SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨, ઉદેસી-૫ નામનું ઝરણું છે. તેની લંબાઈ અને પહોળાઈ પાંચસો ધનુષ્ય જેટલી છે, તેનો આગળનો ભાગ અનેક જાતના વૃક્ષખંડોથી સુશોભિત છે, સુંદર છે, પ્રસન્નતા પમાડે તેવો છે. દર્શનીક છે, રમણીય છે, અને જેનારને સંતોષ ઉપજાવે તેવો છે. તે ઝરણમાં અનેક ઉષ્ણુયોનિ વાળા જીવો અને પુદ્ગલો પાણીરૂપે ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, ચ્યવે છે અને ઉપચય પામે છે તે ઉપરાંત તે ઝરણમાંથી હંમેશાં ઉષ્ણોખ્ખા પાણી ઝર્યા કરે છે. હે ગૌતમ ! એ મહાતપોપતીપ્રભવ નામના ઝરણાનો અર્થ છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહી ભગવંત ગૌતમ શ્રમણ ભગવંત મહાવીરને વાંદે છે, અને નમે છે. { શતક ૨-ઉદેસા-પ-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ? (- ઉદેશક :-) [138] હે ભગવન્! ભાષા અવધારિણી છે. એમ હું માનું? હે ગૌતમ! તે માટે પન્નવણા સૂત્રનું સંપૂર્ણ ભાષાપદ જાણવું. શતક 2- ઉદ્દેસા નીમુનિ દીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદ્દેશકઃ૭-) [13] હે ભગવન્! દેવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! દેવો ચાર પ્રકારના કહ્યા છે તે આ પ્રમાણે :-ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષિક અને વૈમાનિક, હે ભગવન્! ભવનવાસી દેવોનાં સ્થાનો કયે ઠેકાણે આવેલો છે ? હે ગૌતમ ! તે રત્નપ્રભા પૃથ્વિના નીચે છે ઈત્યાદિબધું સ્થાનપદમાં કહેલ દેવોની વક્તવ્યતાની પેઠે કહેવું. વિશેષ એ કે, અને તેઓનાં ઉપપાત લોકના અસંખ્ય ભાગમાં થાય છે એ બધું કહેવું યાવતુસિદ્ધગડિક પૂરી કહેવી. વળી કલ્પોનું પ્રતિષ્ઠાન, જાડાઈ, ઉંચાઇ, અને આકાર, એ બધું જીવાભિગમસૂત્રમાં કહેલ છે. વાવ-વૈમાનિક ઉદ્દેશકની પેઠે કહેવું. | શતક: ૨-નાઉદેસા-૭-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ( ઉદ્દેશક 8:-) [14] હે ભગવન્! અસુરકુમારોના ઈંદ્ર અને તેઓના રાજા ચમરની સુધમાં નામની સભા ક્યાં કહેલી છે ? હે ગૌતમ ! જંબૂઢીપ નામના દ્વીપમાં રહેલ મંદિર-મેરુ પર્વતની દક્ષિણ બાજુમાં તીરછા અસંખ્ય દ્વીપ અને સમુદ્રો ઓળંગ્યા પછી અણવર નામનો દ્વીપ આવે છે, તે દ્વીપની વેદિકાના બહારના છેડાથી આગળ વધીએ ત્યારે અરુણોદય સમુદ્રમાં 42 લાખ યોજન ઉંડા ઉતર્યા પછી તે ઠેકાણે અસુરના ઈદ્ર અને રાજા ચમરનો નિગિચ્છકકૂટ નામનો ઉત્પાદ પર્વત આવે છે, તેની ઉંચાઈ ૧૭ર૧ યોજન છે, તેનો ઉદ્ધધ 430 યોજન અને એક કોશ છે. આ પર્વતનું માપ ગૌસ્તુભ નામના આવાસ પર્વતના માપની પેઠે જાણવું. વિશેષ એ કેઃ- ગો સુભના ઉપરના ભાગનું જે માપ છે તે માપ અહીં વચલા ભાગ માટે સમજવું અથતુ. તે પર્વતનો વિષ્ફભ મૂળમાં 1022 યોજન છે. વચ્ચે 424 યોજન છે અને ઉપલો વિખંભ 726 યોજન છે. તેની પરિક્ષેપ મૂળમાં ૩૨૩ર યોજન તથા કાંઈક વિશેષોન છે અને ઉપલો પરિક્ષેપ 2286 યોજન તથા કાંઈક વિશેષોન છે તે મૂળમાં વિસ્તૃત છે, વચ્ચે સાંકડો છે અને ઉપર વિશાળ છે. તેનો વચલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy