SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉર્દો -3 461 અને પશ્ચિમ લાંબી લોકકાશની શ્રેણિઓ અસંખ્યાતી જાણવી. દક્ષિણ અને ઉત્તર લાંબી તથા ઊર્ધ્વ અને અધો લાંબી લોકાકાશની શ્રેણિઓ સંબંધે પણ એ પ્રમાણે જાણવું. અલોકાકાશની શ્રેણિઓએ દ્રવ્યરૂપે અનંત છે. એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ લાંબી, દક્ષિણ અને ઉત્તરમાં લાંબી તથા ઉંચે અને નીચે લાંબી અલોકાકાશની શ્રેણિઓ સંબધે પણ જાણવું. હે ભગવન ! આકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે શું સંખ્યાતી છે-ઈત્યાદિ પ્રશ્ન. હે ગૌતમ ! જેમ દ્રવ્યરૂપે કહ્યું છે તેમ પ્રદેશરૂપે પણ કહેવું. એ પ્રમાણે વાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી બધી શ્રેણિઓ અનંતજાણવીલોકાકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે કોઈ સંખ્યાત પ્રદેશરૂપ છે, કોઈ અસંખ્યાત પ્રદેશરૂપ છે, એ પ્રમાણે પૂર્વ અને પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણિઓ જાણવી. તથા ઊર્ધ્વ અને અધો લાંબી લોકાકાશની શ્રેણિઓ અસંખ્યાત પ્રદેશાત્મક છે. અલોકાકાશની શ્રેણિઓ કોઈક સંખ્યાત પ્રદેશરૂપ હોય, કોઈ અસંખ્યાત પ્રદેશરૂપ હોય અને કોઈ અનંતપ્રદેશાત્મક પણ હોય. પૂર્વ અને પશ્ચિમ લાંબી અલોકાશની શ્રેણિઓ અનંત પ્રદેશની હોય છે. એ પ્રમાણે દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણિઓ સંબંધે પણ જાણવું. ઉંચે અને નીચે લાંબી અલોકાકાશની શ્રેણિઓ કદાચ તે સંખ્યાત પ્રદેશની હોય,કદાચઅસંખ્યાતપ્રદેશની હોય અને કદાચ અનંત પ્રદેશની હોય. [૮૭પ હે ભગવન! શ્રેણિઓ શું સાદિ-સપર્યવસિત-છે, સાદિ અને અન્તરહિત છે, અનાદિ અને સાન્ત છે કે અનાદિ અને અનન્ત છે? હે ગૌતમ ! અનાદિ અને અનન્ત છે. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબંધે સમજવું. લોકાકાશની શ્રેણિઓ તે સાદિ અને સાત્ત છે, એ પ્રમાણે. વાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબંધે પણ જાણવું. અલોકાકાશની શ્રેણિઓ કોઈક સાદિ અને સાન્ત હોય, કોઈક સાદિ અને અનન્ત હોય, કોઇક અનાદિ અને સાન્ત હોય, તથા કોઇક અનાદિ અને અનન્ત હોય. એ પ્રમાણે પુર્વ પશ્ચિમ લાંબી અને દક્ષિણ-ઉત્તર લાંબી શ્રેણિઓ સંબંધે જાણવું. પરન્તુ તે સાદિ અને સાંત નથી, પણ કોઇક સાદિ અને અનંત છે- તથા સા-માન્ય શ્રેણિઓની પેઠે ઊર્ધ્વ-અધો લાંબી શ્રેણિઓ સંબંધે પણ પૂર્વ પ્રમાણે ચાર ભાંગા કરવા.આકાશની શ્રેણિઓ દ્રવ્યાર્થપણે- કૃતયુગ્મરૂપ છે. પણ જ, દ્વાપરયુગ્મ કે કલ્યોજરૂપ નથી. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લોબી શ્રેણિઓ સંબધે પણ જાણવું. તથા લોકાકાશની અને અલોકાકાશની શ્રેણિઓ પણ એ પ્રમાણે કૃતયુગ્મરૂપ જાણવી. શ્રેણિઓ પ્રદેશાર્થપણે- પૂર્વે કહ્યા પ્રમાણે જાણવી. એ પ્રમાણે યાવતુ-ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ જાણવી. લોકાકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે તે કદાચ કૃતયુગ્મ છે, વ્યોજ નથી, કદાચ દ્વારયુગ્મ છે,પણ કલ્પોજરૂપ નથી. એ પ્રમાણે પૂર્વ-પશ્ચિમ અને દક્ષિણ -ઉત્તર લાંબી શ્રેણિઓ સંબંધે જાણવું. ઊર્ધ્વ અને અધો લાંબી લોકાકાશની શ્રેણિઓ તે. કૃતયુગ્મ રૂપ છે, અલોકાકાશની શ્રેણિઓ પ્રદેશરૂપે કોઈ કૃતયુગ્મ રૂપ હોય, યાવતુ-કોઈ કલ્યોજ રૂપ પણ હોય. એમ પૂર્વ અને પશ્ચિમ લાંબી તથા દક્ષિણ અને ઉત્તર લાંબી શ્રેણિ. ઓ સંબધે જાણવું. ઊર્ધ્વ અને અધો લાંબી શ્રેણિઓ સંબધે પણ એમ જ સમજવું, પરન્તુ તે કલ્યોજરૂપ નથી. [876] હે ભગવન્! કેટલી શ્રેણિઓ કહી છે? હે ગૌતમ ! સાત શ્રેણિઓ કહી છે. તે આ પ્રમાણે જ્વાયત-એકતઃ વક્ર- ઉભયતઃ વક્ર-બે તરફ વાંકી,-એક તરફ લોકનાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy