SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮, ઉદેસો-૨ ભજનાએ છે. હે ભગવન ! કેવલજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી. તેઓ અવશ્ય એક કેવલજ્ઞાનવાળા છે. કેવલજ્ઞાનલબ્ધિરહિત જીવો જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેઓને કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! અજ્ઞાનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! તેઓ જ્ઞાની નથી, પણ અજ્ઞાની છે. તેઓને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન! અજ્ઞાનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે પણ અજ્ઞાની નથી; તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. જેમ અજ્ઞાનલબ્ધિવાળા અને અજ્ઞાનલબ્ધિરહિત જીવો. કહ્યા તેમ મતિઅજ્ઞાન અને શ્રતઅજ્ઞાનલબ્ધિવાળા અને તે લબ્ધિથી રહિત જીવો કહેવા. વિર્ભાગજ્ઞાનલબ્ધિવાળા જીવોને અવશ્ય ત્રણ અજ્ઞાન હોય છે, અને વિર્ભાગજ્ઞાનલબ્ધિરહિત જીવોને ભજનાએ પાંચ જ્ઞાન કે અવશ્ય બે અજ્ઞાન હોય છે. હે ભગવન ! દર્શનલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ !. તેઓ જ્ઞાની પણ છે અને અજ્ઞાની પણ છે. તેઓને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજના એ હોય છે, હે ભગવન્! દર્શનલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ! દર્શનલબ્ધિરહિત જીવો હોતા નથી. સમ્યગ્દર્શનલબ્ધિવાળા જીવોને ભજનાએ પાંચ જ્ઞાન હોય છે, અને સમ્યગ્દર્શનલબ્ધિરહિત જીવોને ભજનાએ ત્રણ અજ્ઞાન હોય છે. હે ભગવન્! મિથ્યા દર્શનલબ્ધિવાળા જીવો જ્ઞાની હોય કે અજ્ઞાની ? તેઓને ત્રણ અજ્ઞાન. ભજનાએ હોય છે. મિથ્યાદર્શનલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. સમ્યગમિથ્યાદર્શનલબ્ધિવાળા જીવો મિથ્યાનિલબ્ધિવાળી પેઠે જાણવા, સમ્યગમિથ્યાદનિલબ્ધિરહિત જીવો જેમ મિથ્યાદર્શનલબ્ધિરહિત જીવો કહ્યા તે પ્રમાણે જાણવા. હે ભગવન્! ચારિત્રલબ્ધિ વાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને પાંચ જ્ઞાન ભજનાએ હોય છે. ચારિત્રલબ્ધિરહિત જીવોને મનÁવજ્ઞાન સિવાય ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. હે ભગવન્! : સામાયિકચારિત્રલબ્ધિવાળા જીવો શું જ્ઞાની હોય છે કે અજ્ઞાની હોય છે ? હે ગૌતમ ! તેઓ જ્ઞાની હોય છે. તેઓને કેવલજ્ઞાન સિવાય ચાર જ્ઞાન ભજનાએ હોય છે. સામાચિકચારિત્રજ્ઞાનલબ્ધિરહિત જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. એ પ્રમાણે યાવતુ યથાખ્યાતચારિત્રલબ્ધિવાળા અને યથાખ્યાતચારિત્રલબ્ધિરહિત જીવો કહેવા. પરન્તુ યથાખ્યાતચારિત્રલબ્ધિ વાળાને પાંચ જ્ઞાન ભજનાએ જાણવા. હે ભગવન! ઈદ્રિયલબ્ધિવાળા જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે ? હે ગૌતમ ! તેઓને ભજનાએ ચાર જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હોય છે. ઇન્દ્રિયલબ્ધિરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની? હે ગૌતમ ! તેઓ જ્ઞાની છે, પણ અજ્ઞાની નથી. તે અવશ્ય એક કેવળજ્ઞાનવાળા છે. શ્રોત્રેન્દ્રિયલબ્ધિવાળા ઇન્દ્રિયલબ્ધિવાળાની પેઠે જાણવા. શ્રોત્રેન્દ્રિયલબ્ધિલરહિત જીવો શું જ્ઞાની છે કે અજ્ઞાની છે? હે ગૌતમ ! તેઓ જ્ઞાની પણ છે, અને અજ્ઞાની પણ છે. જેઓ બેજ્ઞાનવાળા છે તેઓ આભિનિબોધિકજ્ઞાની અને શ્રતજ્ઞાની છે, અને જેઓ એકજ્ઞાની છે તેઓ એક કેવલજ્ઞાની છે, જેઓ અજ્ઞાની છે તેઓ - અવશ્ય બે અજ્ઞાનવાળા છે. જેમકે મતિજ્ઞાની અને શ્રતઅની. નેન્દ્રિય અને 12 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy