________________ 282 ભગવઈ-૧૨-રપ૩૬ છે, વાવધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું જાગેલાપણું સારું છે, જે એ જીવો જાગતા હોય તો તે ઘણા પ્રાણીઓના વાવતુ સત્ત્વોના અદુખ માટે યાવતુ-અપ રિતાપ માટે વર્તે છે, વળી પોતાને, પરને અને બન્નેને ઘણી ધાર્મિક સંયોજના સાથે બ્રેડ નારા થાય છે, તથા એ જીવો જાગતા હોય તો ધર્મજાગરિકાવડે પોતાને જાગૃત રાખે છે. હે ભગવન્! સબલપણું સારું કે દુર્બલપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું સબલપણું સારું અને કેટલાક જીવોનું દુર્બલપણું સારું. હે જયંતી ! જે આ જીવો અધાર્મિક છે, અને યાવત્ અધર્મવડે આજીવિકા કરતા વિહરે છે, એ જીવોનું દુર્બલપણું સારું, જો એ જીવો દુબલા હોય તો કોઈ જીવના દુઃખ માટે થતા નથી-ઇત્યાદિ અને “જાગતા'ની પેઠે સબલપણાની વક્તવ્યતા કહેવી, માટે એ જીવોનું બલવાનપણું સારું છે. હે ભગવન ! દક્ષપણું-ઉદ્યમીપણું સારું કે આળસુપણું સારું? હે જયંતી ! કેટલાક જીવોનું દક્ષપણું સારું અને કેટલાક જીવોનું આળસુપણું સારું. હે જયંતી ! જે આ જીવો અધાર્મિક યાવત્ વિહરે છે, એ જીવોનું આળસુપણું સારું છે. ઈત્યાદિ બધું “સૂતેલા'ની પેઠે કહેવું, તથા “જાગેલાની પેઠે દક્ષ-ઉદ્યમી જાણવા, યાવત્ જોડનારા થાય છે. વળી એ જીવો દક્ષ હોય તો આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, તપસ્વી, પ્લાન, શૈક્ષ ‘કુલ, ગણ, સંઘ, અને સાધમિકના ઘણા વૈયાવચ્ચ સાથે આત્માને જોડનારા થાય છે. હે ભગવનું ! શ્રોત્રેન્દ્રિયને વશ થવાથી પીડિત થયેલો જીવ શું બાંધે? હે જયંતી ! જેમ ક્રોધને વશ થયેલા જીવ સંબધે કહ્યું તેમ અહીં પણ જાણવું. યાવતુ તે સંસારમાં ભમે છે. એ પ્રમાણે ચક્ષઈન્દ્રિયને વશ થયેલા અને યાવતુ પશેન્દ્રિય વશ થયેલા જીવ સંબધે પણ જાણવું, ત્યારબાદ તે જયંતી શ્રણોપાસિકા શ્રમણ ભગવંત મહાવીર પાસેથી એ વાત સાંભળી, દ્ધમાં અવધારી, હર્ષવાળી અને સંતુષ્ટ થઈ-ઈત્યાદિ બધું દેવાનંદાની પેઠે જાણવું. થાવત્ તેણે વ્રજ્યા ગ્રહણ કરી અને સર્વદુઃખથી મુક્ત થઈ. તે એ પ્રમાણે છે, હે ભગવન્ તે એ પ્રમાણે છે. | શતક: ૧૨-ઉદ્દેશો નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાપૂર્ણ ] (ઉદ્દેશક૩ - ) [37] રાજગૃહ નગરમાં ભગવાન ગૌતમે) વાવત્ આ પ્રમાણે પૂછ્યુંહે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! સાત. પ્રથમ, દ્વિતીયા યાવતુ-સપ્તમી. હે ભગવનું ! પ્રથમ પ્રથિવી કયા નામવાળી અને કયા ગોત્રવાળી કહી છે? હે ગૌતમ ! પ્રથમ પૃથિવીનું નામ ધમ્મા' છે અને ગોત્ર રત્નપ્રભા છે એ પ્રમાણે ‘જીવાભિગમ સૂત્રમાં પ્રથમ નૈરયિક ઉદ્દેશક કહ્યો છે તે બધો યાવદુ-અલ્પ- બહુત્વ સુધી કહેવો. શતક: 12- ઉદેસાઃ ૩નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | - ઉદ્દેશક:-) [38] રાજગૃહ નગરમાં યાવ આ પ્રમાણે પૂછ્યું હે ભગવન્! બે પરમાણુઓ એકરૂપે એકઠા થાય. પછી તેનું શું થાય? હે ગૌતમ ! તેનો ઢિપ્રદેશિક સ્કંધ થાય, અને જો તેનો ભેદ થાય તો તેના બે વિભાગ થાય-એક તરફ એક પરમાણપુદ્ગલ રહે અને બીજી તરફ એક (બીજો) પરમાણુપુદગલ રહે. હે ભગવન્! ત્રણ પરમાણુપુદ્ગલો એકરૂપે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org