________________ 276 ૫-નવસા-૬-૩૪૬ પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ! એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે, પરનું બેઇન્દ્રિયો, વાવતુચઉરિદ્રિયોમાં ઉત્પન્ન થતા નથી, અને પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે. જો એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય તો શું પૃથિવી- કાયિક એકેન્દ્રિયોમાં કેયાવતુ. વનસ્પતિકાયિકએકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પૃથિવીકાયિક એકેન્દ્રિયોમાં અને અપ્લાયિક એકેન્દ્રિયોમાં પણ ઉત્પન્ન થાય છે, પણ તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થતા નથી. અને વનસ્પતિ કાયિક એકેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય છે. જો પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું સૂક્ષ્મ માં કે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય, પણ સૂક્ષ્મ પૃથિવીકાયિકમાં ન ઉત્પન્ન થાય. જે બાદર પૃથિવીકાયિકમાં ઉત્પન્ન થાય તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તા બાદર પૃથિવીકાયિકોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! પર્યાપ્તામાં ઉત્પન્ન થાય પણ અપર્યાપ્તામાં ન ઉત્પન્ન થાય. એ પ્રમાણે અપ્લાયિક અને વનસ્પતિ કાયિકને પણ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને વિશે જેમ નૈરયિકોની સંમૂછિમ સિવાય અન્યમાં ઉદ્વર્તના કહી તેમ અસુરકુમારોની પણ કહેવી. એ પ્રમાણે સ્વનિત કુમાર સુધી જાણવું. [347] હે ભગવન્! પૃથિવીકાયિકો ઉદ્વર્તન કરી-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં ન ઉત્પન્ન થાય, તિર્યંચયોનિક અને મનુષ્યોમાં ઉત્પન્ન થાય, અને દેવોમાં ન ઉત્પન થાય. જેમ પૃથિવીકાયિકોનો ઉપપાત કહ્યો છે તેમ ઉદ્ધતના પણ દેવસિવાય કહેવી. એ પ્રમાણે અપ્લાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ કહેવા. તેજસ્કાય અને વાયુકાય માટે એમજ જાણવું. પરંતુ મનુષ્ય સિવાય બીજાને વિશે ઉત્પન્ન થાય. [348] હે ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચો મરીને તુરત ક્યાં જાય-ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! નૈરયિકોમાં, યાવત્ દેવોમાં ઉત્પન્ન થાય. જો નૈરયિકોમાં ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય કે યાવતું સાતમી નરકમૃથિવીમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ સાતે નરકમાં ઉત્પન્ન થાય. જો તિર્યંચોમાં ઉત્પન્ન થાય તો શું એકેન્દ્રિયમાં કે યાવતુ-પંચેન્દ્રિયોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! પાંચમાં.-ઇત્યાદિ જેમ એઓનો ઉપયાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરન્તુ એઓ અસંખ્યાત વરસના આયુષવાળા તિર્યંચોમાં પણ ઉત્પન્ન થાય છે. જે મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો શું સંમછિમ કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બનેમાં ઉત્પન્ન થાય. એ પ્રમાણે જેમ ઉપપાત કહ્યો છે તેમ ઉદ્વર્તના પણ કહેવી. પરતુ અકર્મભૂમિના અને અન્તર દ્વીપના અસંખ્યાત વરસના આયુવાળા મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે એમ કહેવું. જો દેવોમાં ઉત્પન થાય તો શું ભવનપતિમાં ઉત્પન્ન થાય કે યાવતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ! બધામાં. જો ભવનપતિમાં ઉત્પન્ન થાય તો શું અસુરકુમારોમાં કે યાવતું નિતકુમા રોમાં ઉત્પન્ન થાય ? હે ગૌતમ ! બધામાં. એ પ્રમાણે વ્યત્તર, જ્યોતિષક અને વૈમાનિ કોમાં સહસ્રરકલ્પ સુધી નિરંતર ઉત્પન્ન થાય છે. [349] હે ભગવન્! મનુષ્યો મરણ પામી તુરત ક્યાં જાય, ક્યાં ઉત્પન્ન થાય? હે ગૌતમ ચારે ગતિમાં, એમ નિરંતર બધા સ્થાનકો સંબધે પૃચ્છા કરવી. હે ગૌતમ ! બધા સ્થાનકોમાં ઉત્પન્ન થાય છે. કોઈ પણ સ્થાનનો પ્રતિષેધ ન કરવો. વાવતુસર્વાર્થસિદ્ધ દેવોમાં પણ ઉત્પન્ન થાય છે. કોઈક તો સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org