SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૧૯, ઉદેસો-૩ 395 અવગાહના તેથી અસંખ્ય ગુણછે, અપર્યાપ્ત સૂક્ષ્મ અપ્લાયની જઘન્ય અવગાહના તેથી અસંખ્યગુણ છે, અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથિવીકાયિકની જઘન્ય અવગાહના તેથી અસંખ્ય - ગુણ છે. અપર્યાપ્ત બાદર વાયુકાયિકની જઘન્ય અવગાહના તેથી અસંખ્ય ગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર અગ્નિકાયની જઘન્ય અવગાહનાઅસંખ્ય ગુણછે, તેથી અપર્યાપ્ત બાદર અષ્કાયિકની જઘન્ય અવગાહના અસંખ્ય ગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર પૃથિવીકાયિ કની જઘન્ય અવગાહના અસંખ્યગુણ છે, તેથી પપપ્ત અને અપર્યાપ્ત પ્રત્યેક શરીર વાળા બાદર વનસ્પતિકાયિકની અને બાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ અને પરસ્પર સરખી છે. તેથી પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદની જધન્ય અવગાહના અસંખ્યાત ગુણ છે તેથી અપર્યાપ્તસૂક્ષ્મનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેનાથી પર્યાપ્તસૂક્ષ્મનિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેથી પર્યાયસૂક્ષ્મવાયુકાય ની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણ છે, તેથી અપર્યાપ્ત સૂક્ષ્મવાયુકાયની ઉત્કૃષ્ટઅવ ગાહના વિશેષાધિક છે, તેનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ વાયુકાયની પેઠે સૂક્ષ્મ અગ્નિકાય પતિની જઘન્ય અવગાહના અસંખ્યાતગૂણ, અને તેથી અપર્યાપ્ત સૂક્ષ્મ અગ્નિકાયની ઉત્કૃષ્ટ અવગાહના અને પતિની ઉત્કૃષ્ટ અવગાહના ઉત્તરોઉત્તર વિશેષાધિક જાણવી. એમ સૂક્ષમ અપ્લાયઅને સૂક્ષ્મ પૃથિવીકાયસંબંધે પણ જાણવું. એ પ્રમાણે બાદર વાયુ કાયિક બાદર અગ્નિકાયિક બાદર અકાયિક અને બાદર પૃથિવીકાયિક સંબંધે પણ સમજવું. એ બધાને એમ ત્રિવિધપાઠવડે કહેવું.તેથી પર્યાપ્તબાદર નિગોદની જઘન્ય અવગાહના અસંખ્યાતગુણ છે, તેથી અપર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિકછે, તેથી પર્યાપ્ત બાદર નિગોદની ઉત્કૃષ્ટ અવગાહના વિશેષાધિક છે, તેથી પ્રત્યેક શરીરવાળા પયપ્તિ બાદર વનસ્પતિકાયિકની જઘન્ય અવગાહના અસંખ્યાત ગુણ છે, તેથી પ્રત્યેક શરીરવાળા અપર્યાપ્ત બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહ ના અસંખ્યાતગુણ છે અને તેથી પ્રત્યેક શરીરવાળા બાદર વનસ્પતિકાયિકની ઉત્કૃષ્ટ અવગાહના અસંખ્યાતગુણ છે. [૭૩હે ભગવન્! પૃથિવીકાયિક, યાવતુ વનસ્પતિકાયિક એ બધામાં કઈ કાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? હે ગૌતમ ! વનસ્પતિકાયિક સૌથી સૂક્ષ્મ અને સૂતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, યાવતુ વાયુકામાં કઈ સર્વથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે? હે ગૌતમ ! વાયુકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, અકાય અને તે સ્કાયમાં પ્રશ્ન અગ્નિકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય,અપકાય સૌથી સૂક્ષ્મ અને સૂક્ષ્મતર છે. હે ભગવનું એ પૃથિવીકાય. યાવત્ કઈ કાય સૌથી બાદર અને બાદતર છે? હે ગૌતમ ! વનસ્પતિકાય સૌથી બાદર અને બાદરતર છે. હે ભગવન્! એ પૃથિવીકાય, યાવતું વાયુકામાં પ્રખ્ખ પૃથિવીકાય સૌથી બાદર અને બાદતર છે. હે ભગવન! એ અકાય, અગ્નિકાય, અને વાયુકાયમાં પ્રશ્ન અપ્લાય સૌથી બાદર અને બાદતર છે. હે ભગવન્! એ અગ્નિકાય અને વાયુકાવમાં પ્રશ્ન અગ્નિકાય સૌથી બાદર અને બાદતર છે. [૭૬૪]હે ભગવન્! પૃથિવીકાયિકોનું કેટલું મોટું શરીર કહ્યું છે? હે ગૌતમ ! અનંત સૂક્ષ્મ વનસ્પતિકાયિકોના જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ વાયુકાયનું શરીર છે. અસંખ્ય સૂક્ષ્મ વાયુકાયનાં જેટલાં શરીરો થાય તેટલું એક સૂક્ષ્મ અગ્નિકાયનું શરીર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy