________________ [24] नमो नमो निम्मल देसणस्त પંચમ ગણધર શ્રી સુધમસ્વમિને નમઃ ( 9 અનુત્તરોવવાય દાસાઓ = નવમુંગસુત્ર-ગુર્જરછાયા વર્ગ-૧ - - અધ્યયન-૧-૧૦-) તેિ કાળે અને તે સમયમાં રાજગૃહ નામનું નગર હતું તે નગરમાં શ્રેણિક રાજા હતા, તેમને ચેલણા નામની રાણી હતી. ગુણશીલ નામનું ઉદ્યાન હતું. તે કાળે અને તે સમયમાં રાજગૃહમાં આર્યસુધમસ્વિામી પધાર્યા.પરિષદઆવી.ધર્મદિશના સાંભળીને પરિષદ્ પાછી ફરી. આઈ જેબૂસ્વામી શ્રી સુધમસ્વિામીને વંદન-નમસ્કાર કરીને પૂછવા લાગ્યા-અહો ભગવન્! શ્રમણ યાવતુ મોક્ષને પ્રાપ્ત થયેલ ભગવાન મહાવીર સ્વામીએ આઠમાં અંગ અતકાદશાંગ સૂત્રનો આ પ્રમાણે અર્થ કહેલ છે, તો નવમાં અંગ અનુત્તરોવેવાઈયદશાંગનો શું અર્થ કહેલ છે? ત્યારે તે સુધમસ્વિામી જંબૂ સ્વામીને આ પ્રમાણે કહેવા લાગ્યા. હું જેબૂ! નવમાં અંગ અનુતરોવવાઈયદશાંગ સૂત્રના ત્રણ વર્ગ કહેલ છે. હે ભત્તે ! અનુત્તરોવ વાઈયદશાંગ સૂત્રના પ્રથમ વર્ગના કેટલા અધ્યયનો પ્રરૂપ્યાં છે? પ્રથમ વર્ગના દશ અધ્યયનો પ્રરૂપેલા છે, તો આ પ્રમાણે જલિ યાલિ, ઉવયાલિ, પુરુષસેન, વારિણ, દીર્ધદાત્ત, લદાંત, વેહલ, વેહાયસ.અભય કુમાર.પ્રથમ અધ્યવનનો ભગવાને શો અર્થ પ્રરૂપ્યો છે? હે-જંબૂ! તે કાળે અને તે સમયમાં રાજગૃહ નગર હતું. તે નગર ધન-વૈભવ ભવન અને જનસમૂહથી સંપન્ન હતું. ગુણશીલ ઉદ્યાન હતું. ત્યાં શ્રેણિક રાજા હતા. ધારિણી રાણી હતી. એકદા ધારિણી દેવીએ સ્વપ્રમાં સિંહને જોયો. સ્વપ્ર જોઈને જાગ્રત થાય છે યાવતુ જાલિકુમારનો જન્મ થાય છે. મેઘકુમારની જેમ જાલિકુમારનું વર્ણન સમજવું. જાલિકુમારના આઠ કન્યાઓથી સાથે લગ્ન થાય છે યાવતુ સુખનો અનુભવ કરતો વિચરે છે. સ્વામી સમોસય શ્રેણિક નીકળ્યા મેઘકુમારની જેમ જાલીકુમાર નીકળ્યા દીક્ષા લીધી. અગ્યાર અંગનો અભ્યાસ કરે છે. સ્કન્ધક મુનિની જેમ ગુણરત્ન તપોકર્મ આદરે છે વગેરે સર્વે સંદક મુનિની માફક જાણવું. પ્રભાત પછી ભગવાનને પૂછીને સ્થવિર સાધુઓની સાથે વિપુલ પર્વત ઉપર ચડે છે. સંલેખના કરે છે. વિશેષ એકે સોળ વર્ષની શ્રાધ્યાયાંયને પાળીને અને કાળના અવસરે કાળ કરીને ઉપર ચન્દ્રમાં, સૂર્ય દિ તથા સૌધર્મ ઈશાન, સનકુમાર, મહેન્દ્ર ઈત્યાદિ બાર દેવલોક અને નવ ગ્રેવેયકથી પણ ઉપર જઈને વિજય નામક અનુત્તર વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org