________________ 448 સમવાય–પ્રકીર્ષક અથવા નામાદિના ભેદથી કરવામાં આવી છે, સ્વરૂપ પ્રદર્શન પૂર્વક કરવામાં આવી છે, ઉપમાન-ઉપમેય ભાવ આદિથી કરવામાં આવી છે. અન્ય જીવોની દયાને માટે તથા ભવ્ય જીવોના કલ્યાણને માટે વારંવાર કરવામાં આવી છે. શિષ્યોની બુદ્ધિમાં સ્થાપિત કરવામાં આવી છે. આ પ્રમાણે આયારો દિદ્વિવાઓ સુધીના ગણિપિટકરૂપ બાર અંગથી યુક્ત આ પ્રવચન પુરૂષ છે. એમ સમજવું. 233] આ દ્વાદશાંગ રૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરવાથી ભૂતકાળના અનંત જીવોએ ચાર ગતિવાળી સંસાર રૂપી અટવીમાં પરિભ્રમણ કર્યું છે. આ દ્વાદશાંગરૂપ ગાણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને વર્તમાન કાળમાં સંખ્યાત જીવો. ચારગતિરૂપ સંસારરૂપી અટવીમાં પરિભ્રમણ કરે છે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની વિરાધના કરીને ભવિષ્ય કાળમાં અનંત જીવો ચાર ગતિરૂપ સંસાર-કાનનમાં પરિભ્રમણ કરશે. આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આજ્ઞાની આરાધના કરીને ભૂત- કાળમાં અનંત જીવો ચારગતિરૂપ સંસાર અટવીને પાર કરી ગયા છે. અને જે મનુષ્યો વર્તમાન કાળમાં આ દ્વાદશાંગરૂપ ગણિપિટકની આરાધના કરે છે અને ભવિષ્યમાં આરાધના કરશે તેઓ ચાર ગતિરૂપ આ સંસાર અટવીને પાર કરી રહ્યા છે અને પાર કરશે. આ દ્વાદશાંગ ગણિપિટક કોઈ કાળે નથી એમ નથી, સદા વિદ્યમાન છે. દ્વાદ- શાંગરૂપ ગણિપિટક પહેલાં કદી પણ ન હતું, એવી વાત નથી એટલે કે તે પહેલા પણ હતું. ભવિષ્ય કાળમાં તેનું અસ્તિત્વ નહીં હોય, એમ પણ નથી એટલે કે ભવિષ્યમાં પણ અવશ્ય રહેશે જ. આ ગણિપિટક પહેલા પણ હતું. વર્તમાનકાળમાં પણ છે, ભવિષ્ય કાળમાં પણ રહેશે. તેથી આ ગણિપિટક અચલ છે, ધ્રુવ છે, નિશ્ચિત છે, શાશ્વત છે, અક્ષય છે, અવ્યય છે, અવસ્થિત છે, નિત્ય છે. જેમ ધમસ્તિકાય આદિ પાંચ અતિ- કાયો કદી ન હતા. એવી વાત નથી પણ હંમેશા હતા જ. તેમનું અસ્તિત્વ નથી એવી વાત પણ નથી એટલે કે તે નિત્ય છે, અને ભવિષ્યકાળમાં નહીં હોય એ વાત માની શકાય તેમ નથી એટલે ભવિષ્યકાળમાં પણ હશે જ. પાંચે અસ્તિકાય ભૂતકાળમાં હતા. વર્તમાનમાં હશે જ. તેઓ અચલ છે. ધ્રુવ છે, નિયત છે, શાશ્વત છે, અક્ષય નાશરહિત અવસ્થિત અને નિત્ય છે, એજ પ્રમાણે દ્વાદશાંગરૂપ ગણિપિટક કદી ન હતું એમ માની શકાય તેમ નથી, ક્યારેય તેનું અસ્તિત્વ નથી એવી વાત પણ માન્ય નથી, કદી રહેશે નહીં, એ વાત પણ માન્ય નથી એટલે કે ત્રણે કાળમાં તેનું અસ્તિત્વ રહેશે જ, અચલ ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષય અવસ્થિત અને નિત્ય છે. આ બાર અંગ રૂ૫ ગણિપિટકમાં અનંત જીવાદિક પદાર્થ, અનંત અભાવરૂપ પદાર્થો અનંત હેતુ અનંત અહેતુ, અનંત કારણો, અનંત અકારણો, અનંત જીવો, અનંત અજીવો, અનંત ભવસિદ્ધિકો, અનંત અભવ- સિદ્ધિકો, અનંત સિદ્ધો અને અસિદ્ધોનું સામાન્ય રીતે પ્રતિપાદન કર્યું છે. વિશેષ રૂપે પ્રજ્ઞાપન કરાયું છે. પ્રરૂપણ થયું છે. ઉપમાન ઉપમેય ભાવ આદિથી કથન થયું છે. અન્ય જીવની દયાની કે ભવ્ય જનોના કલ્યાણની ભાવનાથી ફરી ફરીને તેનો ઉલ્લેખ થયો છે. [234] રાશીઓ બે છે- જીવરાશિ, અજીવરાશિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org