________________ પદ-૨૦ 349 કરે. હે ભગવન્! જે મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે તે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ન ઉત્પન્ન કરે. હે ભગવન્! જે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય અને સર્વ દુઃખનો અન્ત કરે? હે ગૌતમ! સિદ્ધ થાય, યાવતુ સર્વ દુખનો અન્ન કરે. હે ભગવન્! નૈરયિક-નૈરયિકમાંથી નીકળી પછીના ભાવમાં વ્યંતરાદિ દેવમાં ઉત્પન્ન થાય? ન થાય. પિ૦૧] હે ભગવન્! અસુરકુમારોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે યાવદ્ સ્વનિતકુમારોમાં કહેવું. હે ભગવન્ ! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભાવમાં પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હા ગૌતમ ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાય અને વનસ્પતિકાયિક સંબંધે જાણવું. હે ભગવન્! અસુરકુમાર અસુરકુમારોથી નીકળી પછીના ભવમાં તેજ સ્કાય, વાયુકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિદ્રિયોમાંઉત્પન્ન થાય ? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. બાકીના પંચેન્દ્રિય તિર્યંચાદિ પાંચ દંડકમાં જેમ નૈરયિક કહ્યો તેમ અસુરકુમાર કહેવો. એ પ્રમાણે વાવતું નિતકુમારો કહેવા. ( પિ૦૨]હે ભગવન્! પૃથિવીકાયિક પૃથિકાયિકોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુરકુમારોમાં યાવતું સ્તનતકુમારોમાં પણ જાણવું. હે ભગવન્! પૃથિકાયિક પ્રથિકાયિકોથી નીકળી પછીના ભાવમાં પ્રથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અપ્લાયિકથી માંડી ચઉરિન્દ્રિય સુધીમાં કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જેમ નૈરયિક સંબંધે કહ્યું તેમ કહેવું. વ્યત્તર, જ્યોતિષિક અને વૈમાનિકમાં પ્રતિષેધ કરવો. એ પ્રમાણે જેમ પૃથિવીકાયિક કહ્યો તેમ અપ્લાયિક પણ કહેવો. યાવતુ વનસ્પતિ કાયિક પણ કહેવો. હે ભગવન્! તેજસ્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભાવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે અસુર કુમારોમાં યાવત્ સ્વનિતકુમારોમાં જાણવું. પૃથિવીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, વનસ્પતિકાયિક, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિદ્રયોમાં કોઈ ઉત્પન્ન થાય. હે ભગવનું જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીય ઉપદેશેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે-હે ગૌતમ એ અર્થ સમર્થ નથી. હે ભગવન! તત્કાયિક તેજસ્કાયિકોથી નીકળી પછીના ભાવમાં પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય અને કોઈ ઉત્પન્ન ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને શ્રવણ વડે પ્રાપ્ત કરે-હે ગૌતમ ! કોઈ શ્રવણ કરે અને કોઈ શ્રવણ ન કરે. હે ભગવન્! તે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને જાણે? હે ગૌતમ એ અર્થ સમર્થ નથી.મનુષ્ય, વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનકિમાં ઉત્પત્તિ સંબંધે પૃચ્છા હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. જેમ તેજસ્કાયિક કહ્યો તેમ વાયુકાયિક પણ નિરંતર કહેવો. પિ૦૩ હે ભગવન્! બેઈન્દ્રિય બેઈન્દ્રિયોથી નીકળી અનન્તર-ભવમાં નૈરયિકો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org