SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ 354 ભગવાઈ - 2424860 ચારપૂર્વકોટી અધિક સત્તાવન સાગરોપમએ પ્રમાણે બાકીના આઠ ગુમકો કહેવા. એ પ્રમાણે વાવતુ-અશ્રુતદેવ સુધી જાણવું. અનતાદિ ચારે સ્વગોંમાં પ્રથમના ત્રણ સંઘયણ વાળા ઉપજે છે. હે ભગવન! રૈવેયક દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય-ઇત્યાદિ પૂવક્ત, વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે અહીં પ્રથમના બે સંઘયણવાળા ઉપજે છે. હે ભગવન્! વિજય, વૈજયંત, જયંત અને અપરાજિત દેવો ક્યાંથી આવી ઉત્પન્ન થાય છે-ઈત્યાદિ પૂર્વોક્ત બધી વક્તવ્યતા યાવતુ-અનુબંધ સુધી કહેવી. વિશેષ એ કે અહીં પ્રથમ સંઘયણવાળા ઉપજે છે, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ અને ઉત્કૃષ્ટ પાંચ ભવ સુધી તથા કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક એકત્રીશ સાગરોપમ અને ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોટી અધિક છાસઠ સાગરોપમ મનુષ્યને નવે ગમકોમાં ચૈવેયકમાં ઉત્પન થનાર મનુષ્યની પેઠે લબ્ધિ-ઉત્પત્તિ કહેવી. વિશેષ એ કે ત્યાં પ્રથમ સંઘયણવાળો ઉપજે છે. સવર્થસિદ્ધના દેવોનો ઉપપાત વિજયાદિકની પેઠે કહેવો. અને તે યાવતું તેઓ જઘન્ય અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની સ્થિતિવાળા સર્વાર્થસિદ્ધ દેવોમાં ઉત્પન્ન થાય. એ સંબંધે બીજી બધી વક્તવ્યતા વિજયાદિકમાં ઉત્પન્ન થતા મનુષ્યની પેઠે કહેવી. વિશેષ એ કે ભવાદેશથી ત્રણ ભવ અને કાળાદેશથી જઘન્ય બે વર્ષપૃથકત્વ અધિક તેત્રીશ સાગરોપમ તથા ઉત્કૃષ્ટ બે પૂર્વકોટી અધિક તેત્રીશ સાગરોપમ જો તે પોતે જઘન્ય કાળની સ્થિતિવાળી હોય તો તેને પણ એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ બેથી નવ હાથ, અને સ્થિતિ બેથી નવ વર્ષ સુધીની જાણવી. જો તે પોતે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળો હોય તો તેને એ જ પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે શરીરનું પ્રમાણ જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચસો ધનુષનું તથા સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોટીની હોય છે. કાળાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે પૂર્વમોટી અધિક તેત્રીશ સાગરોપમ સવર્થસિદ્ધ દેવોને આ ત્રણ ગમકો જ હોય છે. શતક ૨૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ | ( શતકઃ 25 ) - ઉદ્દેશકઃ 1 - [861] વેશ્યા, દ્રવ્ય, સંસ્થાન, યુગ્મ, પવિાદિ, પુલાકાદિ, શ્રમણો, ઓધ, ભવ્ય. અભવ્ય, સમ્યગ્દષ્ટિ, મિથ્યાવૃષ્ટિ, આ બાર ઉદ્દેશકો કહેવાના છે. [862] કેટલી વેશ્યાઓ કહી છે? હે ગૌતમ ! છે. પ્રથમ શતકના બીજા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે લેયાઓનો વિભાગ અને તેનું અલ્પબદુત્વ યાવતુ ચાર પ્રકારના દેવો અને ચાર પ્રકારની દેવીઓના મિશ્ર અલ્પબદ્ધત્વ સુધી કહેવું. [863] હે ભગવન્! સંસારી જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ! સંસારી જીવો ચૌદ પ્રકારના કહ્યા છે, અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય, અપયપ્તિ બાદર એકેન્દ્રિય, પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, અપર્યાપ્ત બેઈન્દ્રિય, પર્યાપ્ત બેઇન્દ્રિય, એ પ્રમાણે પર્યાપ્ત અને અપર્યાપ્ત ઇન્દ્રિય, પર્યાપ્ત ને અપર્યાપ્ત ચઉરિન્દ્રિય. અપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય, અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય અને પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય. હે ગૌતમ! સૂક્ષ્મ અપર્યાપ્ત જીવનો જઘન્ય યોગ સૌથી થોડો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy