________________ 300 પન્નવણા - 13-406 [40] હે ભગવન્! જીવપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ! દસ પ્રકારનો. ગતિપરિણામ, ઇન્દ્રિયપરિણામ, કષાયપરિણામ, વેશ્યાપરિણામ. યોગપરિણામ, ઉપયોગપરિણામ, જ્ઞાનપરિણામ, દર્શનપરિણામ, ચારિત્રપરિણામ વેદપરિણામ. [47] હે ભગવન્! ગતિપરિણામ કેટલા પ્રકારે કહ્યો છે ? હે ગૌતમ ! ચાર પ્રકારે. નરકગતિપરિણામ, તિર્યંચગતિપરિણામ, મનુષ્યગતિ પરિણામ અને દેવગતિ પરિણામ. હે ભગવન્! ઈન્દ્રિયપરિણામ કેટલા પ્રકારનો કહ્યો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. શ્રોત્રેન્દ્રિયપરિણામ, ચક્ષુ ઈન્દ્રિયપરિણામ, ધ્રાણેન્દ્રિયપરિણામ, જિલૅન્દ્રિય પરિણામ અને સ્પર્શને દ્રિયપરિણામ. હે ભગવન્! કષાયપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! ચાર પ્રકારનો.- ક્રોધકષાયપરિણામ, માનકષાયપરિણામમાયાકષાયપરિ ણામ, અને લોભકષાયપરિણામ. હે ભગવન્! લેશ્યા પરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! છ પ્રકારનો. -કૃષ્ણલાપરિણામ, નીલલેશ્યા પરિણામ, કાપોતલેશ્યા પરિણામ, તેજલેશ્યાપરિણામ, પાલેશ્યાપરિણામ અને શુક્લલેશ્યા પરિણામ હે ભગવનું ! યોગપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. મનોયોગ પરિણામ, વચનયોગપરિણામ, અને કાયયોગ પરિણામ. હે ભગવનું ! ઉપયોગપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! બે પ્રકારનો. -સાકારોપયોગપરિણામ અને અનાકારોપયોગ. પરિણામ. હે ભગવન્! જ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! પાંચ પ્રકારનો. આભિ નિબોધિકજ્ઞાનપરિણામ, શ્રુતજ્ઞાનપરિણામ, અવધિજ્ઞાન પરિણામ, મનઃ પર્યવજ્ઞાન પરિણામ અને કેવલજ્ઞાનપરિણામ. હે ભગવન્! અજ્ઞાનપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો.- મતિઅજ્ઞાનપરિણામ, શ્રુતઅજ્ઞાન પરિણામ અને અને વિર્ભાગજ્ઞાનપરિણામ. હે ભગવન્! દર્શનપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો. -સમ્યગ્દર્શનપરિણામ. મિથ્યાદર્શનપરિણામ અને સમ્ય મ્મિધ્યાદર્શનપરિણામ. હે ભગવન્! ચારિત્રપરિણામ કેટલા પ્રકારનો છે? હે ગૌતમ ! પાંચ પ્રકારનો.- સામાયિકચારિત્રપરિણામ, છેદોપસ્થા પનીયચારિત્ર પરિણામ, પરિહારવિશુદ્ધિકચારિત્રપરિણામ, સૂક્ષ્મસંપરાયચારિત્ર પરિણામ, અને યથાખ્યાત ચારિત્રપરિણામ. હે ભગવનું ! વેદપરિણામ કેટલા પ્રકારનો છે ? હે ગૌતમ ! ત્રણ પ્રકારનો સ્ત્રીવેદપરિણામ, પુરુષવેદપરિણામ અને નપુંસકવેદપરિણામ. નૈરયિકો ગતિપરિણામવડે નરકગતિવાળા, ઈન્દ્રિયપરિણામવડે પંચેન્દ્રિયો, કષાયપરિણામવડે ક્રોધકષાયવાળા યાવતું લોભકષાયવાળા, વેશ્યાપરિણામવડે કૃષ્ણ લેશ્યાવાળા, નીલલેશ્યાવાળા અને કાપોતલેશ્યાવાળા, યોગપરિણામ વડે મનો યોગ વાળા, વચનયોગવાળા અને કાયયોગવાળા, ઉપયોગપરિણામ વડે સાકારઉપયોગ વાળા અને અનાકારઉપયોગવાળા, જ્ઞાનપરિણામ વડે આભિનિબોધિકજ્ઞાની, શ્રુત જ્ઞાની અને અવધિજ્ઞાની, અજ્ઞાનપરિણામ વડે મતિઅજ્ઞાની, શ્રુતજ્ઞાની અને વિભંગ જ્ઞાની, દર્શનપરિણામ વડે સમ્યગ્દષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ અને સશ્મિથ્યાદ્રષ્ટિ હોય છે. ચારિત્રપરિણામ વડે-અવિરતિ હોય છે. વેદપરિણામ વડે નપુંસકવેદી હોય છે. અસુર કુમારો પણ એમજ જાણવા. પરતુ દેવગતિવાળા, કૃષ્ણલેશ્યાવાળા વાવતુ તેજોલેસ્યા વાળા, વેદપરિણામ વડે સ્ત્રીવેદવાળા અને પુરુષવેદવાળા હોય છે, પરન્તુ નપુંસક વેદવાણા હોતા નથી. બાકી બધું તેમજ જાણવું. એ પ્રમાણે વાવત્ સ્વનિતકુમારો સુધી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org