SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ 50 સમવાય-પ્રકીર્ષક સાત વિમાનો છે. અને ત્રણ ઉપરિતન ગ્રેવેયકોમાં એકસો વિમાનો છે. તથા અનુત્તર વિમાનોમાં પાંચ જ વિમાનો છે. એ વિમાનો કુલ ૮૪૯૭૦૨૩છે. પહેલી પૃથ્વીમાં, બીજીમાં, ત્રીજીમાં, ચોથીમાં, પાંચમીમાં, છઠ્ઠીમાં, સાતમી પૃથ્વીમાં જેટલા જેટલા નારકાવાસો છે, તે ગાથા દ્વારા પહેલાં બતાવી દેવામાં આવેલ છે. સાતમી પૃથ્વીને વિષે ગૌતમે જે પ્રશ્ન પૂછ્યો. તેના જવામાં મહાવીર સ્વામી કહે છે કે- હે ગૌતમ! સાતમી પૃથ્વીનો વિસ્તાર જે એક લાખ આઠ હજાર યોજનનો કહ્યો છે તેમાં ઉપરના સાડા બાવન હજાર યોજનાનો છોડીને તથા નીચેના સાડાબાવન હજાર યોજન છોડીને વચ્ચેના બાકીના ત્રણ હજાર યોજન પ્રમાણ ક્ષેત્રમાં આ સાતમી પૃથ્વીમાં નારકીઓના પાંચ અનુત્તર-ઉત્કૃષ્ટ-અતિ વિશાળ મહાનારકાવાસો છે. તેમના નામકાલ, મહાકાલ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન છે. તે બધા નારકાવાસ વચ્ચેથી ગોળ છે. છેડે ત્રિકોણાકાર છે. અને તેમના તળિયાનો ભાગ વજના છરાઓ જેવો છે. યાવતું આ બધા નરકો અશુભ છે. તે નરકોમાં અશુભ વેદનાઓ ભોગવવી પડે છે. 278-240] હે ભદન્ત ! અસુરકુમારના આવાસો કેટલી છે? હે ગૌતમ ! આ 'રત્નપ્રભા પૃથ્વીની જે એક લાખ એંસી હજાર યોજનાની ઉંચાઈ કહેલ છે. તેની ઉપરનો એક હજાર યોજન ભાગ છોડીને, અને નીચેનો એક હજાર યોજન પ્રમાણ ભાગ છોડીને વચ્ચેનો જે એક લાખ અઠ્યોતેર હજાર યોજન પ્રમાણ બાકી રહે છે. તેટલા આ રત્નપ્રભા પૃથ્વીના ભાગમાં ચોસઠ લાખ અસુરકુમારને આવાસો છે. તે ભવનો બહારથી ગોળાકાર છે. અને અંદરથી ચતુષ્કોણ છે. તેમનો નીચેનો ભાગ કમળની કર્ણિકાના આકારના જેવો હોય છે. જમીનને ખોદીને તેમના ફરતી જે ખાઈ ખોદવામાં આવી છે. તેનો વિસ્તાર વિપુલ અને ગંભીર છે. તેમની પાસેના ભાગમાં અટારી હોય છે. તથા આઠ હાથ પહોળો માર્ગ હોય છે, તથા પુરદ્વાર, કપાટ, તોરણ, બહિર અને પ્રતિદ્વાર અવાન્તર દ્વારા હોય છે. તે બધા ભવનો પત્થરો ફેંકવાના યંત્રોથી, મુસલ નામનાં હથિયારોથી મુસુંઢીઓથી અને એક સાથે સો માણસોની હત્યા કરનારી શતબિઓથી યુક્ત હોય છે. તેમાં શત્રુ સૈન્ય પ્રવેશ કરીને લડી શકતું નથી તેથી તે અયોધ્યા છે. તે ભવનો 48 ઓરડાઓથી યુક્ત હોય છે. અને 48 પ્રકારની ઉત્તમ વનમાળાઓથી યુક્ત હોય છે. તે ભવનોના તળિયાના ભાગપર ઉપલેપ કરેલો હોય છે. ગાઢ ગોશીષ ચંદન અને સરસ રક્તચંદનના લેપથી તેની દીવાલો પર પાંચે આંગળીઓ અને હથેળીઓના નિશાન પડ્યા હોય એવું લાગે છે. તે ભવનોમાં કાળા અગરૂશ્રેષ્ઠ કુન્દરૂષ્ઠ અને તુરૂખ ના ધૂપને સળગાવવાથી આવતી સુગંધ કરતાં પણ વધારે સુગંધ આવે છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુગંધિત પદાર્થો કરતાં પણ તે ભવનો વધારે સુગંધ યુક્ત હોય છે. તેથી તે ભવનો સુગંધિદ્રવ્યોથી યુક્ત લાગે છે. ચારે તરફથી આકાશ અને સ્ફટિક સમાન સ્વચ્છ સુંવાળાં પરમાણુસ્કંધમાંથી તેમની રચના થવાને કારણે તે ભવનો સુંવાળા સૂતરમાંથી વણેલા સુકોમળ વસ્ત્ર જેવાં કોમળ હોય છે. ઘસેલા વસ્ત્રો જેટલાં સુવાળાં હોય છે. એટલા સુંવાળાં આ ભવનો હોય છે. જેવી રીતે પથ્થરની પુતળીને ખરસાણ (શાણ- સરાણ) પર ઘસીને એક સરખી બનાવેલી હોય છે એવી જ રીતે તે ભવનો પણ પ્રમાણોપેત રચના- વાળા છે. એટલે કે જ્યાં જેવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy