SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ 180 જીવાજીવાભિગમ- ૧૦/પ૩૯૦ અપર્ય વસિત હોય છે. તેથી અહીયાં તેની કાયસ્થિતિનો વિચાર કરવામાં આવેલ નથી, ઔદારિક શરીરનું અંતર જઘન્યથી એક સમયનું છે. અને ઉત્કૃષ્ટથી એક અંતમુહૂર્ત અધિક તેત્રીસ સગરોપમનું હોય છે. વૈક્રિયશરીરનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી વનસ્પતિકાલ પ્રમાણ પ્રમાણ અનંતકાળનું અંતર છે. આહારક શરીરનું અંતર જઘન્યથી એક અંતર્મુહૂર્તનું છે. અને ઉત્કૃષ્ટથી અનંતકાળથી કંઈક ઓછું અપાઈ યુગલ પરાવર્તકાળનું છે. તૈજસ અને કામણ એ બેઉનું અંતર હોતું નથી. સૌથી ઓછા આહારક શરીરવાળા જીવ છે. તેના કરતાં વૈક્રિય શરીરવાળા જીવો અસંખ્યાત ગણા વધારે તેના કરતાં ઔદારિક શરીર વાળા જીવો અસંખ્યાતગણા વધારે હોય તેના કરતાં અશરીરી સિદ્ધજીવ છે તેઓને અનંતગણા વધારે માનેલા છે. પ્રતિપત્તિ ૧૦સવજીવ-દ! [૩૯૧-૩૯૨]કોઈ અપેક્ષાથી સઘળા સઘળા જીવો સાત પ્રકારના છે પૃથ્વી કાયિક 1, અપ્લાયિક 2, એસ્કાયિક 3, વાયુકાવિક 4, વનસ્પતિકાયિક પ, ત્રસકાયિક 6 અને અકાયિક 7 સૌથી ઓછા ત્રસકાયિક જીવો છે. તેના કરતાં તેજસ્કાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પૃથિવીકાયિક જીવો વિશેષાધિક છે. તેના કરતાં અપકાયિક જીવ વિશેષાધિક છે. તેના કરતાં વાયુ કાયિક જીવ વિશેષાધિક છે. અને તેના કરતાં સિદ્ધ જીવો અનંતગણા વધારે છે. તથા તેના કરતાં પણ વનસ્પતિકાયિક જીવ છે તે અનંત ગણ અધિક છે. અથવા આ રીતે પણ સઘળા જીવો સાત પ્રકારના કહેવામાં આવેલ છે. કૃષ્ણલેશ્યાવાળાજીવ, નીલલેશ્યા વાળાજીવ, કાપોતલેશ્યા વાળાજીવ, તેજલેશ્યાવાળાજીવ, પદ્મલેશ્યાવાળાજીવ શુકલલેક્ષાવાળાજીવ અને લેડ્યા વિનાના જીવો, કૃષ્ણલેશ્યા વાળા જીવ કૃષ્ણલેશ્યાથી યુક્ત થઈને ઓછામાં ઓછા અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે એક અંત મુહૂર્ત અધિક તેત્રીસ સાગ રોપમ કાળ પર્યન્ત રહે છે. નીલલેશ્યા વાળા જીવની કાયસ્થિતિ જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની હોય છે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી અધિક દસ સાગરોપમની હોય છે. કાપોતલેશ્યા વાળા જીવની કાયસ્થિતિ જઘન્યથી તો એક અંતર્મુહૂર્તની કહેવામાં આવેલ છે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી વધારે ત્રણ સાગરોપમની છે તેજલેશ્યા વાળા જીવોની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો હોય છે. અને ઉત્કૃષ્ટથી પલ્યોપમના અસંખ્યાત ભાગથી વધારે બે સાગરોપમનો હોય છે. પદ્મવેશ્યા વાળા જીવની કાયસ્થિતિનો કાળ જઘન્યથી એક અંતર્મુહૂર્તનો હોય છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત અધિક દસ સાગરોપમનો હોય છે. શુકલેશ્યાવાળા જીવોની કાયસ્થિતિનો કાળ જાન્યથી એક અંતર્મુહૂર્તનો છે. અને ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત અધિક તેત્રીસ સાગરોપમનો છે. અલેશ્ય જીવની કાયસ્થિ તિનો કાળ સાદિ અપર્યવસિત હોય છે. સૌથી ઓછા શુકલેશ્યા વાળા જીવો હોય છે. તેના કરતાં પાલેશ્યાવાળા જીવો સંખ્યાતગણા વધારે છે. તેના કરતાં તેજલેશ્યાવાળા પણ સંખ્યાત ગણા વધારે છે. અલેશ્યજીવો તેજલેશ્યા વાળાઓથી પણ અનંતગણા વધારે છે. કાપોતલેશ્યા વાળ ઓના કરતાં નીલલેશ્યાવાળા જીવો વિશેષાધિક છે. અને તેના કરતાં કૃષ્ણલેશ્યા વાળા વિશેષાધિક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy