SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૨૫, ઉદેસો-૩ 459 ઘન ચતુરસ્ત્ર અને પ્રતર ચતુરસ્ત્ર ભેદ કહેવા. યાવતુ-તેમાં જે ઓજ પ્રદેશિક પ્રતર ચતુ રસ્ત્ર છે તે જઘન્ય નવ પ્રદેશવાળું અને નવ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. અને જે યુગ્મ પ્રદેશિક પ્રતર ચતુરસ્ત્ર છે તે જઘન્ય ચાર પ્રદેશવાળું અને ચાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન ચતુરસ્ત્ર છે તે બે પ્રકારનું તેમાં જે ઓજપ્રદેશિક ઘન ચતુરસછે તે જધન્ય સત્તાવીશ પ્રદેશવા અને સત્તાવીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંતપ્રદેશ વાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. અને જે યુગ્મ પ્રદેશિક ઘન ચતુરસ્ત્ર છે તે જઘન્ય આઠ પ્રદેશવાળું અને આઠ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાનું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. હે ગૌતમ ! આયત સંસ્થાન ત્રણ પ્રકારનું છે, તેમાં જે શ્રેણિ આયત છે તે બે પ્રકારનું છે, તે આ પ્રમાણેઓજપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક, તેમાં જે ઓજપ્રદેશિક શ્રેણિ આયત છે તે જધન્ય ત્રણ પ્રદેશવાળું અને ત્રણ આકારપ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. જે યુપ્રદેશિક શ્રેણિ આયત છે તે જઘન્ય બે પ્રદેશવાળું અને બે આકાણાંપ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અંસખ્ય આકાશપ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે પ્રતરાયત છે તે બે પ્રકારનું જે ઓ જ પ્રદેશિક પ્રતરાય છે તે જઘન્ય પંદર પ્રદેશવાળું અને પંદર આકાશપ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક પ્રતરાયત તે જઘન્ય છ પ્રદેશવાળું અને છ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘનાયત છે તે બે પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે-ઓપ્રદેશિક અને યુગ્મપ્રદેશિક. તેમાં જે ઓજસ્વદેશિક ઘનાયત છે તે જઘન્ય પિસ્તાળીશ પ્રદેશવાળું અને પિસ્તાળીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે યુગ્મપ્રદેશિક ઘનાયત છે તે જઘન્ય બાર પ્રદેશવાળું અને બાર આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય આકાશ પ્રદેશમાં અવગાઢ છે. [73] હે ભગવન્! પરિમંડલ સંસ્થાન કેટલા પ્રદેશવાળું, અને કેટલા આકાશ પ્રદેશમાં અવગાઢ હોય? હે ગૌતમ! પરિમંડલ સંસ્થાન બે પ્રકારનું ઘન પરિમંડલ અને પ્રતર પરિમંડલ, તેમાં જે પ્રતર પરિમંડલ છે તે જઘન્ય વીશ પ્રદેશવાળું અને વીશ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, અને ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્યાત આકાશ. પ્રદેશમાં અવગાઢ છે. તેમાં જે ઘન પરિમંડલ છે તે જઘન્ય ચાળીશ પ્રદેશવાળું અને ચાળીસ આકાશ પ્રદેશમાં અવગાઢ છે, તથા ઉત્કૃષ્ટ અનંત પ્રદેશવાળું અને અસંખ્ય પ્રદેશમાં અવગાઢ છે. પરિમંડલ સંસ્થાન તે કૃતયુગ્મ નથી, વ્યોજ નથી, દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજરૂપ છે. એ ભગવન! વ્રત્તસંસ્થાન દ્રવ્યાર્થપણે શું કતયુગ્મ છે-ઇત્યાદિ પ્રશ્ન. ઉત્તર પૂર્વ પ્રમાણે જાણવો. એ પ્રમાણે વાવતું આયત સંસ્થાન સુધી સમજવું. પરિમંડલ સંસ્થાનો સામાન્યતઃ સર્વસમુદિતરૂપે કદાચ કૃતયુગ્મ, કદાચ વ્યાજ, કદાચ દ્વાપરયુગ્મ, અને કદાચ કલ્યો- જરૂપ હોય છે. તથા પ્રત્યેકની અપેક્ષાએ કૃતયુગ્મ રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy