________________ પદ-૧૨ 297 4i01] હે ભગવન્! દારિક શરીરો કેટલા પ્રકારનાં કહ્યાં છે ? હે ગૌતમ ! બે પ્રકારનાં.-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ-શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વહે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને તે કાળથી અનન્ત ઉત્સપિણી-અવસર્પિણીના સમયો વડે અપહ રાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે અને તે અભવ્યોથી અનન્તગુણ અને સિદ્ધોને અનન્તમાં ભાગે છે. હે ભગવન્! કેટલાં વક્રિય શરીર છે? હે ગૌતમ બે. બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને તે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણિઓના પ્રદેશ પ્રમાણ છે. તેમાં જે મુક્ત શરીરો છે તે અનંત છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપાય છે-ઈત્યાદિ જેમ ઔદારિક સંબધે મુક્ત શરીરો કહ્યાં છે તેમ વૈક્રિયના પણ કહેવાં. હે ભગવન્! આહારક શરીરો કેટલા પ્રકારના છે? હે ગૌતમ ! બે પ્રકારના છે-બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જો હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય અને ઉત્કૃષ્ટ સહસ્ત્રપૃથકત્વ હોય. તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે-ઈત્યાદિ જેમ ઔદારિકના મુક્ત શરીર કહ્યા છે તેમ કહેવાં. હે ભગવન્! કેટલા પ્રકારના તેજસ શરીરો કહ્યાં છે? હે ગૌતમ! બે બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સિદ્ધો કરતાં અનન્ત ગુણા અને અનન્તમાં ભાગ વડે ન્યૂન સર્વ જીવોના જેટલાં છે, તેમાં જે મુક્ત શરીરો છે તે અનન્તા છે અને કાળથી અનન્ત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અનન્ત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનન્તગુણા અને સર્વ જીવના વર્ગના અનન્તમાં ભાગ પ્રમાણ છે. એ રીતે કામણ શરીરો કહેવાં. 402 હે ભગવન્! નૈરયિકોને કેટલાં ઔદારિક શરીરો કહ્યાં છે ? હે ગૌતમ! બે પ્રકારના -બદ્ધ અને મુક્ત. તેમાં નરયિકોને બદ્ધ ઔદારિક શરીર હોતાં નથી, અને મુક્ત ઔદારિક શરીરી અનન્તા છે- હે ભગવન્! નૈરયિકોને કેટલાં વૈક્રિય શરીર કહ્યાં છે? હે ગૌતમ ! બે પ્રકારનાં બદ્ધ અને મુક્ત. તેમાં જે બદ્ધ વૈક્રિય શરીર છે તે અસંખ્યાતા છે અને કાળની અપેક્ષાએ અસંખ્યાતી ઉત્સર્પિણી અને અવસર્પિણી વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અસંખ્યાતી શ્રેણિઓ જેટલા છે, તે શ્રેણિ ઓની વિષુમ્મસૂચિ અંગુલ પ્રમાણ આકાશ પ્રદેશોના પ્રથમ વર્ગમૂલને બીજા વર્ગમૂલ વડે ગુણતાં જેટલા આકાશ પ્રદેશો આવે તેટલા પ્રદેશોની જાણવી. અથવા અંગુલપ્રમાણ આકાશ પ્રદેશોના બીજા વર્ગમૂલના ઘનપ્રમાણ શ્રેણિઓ જાણવી. તેમાં જે મુક્ત શરીરો છે તે જેમ ઔદારિકના મુક્ત શરીરો કહ્યાં તેમ કહેવાં. હે ભગવન્! નારકોને કેટલા આહારક શરીરો હોય છે? હે ગૌતમ ! બે પ્રકારના. -બદ્ધ અને મુક્ત. એ પ્રમાણે જેમ ઔદારિક શરીર બદ્ધ અને મુક્ત કહ્યાં તેમ આહારક શરીરો પણ કહેવાં. તૈજસ અને કાર્પણ શરીરો જેમ વૈક્રિય શરીરો કહ્યો તેમ કહેવા. 403 હે ભગવન્! અસુરકુમારોને કેટલા ઔદારિક શરીરો કહ્યો છે ? હે ગૌતમ ! જેમ નારકોને ઔદારિક શરીરો કહ્યાં તેમ અસુરકુમારોને પણ જાણવાં. હે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org