________________ 404 ભગવાઈ- ૨૦-પ૪૭૮૬ હોય. જો તે એક રસવાળો હોય તો કદાચ કડવો, યાવત્ કદાચ મધુર હોય જો તે બે સ્પર્શવાળો હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ, કદાચ શીત અને રુક્ષ, કદાચ ઉષ્ણ અને સ્નિગ્ધ, કદાચ ઉષ્ણ અને રુક્ષ હોય. હે ભગવન્! દ્વિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળા હોયઈત્યાદિ પ્રશ્ન. અઢારમાં શતકમાં છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યા પ્રમાણે કહેવું, યાવતુ તે કદાચ ચાર સ્પર્શવાળો હોય.' જો. તે એક વર્ણવાળો હોય તો કદાચ કાળો હોય અને યાવતુ-કદાચ ધોળો હોય જો તે બે વર્ણવાળો હોય તો કદાચ કાળો અને લીલો, કદાચ પીળો અને ધોળો હોય. એ પ્રમાણે દ્વિસંયોગી દશ ભંગા જાણવા. જો તે ગંધવાળો હોય તો કદાચ સુગંધી, હોય અને કદાચ દુર્ગધી હોય, જે તે બે ગંધવાળો હોય તો સુગંધી અને દુર્ગન્ધી બન્ને ગંધ વાળો હોય. જેમ વણમાં ભાંગા કહ્યા, તેમાં રસોમાં પણ ભાંગાઓ જાણવા. હવે જો તે બે સ્પર્શવાળો હોય તો તે કદાચ સર્વશીત હોય અને તેનો એક દેશ ભાગ સ્નિગ્ધ હોય અને એક દેશ શીત અને એક દેશ ઉષ્ણ હોય, અથવા કદાચ સર્વ રુક્ષ હોય અને એક દેશ શીત અનેએકદેશ ઉષ્ણ હોય. હવે જો તે ચાર સ્પર્શવાળો હોય તો તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે સ્પર્શના નવ ભાંગા જાણવા. હે ભગવન્! ત્રિપ્રદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ અઢારમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે તેમ કહેવું. જે એક વર્ણવાળો હોય તો કદાચ કાળો હોય અને યાવતુ-કદાચ ધોળો પણ હોય. જે તે બે વર્ણવાળો હોય તો તેનો એક અંશ કદાચ કાળો અને એક અંશ લીલો હોય, કદાચ તેનો એક અંશ કાળો અને બીજા બે અંશો લીલા હોય, કદાચ બે દેશો કાળા અને એક દેશ લીલો હોય. કદાચ એક અંશ કાળો અને એક અંશ રાતો હોય. અથવા કદાચ તેનો એક દેશ કાળો અને અનેક દેશો રાતા હોય. કદાચ અનેક દેશો કાળા અને એક દેશ રાતો હોય. એ પ્રમાણે બધા મળીને દસ દ્વિક સંયોગના ત્રીશ ભાંગા થાય છે. હવે જો તે ત્રિપ્રદેશિકઢંધ ત્રણ વર્ણવાળો હોય તો કદાચ કાળો, લીલો અને રાતો, કદાચ કાળો, લીલો અને પીળો, કદાચ કાળો, લીલો અને ધોળો, કદાચ કાળો, રાતો અને પીળો, કદાચ કાળો, રાતો અને ધોળો, કદાચ કાળો, પીળો અને ધોળો. હોય. એ પ્રમાણે એ દસ ત્રિકસંયોગી ભાંગાઓ જાણવા. હવે તો એક ગંધવાળો હોય તો કદાચ સુગંધી હોય અને કદાચ દુર્ગધી હોય. જો બે ગંધવાળો હોય તો કદાચ સુગંધી અને દુર્ગધી હોય. અહિં એક વચન અને બહુ વચનને આશ્રયી ત્રણ ભાંગા જાણવા જેમ વર્ણને આશ્રયી ભાંગા કહ્યાં, તેમ રસોને આશ્રયીને પણ ભાંગા જાણવા. જો તે બે સ્પર્શવાળા હોય તો કદાચ શીત અને સ્નિગ્ધ હોય-ઈત્યાદિ ચાર ભાંગા દ્વિપ્રદેશિકઢંધની પેઠે અહિં કહેવા. જો ત્રણ સ્પર્શવાળો હોય તો સર્વ શીત અને તેનો એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. અથવા સર્વ શીત, એક દેશ સ્નિગ્ધ અને અનેક દેશો રુક્ષ હોય. અથવા સર્વ શીત, અનેક દેશો નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. કદાચ સર્વે ઉષ્ણ, એક દેશ નિષ્પ અને એક દેશ રુક્ષ હોય. અહિં પણ પૂર્વ પ્રમાણે ત્રણ ભાંગા જાણવા. જો તે ચાર સ્પર્શ વાળો હોય તો તેનો એક દેશ શીત, એક દેશ ઉષ્ણ, એક દેશ સ્નિગ્ધ અને એક દેશ રુક્ષ હોય. એ પ્રમાણે એકવચન તથા બહુવચનને આશ્રીને બધાં ભેદ કહેવા એ પ્રમાણે આ ત્રિપ્રદેશિક સ્કંધને વિષે પશેના બધા મળીને પચીશ ભાંગા થાય. હે ભગવન્! ચતુષ્પદેશિક સ્કંધ કેટલા વર્ણવાળો હોય-ઈત્યાદિ પ્રશ્ન. જેમ અઢારમાં શતકમાં કહ્યું છે, તે પ્રમાણે અહિં કહેવું. જો તે એક વર્ણવાળો હોય તો તે કદાચ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org