SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ 498 ભગવાઈ - 2-1 થી 11996 ઉત્પન્ન થયેલા છે તેઓ પાપ કર્મને ભોગવવાની શરૂઆત તો એક કાળે કરે છે અને તેનો અંત જુદા જુદા કાળે કરે છે. હે ભગવનું ! શું લેશ્યાવાળા અનંતરોપપન મૈરયિકો પાપકર્મને ભોગવવાની શરૂઆત એક કાળે કરે છે-ઈત્યાતિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વની પેઠે જાણવું. એ રીતે યાવતુ-અનાકાર ઉપયોગવાળા સુધી સમજવું. એમ અસુરકુમારો અને યાવતું-વૈમાનિકો સંબંધે પણ જાણવું. પણ વિશેષ એ કે, જેને જે હોય તેને તે કહેવું. એ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મ સંબંધે પણ દંડક કહેવો, અને એમ યાવતુ-અંતરાય કમ - સુધી જાણવું. | [997] એમ એ પાઠવડે જેમ બંધિશતકમાં ઉદ્દેશકની પરિપાટિ કહી છે તે બધી ઉદ્દેશકની પરિપાટી અહીં પણ યાવતુ-અચરમ ઉદ્દેશક સુધી કહેવી. અનન્તરસંબંધી ચારે ઉદ્દેશકોની એક વક્તવ્યતા કહેવી. બાકીના ઉદ્દેશકોની એક વક્તવ્યતા સમજવી. શતક ૨૯-ઉદ્દેસા-૧-૧૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (શતક-૩૦) - ઉદેસો-૧ [98] હે ભગવન્! કેટલા સમવસરણો-મતો-કહ્યા છે ? હે ગૌતમ ! ચાર. ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનવાદી અને વિનયવાદી. હે ભગવન્! શું જીવો ક્રિયા વાદી છે, અક્રિયાવાદી છે, અજ્ઞાનવાદી છે અને વિનયવાદી પણ છે. હે ભગવન! શું લેશ્યાવાળા જીવો ક્રિયાવાદી છે-ઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! તેમજ છે. એ પ્રમાણે યાવતુશુક્લલેશ્યાવાળા જીવો સંબંધે સમજવું. લે૫ારહિત કાવતું ક્રિયાવાદી છે, પણ અક્રિયાવાદી વિનયવાદીનથી. કપાક્ષિક જીવો ક્રિયાવાદી નથી, પણ અક્રિયાવાદી યાવત વિનયવાદી છે. શુક્લપાલિકો લેશ્યાવાળા જીવોની પેઠે જાણવા અને સમ્યગ્દષ્ટિ જીવોલેશ્યરહિત જીવોની પેઠે જાણવા. મિથ્યાવૃષ્ટિને કૃષ્ણપાક્ષિક જીવોની પેઠે જાણવું. હે ભગવન્! શું સમ્મશ્મિધ્યાવૃષ્ટિ જીવો ક્રિયાવાદી છે-ઈત્યાદિ પૃચ્છા.હે ગૌતમ ! તેઓ ક્રિયાવાદી નથી, અક્રિયાવાદી નથી, પણ અજ્ઞાનવાદી અને વિનયવાદી છે. લેશ્યારહિત જીવોની પેઠે જ્ઞાની અને વાવતુ-કેવલજ્ઞાની જીવો જાણવા, તથા અજ્ઞાની અને વાવતુ- વિર્ભાગજ્ઞાનીજીવો કૃષ્ણપાક્ષિક જીવોની પેઠે જાણવા આહારસંજ્ઞામાં પાવતુપરિગ્રહસંજ્ઞામાં ઉપયોગવાળા જીવો વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. નોસંજ્ઞામાં ઉપયોગવાળા જીવો વેશ્યારહિત જીવોની પેઠે જાણવા. વેદવાળા અને વાવતુ-નપુંસક વેદવાળા વેશ્યાવાળા જીવોની પેઠે સમજવા. વેદરહિત જીવો વેશ્યા રહિત જીવોની જેમ જાણવા. સકષાયી અને યાવતુ લોભકષાયી લેયાસહિત જીવોની જેમ સમજવા. અકષાયી જીવો લેશ્યરહિત જીવોની પેઠે જાણવા. યાવતુ-કાયયોગી વેશ્યાવાળા જીવોની જેમ જાણવા. અયોગી જીવો લેશ્યરહિત જીવોની પેઠે સમજવા. સાકાર અને અનાકાર ઉપયોગવાળા જીવો સળેશ્ય જીવોની જેમ જાણવા. નૈરયિકો ક્રિયાવાદી છે, અને યાવતુવિનયવાદી પણ છે. હે ભગવનું ! શું લેશ્યાવાળા નૈરયિકો ક્રિયાવાદી છેઇત્યાદિ પૃચ્છા. હે ગૌતમ ! પૂર્વ પ્રમાણે જાણવું. એ રીતે યાવતુ-કાપોતલેશ્યાવાળા નૈરયિકો સુધી જાણવું. કૃષ્ણપાક્ષિક નૈરયિકો ક્રિયાવાદી નથી. એ ક્રમ પ્રમાણે જીવો વિષે જે વક્તવ્યતા કહી છે તેજ વક્તવ્યતા નૈરયિકો સંબંધે પણ સમજવી. તથા એ રીતે યાવતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy