________________ શતક-૩, ઉસો-૧ અવળું જેમ ફાવે તેમ ઢસડે છે. ત્યારે તે વૈમાનિક દેવો પૂર્વ પ્રમાણે જોવાથી અતિશય ગુસ્સે ભરાણા અને ક્રોધથી મિસમીસાટ કરતા વિમાનિક) દેવોએ દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે જઈને બન્ને હાથ જોડીને દશે નખને ભેગા કરીને માથે અંજલિ કરી તે ઈને જય અને વિજયથી વધાવ્યો. તેઓ આ પ્રમાણે બોલ્યા કે- હે દેવાનુપ્રિય ! બલિચચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ, આપ. દેવાનુપ્રિયને કાળને પ્રાપ્ત થએલા જાણી, તથા ઈશાનકલ્પમાં ઈદ્રપણે ઉત્પન્ન થએલા જોઈ તે અસુર કુમારો ઘણા ગુસ્સે ભરાણા અને પાવતુ-તઓએ આપના મૃતક દેહને ઢસડીને એકાંતમાં મૂક્યું. પછી જેઓ ત્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ચાલ્યા ગયા. જ્યારે તે દેવેંદ્ર, દેવરાજ ઈશાને તે ઈશાનકલ્પમાં રહેનારા બહુ વૈમાનિક દેવો અને દેવીઓ દ્વારા એ વાતને સાંભળી અને અવધારી. ત્યારે તેને ઘણો ગુસ્સો થયો અને યાવતુ-ક્રોધથી મિસમિસાટ કરતો, ત્યાંજ દેવશય્યામાં સારી રીતે રહેલા તે ઈશાન છે કપાળમાં ત્રણ આડ પડે તેમ ભવાં ચડાવી, તે બલિચંચા રાજધાનીની બરાબર સપક્ષે અને સપ્રતિદિશે જોયું. જે સમયે દેવેંદ્ર દેવરાજ શકે ઈશને પૂર્વ પ્રમાણે બલિચંચા રાજ- ધાનીની બરાબર સામે જોયું અને પ્રતિદિશે જોયું તેજ સમયે તે દિવ્ય પ્રભાવવડે બલિચંચા રાજધાની અંગારા જેવી થઈ ગઈ, આગના કણીયા જેવી થઈ ગઈ, રાખ જેવી થઈ ગઈ, તપેલી રેતીના કહિયા જેવી થઈ અને અતિ ઉષ્ણ લાઈ જેવી થઈ ગઈ. હવે જ્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકુમાર દેવો અને દેવીઓ તે બલીચંચા રાજધાનીને અંગારા જેવી થએલી અને યાવતુ-ખૂબ તપેલી લાય જેવી થયેલી જોઈ,તેવી જોઈને અસુરકુમારો ભય પામ્યા, સુકાઈ ગયા. ઉગવાળા થયા અને ભયથી વ્યાપી ગયો તથા તેઓ બધા ચારે તરફ દોડવા લાગ્યા, ભાગવા લાગ્યા અને એકબીજાનો આશ્રય લેવા લાગ્યા. જ્યારે તે બલી ચંચા રાજધાનીમાં રહેનારા અસુરકુમાર દેવો અને દેવીઓએ દેવેન્દ્ર, દેવરાજ ઈશાન કોપ્યો છે એમ જાણ્યું ત્યારે તેઓ દેવેંદ્ર, દેવરાજ ઈશાની સામે, ઉપર, સપક્ષે, અને પ્રતિદિશે બેસી, દશે નખ ભેગા થાય તેમ બને હાથ જોડવાપૂર્વક શિરસાવર્તયુક્ત માથે અંજલી કરી તે ઈશાન ઈદ્રને જય અને વિજયવડે વધામણી આપી કહ્યું કે અહો ! આપ દેવાનુપ્રિયે દિવ્ય દેવદ્ધિ થાવ-પ્રાપ્ત કરેલી, અને આપ દેવાનુપ્રિયે લબ્ધ કરેલી, પ્રાપ્ત કરેલી અને સામે આણેલી એવી દિવ્ય દેવઋદ્ધિ અમે જોઇ ? હે દેવાનુપ્રિય! અમે આપની પાસે ક્ષમા માંગીએ છીએ. હે દેવાનુપ્રિય ! આપ અમને ક્ષમા આપો, હે દેવાનુપ્રિય ! તમે ક્ષમા કરવાને યોગ્ય છો, વારંવાર પુનઃ એમ નહીં કરીએ, એમ કહી વિનયપૂર્વક એ અપરાધ બદલ તેની પાસે વિનયપૂર્વક સારી રીતે ક્ષમા માગે છે. હવે જ્યારે તે બલીચંચા રાજધાનીમાં રહેનારા ઘણા અસુરકમાર દેવો અને દેવીઓએ પોતાના અપરાધ બદલ તે દેવેંદ્ર, દેવરાજ ઈશાનની પાસે વિનયપૂર્વક સારી રીતે વારંવાર ક્ષમા માગી ત્યારે તે ઈશાન ઈદ્ર તે દિવ્ય દેવત્રદ્ધિને અને તેજલેશ્યાને પાછી ખેંચી લીધી. અને હે ગૌતમ ! ત્યારથી જ માંડીને તે બલિચંચા રાજધાનીમાં રહેનારા અનેક અસુરકુમાર દેવો અને દેવીઓ તે દેવેંદ્ર, દેવરાજ ઈશાનનો સત્કાર કરે છે, તેની સેવા કરે છે તથા ત્યારથીજ દેવેંદ્ર, દેવરાજ ઈશાનની આજ્ઞામાં, સેવામાં, આદેશમાં, અને નિર્દેશમાં તે અસુરકુમાર દેવો તથા દેવીઓ રહે છે. હે ગૌતમ! દેવેંદ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ એ પ્રમાણે મેળવી. હે ભગવન્! દેવેંદ્ર, દેવરાજ ઈશાનની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org