ અધિક હોય. જો ન્યૂન હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, સંખ્યામાં ભાગ ન્યૂન હોય, સંખ્યાતગુણ ન્યૂન કે અસંખ્યાતગુણ ન્યૂન હોય. જો અધિક હોય તો અસંખ્યાતમો ભાગ અધિક હોય, થાવત્ અસંખ્યાતગુણ અધિક હોય. સ્થિતિને આશ્રીને ત્રિસ્થાનપતિત હોય. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આભિનિ બોધિકજ્ઞાનશ્રુતજ્ઞાન, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને અચક્ષુ દર્શન પર્યાય વડે છસ્થાન પતિત હોય. એમ તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીવો જાણવા. પરંતુ ચઉરિન્દ્રિયોને ચક્ષુ અને અચક્ષુ એ બે દર્શન હોય છે. જેમ નૈરયિકોને કહ્યા તેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને પયયો કહેવા. [313] હે ભગવન્! મનુષ્યોને કેટલા પર્યાયો કહ્યા છે? હે ગૌતમ ! અનન્ત પયો કહ્યા છે. હે ભગવન! એમ શા હેતુથી કહો છો કે “મનુષ્યોને અનન્ત પયયો કહ્યા છે ? હે ગૌતમ ! કોઈ પણ મનુષ્ય કોઈ બીજા મનુષ્યની અપેક્ષાએ દ્રવ્યાર્થપણે અને પ્રદેશાર્થપણે તુલ્ય છે, અવગાહનારૂપે ચતુઃસ્થાનપતિત છે, સ્થિતિરૂપે ચતુઃસ્થાપતિત છે, વર્ણ, ગંધ, રસ, સ્પર્શઅભિનિબોધિકજ્ઞાન શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મનઃ પીવજ્ઞાન વડે છસ્થાનપતિત છે, કેવળજ્ઞાન પર્યાય વડે તુલ્ય છે, ત્રણ, અજ્ઞાન અને ત્રણ દર્શન વડે છ સ્થાપતિત છે, અને કેવળ દર્શનપય વડે તુલ્ય છે. [314] વ્યત્તરો અવગાહનારૂપે અને સ્થિતિરૂપે ચતુર સ્થાનપતિત છે. વણદિ વડે છ સ્થાનપતિત છે. જ્યોતિષિકો અને વૈમાનિકો પણ એ જ પ્રકારે છે. પરંતુ સ્થિતિ વડે ત્રિસ્થાનપતિત છે. [315 જઘન્ય અવગાહનાવાળા નૈરયિકોને કેટલા પયયો કહ્યા છે? ગૌતમ ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org