SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ 128 જીવાજીવાભિગમ- ૩/હી.સ./૨૮૬ સૂર્યથી ચંદ્રનું છે. મનુષ્યલોકની બહાર ચંદ્રનું ચંદ્રથી અંતર અને સૂર્યનું સૂર્યથી અંતર એક લાખ યોજનાનું છે. મનુષ્ય લોકની બહાર પંક્તી રૂપે અવસ્થિત સૂર્યથી અંતરિત ચંદ્ર અને ચંદ્રોથી અંતરિત સૂર્ય પોતપોના તેજઃ પુંજથી પ્રકાશિત થાય છે. તેનું અંતર અને પ્રકાશ રૂપ લેગ્યા વિચિત્ર પ્રકારની હોય છે. એક ચંદ્રના પરિવારમાં 88 ગ્રહો અને 28 નક્ષત્રો હોય છે. તથા એક ચંદ્રના પરિવારમાં 66975 કોડા કડી તારાઓ છે. મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર અને સૂર્ય અવસ્થિત યોગવાળા છે. ચંદ્ર અભિજીત નક્ષત્રથી અને સૂર્ય પુષ્ય નક્ષત્રથી યુક્ત રહે છે. 287 હે ભગવનું માનુષોત્તર પર્વત કેટલો ઉંચો છે? જમીનની અંદર કેટલો ઉડી ઉતરેલ છે? હે ગૌતમ ! માનુષોત્તર પર્વત 1721 યોજન પૃથ્વીથી ઉંચો છે. 430 યોજન અને એક કોસ-ગાઉ જમીનની અંદર ઉંડો ઉતરેલ છે. મૂળમાં 1022 યોજના પહોળો છે. વચમાં ૭ર૩ યોજન પહોળો છે. ઉપરની બાજુ 424 યોજન પહોળો છે. જમીનની અંદરની તેની પરિધિ 14230249 યોજનથી કંઇક વધારે બહારની બાજી નીચેની પરિધિ 14236714 યોજનની છે. તેની ઉપરની પરિધિ ૧૪ર૩૨૯૩૨ છે. આ પર્વત આ રીતે મૂળમાં વિસ્તારવાળો મધ્યમાં સંક્ષિપ્ત થયેલ અને ઉપરના ભાગમાં સંકોચાયેલ છે. અંદરના ભાગમાં ચીકણો છે. મધ્યમાં ઉંચો છે. બહારના ભાગમાં દર્શનીય છે. આ પર્વત એવો જણાય છે કે જેમ સિંહ આગળના બે પગોને લાંબા કરીને અને પાછળા બે પગોને સંકોચીને બેઠેલ હોય. આ પર્વત પૂર્ણ રીતે જાંબૂનદમય છે. નિર્મળ છે. શ્લેષ્ણ છે. વાવત્ પ્રતિરૂપ છે. તેની બન્ને તરફ બે પાવર વેદિકાઓ અને વનખંડ વર્તુલાકારથી રહેલ છે. આ પર્વતનું નામ માનુષોત્તર પવત એ પ્રમાણે થવાનું કારણ એ છે કે આ માનુષોત્તર પર્વતની અંદર મનુષ્યો રહે છે, ઉપર સુપર્ણ કુમાર રહે છે. અને બહાર દેવો રહે છે. અથવા આ પર્વતનું એ પ્રમાણે નામ થવાનું એ પણ કારણ છે આ માનુષોત્તર પર્વતની ઉપર અથવા આ માનુષોતર પર્વતની બહાર મનુષ્યો પોતાની શક્તિથી ક્યારેક ગયા નથી. જતા પણ નથી. અને જશે પણ નહીં. જે જંઘા ચરણ મુનિ હોય છે, અથવા વિદ્યાચારણ મુનિ હોય છે, તેઓ અથવા જેમને દેવો હરણ કરીને લઈ જાય છે, એવા મનુષ્યોજ આ માનુષોતર પર્વતની બહાર જાય છે. એજ કારણથી આનું નામ માનુષોત્તર પર્વત છે. અથવા માનુષોત્તર એ પ્રમાણેનું આ નામ તેનું નિમિત્ત વિનાનું છે, કેમકે એ નિત્ય છે. જ્યાં સુધી આ માનુષોત્તર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. તે પછી. મનુષ્યલોક નથી. જ્યાં સુધી ભારત વિગેરે ક્ષેત્ર છે, વર્ષધર પર્વત છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી ઘર છે, ત્યાં સુધી મનુષ્યલોક છે, જ્યાં સુધી ગામ છે, યાવત્ રાજધાનીયો છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી અરિહંત ચક્રવર્તિ, બલદેવ. વાસુદેવ, પ્રતિવાસુદેવ ચારણ દ્ધિધારી મનુષ્ય, વિદ્યાચારણ મુનિ, શ્રમણ, શ્રમણિયો શ્રાવક શ્રવિકા અને ભદ્ર પ્રકૃતિવાળા મનુષ્ય છે, ત્યાં સુધી આ મનુષ્યલોક છે. જ્યાં સુધી સમય છે, આવલિકા છે, શ્વાસોચ્છવાસ છે, સ્તોક, લવ, મુહૂર્ત, દિવસ, અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, વર્ષશત, વર્ષ સવસ. વર્ષશત સહસ, પૂવાંગ, પૂર્વ એજ પ્રમો પૂર્વ, ત્રુટિત, અડડ, અવવ, હુક, ઉત્પલ, પધ, નલિન, અર્થ નિકુર, અયુત, નયુત, મયુત, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકા શીર્ષ પ્રહેલિ કાંગ. શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005074
Book TitleAgam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages187
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy