________________ પદ-૧ 199 [175 કુલા કેટલા પ્રકારના છે?કુલાય છ પ્રકારના છે. -ઉગ્ર, ભોગ, રાજન્ય. ઇક્વાકુ, જ્ઞાત અને કૌરવ્ય. એમ કુલાર્યો કહ્યા. કમાંય કેટલા પ્રકારના કહ્યા છે? કમર્પોિ અનેક પ્રકારના કહ્યા છે. દૌષ્યિક, સૌત્રિક, કાપસિક,સૂત્રવૈકાલિક, ભાંડવૈકાલિક, કોલાલિય, નરવાહનિક તે સિવાયના બીજા પ્રકારના હોય છે. એમ કમયિો કહ્યા. શિલ્પાયો કેટલા પ્રકારના કહ્યા છે? શિલ્પા અનેક પ્રકારના હોય.- સુત્રાગ, તખ્તવાય, પટ્ટકાર,દેયડ પિંછી કાર,સાદડી વગેરે કરનારા, કાષ્ઠપાદુકાકાર- મુંજપાદુકાકાર છત્રકાર, બઝાર,-પુસ્તક કરનારા, લેપ્યકાર, ચિત્રકાર, શંખકાર,દત્તકાર, કંસારા, જિન્ઝ ગાર, સેલ્લાગાર, કોટિકારતે સિવાયના બીજા તેવા પ્રકારના હોય તે. એમ શિલ્પાય કહ્યા. ભાષાઆર્યો કેટલા પ્રકારના કહ્યા છે? જેઓ અર્ધમાગધી ભાષા વડે બોલે છે તે ભાષાઆર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મી લિપી પ્રવર્તે છે. બ્રાહ્મી લિપી લખવવાના અઢાર પ્રકારે છે. બ્રાહ્મી, યવનાની, દોસાપુરીયા, ખરૌષ્ટ્રી, પુખરસારિયા, ભોગવતી, પહરાઈયા, અંતખરિયા, અકબરપુફિયા. વૈનાયિકી, નિલવિકી અંકલિપી, ગણિત- લિપી, ગાંધવલિપી, આયસ લિપી, માહેશ્વેરી, દોમિલિપી, પૌલિન્દી. જ્ઞાના કેટલા પ્રકારના કહ્યા છે? જ્ઞાનાય પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે - આભિનિબોધિક- જ્ઞાનાર્યો શ્રુતજ્ઞાનાયો, અવધિજ્ઞાનાર્યો, મન પર્યવ જ્ઞાનાય, અને કેવલજ્ઞાનાર્યો. દર્શનાર્યો કેટલા પ્રકારના કહ્યા છે? દર્શનાય બે પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે સરાગ દર્શનાર્યો અને વીતરાગ દર્શનાર્યો. [17-189] સરાગદર્શના કેટલા પ્રકારના છે? સરાગદર્શનાય દશ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે-નિસર્ગચિ, ઉપદેશસ્ત્રચિ, આજ્ઞાસ્ત્રચિ. સૂત્રરુચિ, બીજચિ, અભિગમચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ સંક્ષેપરુચિ, ધર્મચિ. જેણે જીવ, અજીત, પુણ્ય, પાપ, આસવ, સંવર -સ્વાભાવિક મતિવડે સત્યરુપે જાણેલા છે અને તેની શ્રદ્ધા કરે છે તે નિસર્ગચિ. જે જિને ઉપદેશલા ચાર પ્રકારના ભાવોની ‘એમજ છે અન્યથા નથી’ એ પ્રમાણે સ્વયમેવ શ્રદ્ધા કરે તે નિસર્ગરુચિ જાણવો. જે અન્ય છહ્મસ્થ અથવા જિને ઉપદેશ કરેલા એજ ભાવોની શ્રદ્ધા કરે તે ઉપદેશચ જાણવો. જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞાવડે “એમજ છે, અન્ય થા નથી એ પ્રમાણે પ્રવચન ઉપર રુચિવાળો હોય તે આજ્ઞાચિ. જે સૂત્રનું અધ્યયન કરતા અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યકત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો. જીવાદિ તત્તવના એક પદની રચિવડે અનેક પદને વિષે જેની સભ્યત્વ-રૂચિ શ્રદ્ધા પાણીમાં તેલ ના બિંદુની પેઠે પ્રસરે તે બીજરૂપી જાણવો. જેણે અગિયાર અંગો, પાઈન્ના અને દૃષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાન અર્થથી જાણેલું છે તે અભિગમ રચિ. જેણે સર્વ પ્રમાણો અને સર્વ નવો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ જાણેલા છે તે વિસ્તારરુચિ જાણવો. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય,સર્વ સિમિતિ અને ગુણિને વિષે ક્રિયાભાવની- રુચિ હોય તે ક્રિયારૂચિ. જેણે કોઈ પણ કુદષ્ટિ-સ્વીકાર કર્યો નથી, જે જૈન પ્રવચનમાં અકુશલ છે અને બાકીના ઈતર પ્રવચન-દર્શનોમાં જેને અનભિગૃહીત અભિગૃહીત અભિ મુખપણે- ઉપાદેયપણે જ્ઞાન નથી તે સંક્ષેપરુચિ જાણવો. જિનેશ્વર કહેલા અતિ કાય-ધર્મની- શ્રત ધર્મ અને ચારિત્ર ધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મચિ જાણવો. પરમાર્થસંસ્તવ- સુર્દષ્ટપરમાર્થસેવા- વ્યાપત્રકુદર્શનવર્જના અને સભ્યત્ત્વની શ્રદ્ધાએ સમ્યગ્દર્શનના લિંગચિન્હો છે. નિઃશંકિત, નિઃકાંક્ષિત. નિવિચિકિત્સ- અમૂઢ દષ્ટિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org