SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ 146 જીવાજીવાભિગમ - ૩જ્યોતિષ્ઠા૩૧૫ કરીને તેને ઉઠાવે છે. એ બળદના રૂપ ધારણ કરવાવાળા દેવો સફેદ હોય છે. સુભગ હોય છે. તેના બને પડખાના ભાગો છે તે સુજાત છે, શ્રેષ્ઠ છે, તેમની આંખો પ્રશસ્ત છે. સ્નિગ્ધ છે. તેઓની જે જાંઘાઓ છે તે વિશાલ અને પીવર છે. તેઓનું જે કપોલ મંડલ છે તે પણ ગોળ અને વિપુલ છે. તેઓના જે ઓઠ છે. તે ઘણ જેવા છે દિવસ અને રાતવિકસિત રહેવાવાળા પડા અને ઉત્પલોની પરિપૂર્ણ સુગંધ જેવી સુગંધથી બધી તરફથી સુવાસિત થઈ રહેલ છે. તેમની ખરીયો અનેક પ્રકારની છે. તેમના દાંત એવા સફેદ છે કે જાણે સ્ફટિક મણિયોથી જ બનેલા હોય. તેમની જીભ એટલી બધી લાલાશથી યુક્ત છે કે જાણે તે તપનીય સોનાને ઢાળીને તેમાં તે ચોંટાડી દીધેલ હોય છે. તેમનો તાળું ભાગ પણ એટલો બધો લાલ છે. તેમનું બળ અને વીર્ય પુરૂષકાર અને પરાક્રમ એમના. અપરિમિત છે. ચંદ્ર વિમાનની ઉત્તર દિશામાં આવેલ દેવો કે જેઓ ચંદ્રના વિમાનને ઉત્તર દિશાની તરફથી ઉપાડે છે. તેઓ તેને ઘોડાના રૂપ ધારણ કરીને ઉઠાવે છે. આ પદોની વ્યાખ્યા જેમ પહેલા કરવામાં આવેલ છે. એ જ પ્રમાણેની છે. આ ઘોડાઓની જે આંખો છે તે હરિમેલક વૃક્ષની કોમળ કળીના જેવી છે. લોખંડના ઘણ જેવા દઢ કરેલ. સુબદ્ધ લક્ષણોથી ઉન્નત્ત પુલિત અને અત્યંત ચંચલ તેમની ગતિ છે. તેઓ સારી રીતે નમ્ર છે. એના એ પાશ્વભાગ મિત છે. તેમનું જે પેટ છે. તે માછલી અને પશિના જેવું પાતળું છે. તેમનો જે કટિ ભાગ છે. તે પુષ્ટ છે. તેમના ગળામાં જે વાળ છે તે કોમળ છે, વિશદ છે. પ્રશસ્ત છે. દર્પણના જેવા આભૂષણો વિશેષથી યુક્ત તેમના માથાના આભૂષણો છે. મુખ-મંડપ એ નામનું આભૂષણ વિશેષ અવચૂલ, લાંબા લાંબા ગુચ્છા ચામર અને થાસક-દર્પણના આકાર જેવા આભરણ વિશેષ એ બધા જેના પર યોગ્ય સ્થાને સજાવેલ છે. સોનાની તેમની ખરિયો છે. તપેલા સોનાની તેઓની જીભ બનેલ છે. તેમના તાલ, તપનીય સોના જેવા બનેલા છે. તપની સોનાની બનેલ લગામથી યુક્ત છે. હે ગૌતમ ! સૂર્યના વિમાનને પૂર્વ દિશા વિગેરે દિશાના ક્રમથી 16 સોળ હજાર દેવો ઉઠાવે છે. તેના સંબંધનું તમામ કથન ચંદ્ર વિમાન માફક જાણવું. હે ગૌતમ! ગ્રહના વિમાનને આઠ હજાર દેવો પૂર્વ દિશાઓના ક્રમથી ઉઠાવે છે. તેમાં ગ્રહ વિમાનની પૂર્વ દિશાના બે હજાર દેવો, દક્ષિણ દિશાના બે હજાર દેવો, પશ્ચિમ દિશાના બે હજાર દેવો, ઉત્તર દિશાની તરફથી બે હજાર દેવો ઉઠાવે છે. નક્ષત્રના વિમાનને પૂર્વ દિશા વિગેરે ક્રમથી બધા મળીને ચાર હજાર દેવો ઉઠાવે છે. તેમાં એક હજાર દેવો સિંહનું રૂપ ધારણ કરીને તેને પૂર્વ દિશા તરફથી ઉઠાવે છે. એક હજાર દેવો હાથીના રૂપ ધારણ કરીને તેને દક્ષિણ દિશા તરફથી ઉઠાવે છે. એક હાર દેવો બળદના રૂપ ધારણ કરીને તેને પશ્ચિમદિશા તરફથી ઉઠાવે છે. અને એક હજાર દેવો ઘોડાના રૂપો ધારણ કરીને તેને ઉત્તરદિશા તરફથી ઉઠાવે છે. એ જ પ્રમાણે તારાઓના વિમાનોને પણ પૂર્વ દિશાના ક્રમથી દેવો ઉઠાવે છે. તેમ સમજવું. પરંતુ તેમના વિમાનોને કેવળ બે હજાર દેવોજ ઉઠવે છે. 31] ચંદ્રમા કરતાં સૂર્ય શીધ્રગતિવાળા છે. ગ્રહો કરતાં નક્ષત્રો શીધ્ર ગતિ વાળા છે. નક્ષત્રો કરતાં તારાઓ શીધ્ર ગતિવાળા છે. સૌથી અલ્પ ગતિવાળા ચંદ્ર દેવ છે. અને સૌથી શીધ્ર ગતિવાળા તારા રૂપ છે. [317] તારા રૂપ જ્યોતિષ્ક દેવો કરતાં નક્ષત્રો ઘણી જ મોટિ &દ્ધિવાળા છે. નક્ષત્રો કરતાં ગ્રહો મોટિ ઋદ્ધિવાળા છે. ગ્રહો કરતાં સૂર્ય મોટિ ઋદ્ધિવાળા છે. સૂર્યના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy